Face Of Nation 12-04-2026 : ભાજપે અનેક ઠેકાણે લુખ્ખાઓ ટપોરીઓ અને જેની ઉપર પોલીસ કેસો થયા છે તેવા જમીન કૌભાંડીઓને ટિકિટો આપી હોવાના આક્ષેપો થયા છે. બીજી બાજુ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું નિવેદન આપ્યું છે કે, ‘લુખ્ખા ટપોરીઓને તો હું નહીં જ છોડું’. આ નિવેદન અને તેમની કામગીરી વચ્ચેનો વિરોધાભાસ શું સાબિત કરવા માંગે છે. ખરેખર પ્રશ્ન થાય કે, આ ભાજપના નેતાઓ જ મતદારોને અભણ સમજે છે ? કે એક તરફ ટિકિટો આપી બીજી બાજુ નિવેદનો કરે છે. સંઘવીને કોઈક તો સમજાવે હવે કે આ નિવેદનો ઘસાઈ ગયા અને જુના થઇ ગયા. આટલા વર્ષોથી તમે સત્તામાં છો તો કશું નવું લાવો જે પ્રજાને ખબર ન હોય. દર વર્ષે પ્રજાને મૂર્ખ કે અભણ સમજીને દે ઠોકાઠોક નિવેદનો ન કરશો.
વડોદરામાં વોર્ડ 1ના ચૂંટણી કાર્યાલય ખાતે હર્ષ સંઘવીનો બુથ કાર્યકર્તા સાથે સંવાદ કાર્યકમ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં હજુ મહત્વના અનેક નેશનલ લેવલના પ્રોજેકટો આવી રહ્યા છે. જેમાં વડોદરા શહેરમાં શિવજીની પ્રતિમા નજીક ફાઉન્ટન અને લાઇટ શો આવનારા દિવસોમાં ચાલુ થશે. વિદેશમાં ન દેખાય એવો શો આયોજન થશે, શિવજીની આરતીનું સમૂહ માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મહત્વના સ્પોર્ટ્સ સંકુલો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ નું આયોજન થાય તેવું આયોજન કરી રહ્યા છે.
ગુજરાતના બોલ બચ્ચન એવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શેખી મારતા જાહેરમાં કહ્યું હતું કે, “ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું પણ જોઈએ, લુખ્ખા ટપોરીઓને તો હું નહીં જ છોડું” સંઘવીનું આ નિવેદન તેમના પક્ષ દ્વારા થયેલી ટિકિટ વહેંચણી કરતા તદ્દન વિરોધાભાસ હતું તેમ કહેવામાં કોઈ બે મત નથી. ભાજપે અનેક ઠેકાણે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે જેમના નામો પોલીસ ચોપડે નોંધાયેલા છે. મારામારી કે લુખ્ખાગીરી કે જમીન હડપી લેવાના ગુનામાં આ ઉમેદવારો પોલીસ ચોપડે નોંધાયેલા છે. જો કે, પહેલા પક્ષમાં ટિકિટ અને બાદમાં આવા નિવેદનો પ્રજાને અભણ સમજીને કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી
ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !
![Harsh-Sanghavi[1]](https://www.faceofnation.news/wp-content/uploads/2025/03/Harsh-Sanghavi1-640x356.jpg)


