Home News કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા : આચાર્ય-લાલજીની વૈચારિક અસક્ષમતાને કારણે વિવાદનું કેન્દ્ર બની ગઈ

કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા : આચાર્ય-લાલજીની વૈચારિક અસક્ષમતાને કારણે વિવાદનું કેન્દ્ર બની ગઈ

Face Of Nation 29-06-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય. આ નામ અનેક વાર વિવાદોને લઈને સમાચારોની હેડલાઈન બન્યું છે તેમ છતાં આ સંપ્રદાયની જવાબદારી જેના શિરે છે તે આચાર્ય, લાલજી કે ધર્મકુળ પરિવારને પેટનું પાણી ક્યારેય હાલ્યું નથી. તેજેન્દ્રપસાદના આચાર્ય પદ હેઠળ જ્યારે આ સંપ્રદાય ચાલતો હતો ત્યારે નહિવત પ્રમાણેમાં વિવાદિત સ્થાન મળતું હતું, કેમ કે તે સમયે રાજકારણ કરનાર સાધુઓને શિરપાવ આપવામાં આવતો નહોતો. તેજેન્દ્ર પ્રસાદજી માટે તમામ સાધુઓને આદરભાવ હતો કેમ કે, આ આચાર્ય હંમેશા તમામ સાધુઓને સાથે લઈને ચાલનાર હતા. વિવાદ ઉઠે તો આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજીનો જીવ કંપી ઉઠતો હતો અને આજે ચિત્ર જુદું જ છે જેનું મુખ્ય કારણ સાચા અને તપસ્વી સાધુઓનો દ્રોહ છે. સંસારની બધી મોહ માયા છોડીને આવેલા સાધુઓને ખોટા આક્ષેપો કે ખોટા આરોપો લગાડીને કાઢી મુકવામાં આવે છે ત્યારે તેનો પણ જીવ કપાઈ જાય છે, અંતરથી દુઃખ ઉદભવે છે અને આ દુઃખ ક્યારેય કોઈને છોડતું નથી. પરિણામ સૌ લોકો જુએ છે. ભલે, કોઈ જાહેરમાં બોલવા તૈયાર ન હોય પણ સમગ્ર સંપ્રદાય જાણે છે કે, ધર્મકુળ પરિવારમાં અશાંતિ છે અને હોય જ કેમ કે, કર્મ ભગવાન રામ કે કૃષ્ણને નથી છોડતું તો આચાર્ય કે લાલજીની શું વાત.
કલોલ ગુરુકુળ, જમિયતપુરા ગુરુકુળ, હાથીજણ ગુરુકુળ, આબુ ગુરુકુળ આ એવા સ્થાનકો છે કે જ્યાંથી આચાર્યની ઈચ્છા પુરી ન થતા સાધુઓનો બહિષ્કાર કરી દેવામાં આવ્યો. આ સાધુઓ ઉપર અનેક ખોટા આક્ષેપો લગાવીને બદનામ કરી દેવામાં આવ્યા. આ સાધુઓ જે કાર્ય કરી રહ્યા હતા તેની પાછળ કાલુપુર સંસ્થાનું જ નામ મોટું થઇ રહ્યું હતું છતાં આચાર્ય અને લાલજીની એક જીદ કે તમે તમારા મંદિરો અને ગુરુકુલો અમને લખીને આપી દો. જે પુરી ન થતા તમામ સાધુઓને સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવ્યા. આ નિર્ણય ખરેખર આચાર્ય અને લાલજીનો અયોગ્ય હતો કેમ કે તેઓએ જાણે અજાણે એવો નિર્ણય લીધો કે સંસ્થાને આગળ લઇ જવા અને નામ અપાવનારા સાધુઓ સાથે તેમણે છેડો ફાડી નાખ્યો. આ તમામ સાધુઓમાંથી એકેય ને કોઈ જ ફર્ક ન પડ્યો. તેઓ અન્ય સ્થાન ઉપર ગોઠવાઈ ગયા પણ ફેર પડ્યો તો કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાને. કેમ કે, આ સાધુઓ જે કરી રહ્યા હતા તેઓની પાછળ રહેલું નામ હટી ગયું. હવે તેઓ સ્વતંત્ર થઇ ગયા. આજે પણ તેઓને કોઈ જ ફર્ક નથી પડ્યો. સંપ્રદાયમાં રહેલા કેટલાક અક્ક્લમઠાં ભક્તોએ પણ આ વાતને સ્વીકારીને વિરોધમાં જોડાઈ ગયા. ખરેખર આ ભક્તો એવા હતા જેઓને કોઈ સચ્ચાઈથી વાકેફ નહોતા કે તેમાંના કોઈ સત્ય બોલવા કે સત્યની પડખે રહેવા સક્ષમ નહોતા.
આજે પણ ફેસ ઓફ નેશનને સંપ્રદાયના જ એક રાજકારણી બુદ્ધિ ધરાવતા સાધુના ઈશારે તેના મળતીયાઓ દ્વારા સંપર્ક કરીને કલોલ ગુરુકુળના સાધુઓ વિરુદ્ધ સમાચારો લખવા કહેવામાં આવે છે. આ સાધુ આચાર્યની નજીકનો છે અને સંપ્રદાયને વેરવિખેર કરવામાં તેનો સિંહ ફાળો છે ત્યારે સવાલ એ થાય છે કે, શું સંપ્રદાય વિરુદ્ધની કામગીરી કલોલ ગુરુકુળ, જમિયતપુરા ગુરુકુળ, હાથીજણ ગુરુકુળ કે અન્ય એવા તમામ ગુરુકુલો કરે છે કે જે આચાર્યને લખી ન અપાતા તેઓ વિમુખ થઇ જાય છે ?? સામાન્ય રીતે આ ગુરુકુળો આચાર્ય માટે સંપ્રદાયની શાન હોવા જોઈએ તેને બદલે ત્યાં કામગીરી કરતા સાધુઓ આચાર્ય અને સંસ્થા માટે દુશમન બની જાય છે. આજે અનેક સંસ્થાઓ એકતાથી જીતી રહી છે ત્યાં કાલુપુર સંસ્થા એકતા ન હોવાને કારણે તૂટી રહી છે. જેનું મુખ્ય કારણ આચાર્યની છોકરમત છે. ખરેખ જો આચાર્ય અને લાલજી આ ગુરુકુળના સાધુઓને તેમની નજીક રાખે તો આખું ચિત્ર બદલાઈ જાય. પણ ના, આચાર્ય અને લાલજીની આજુબાજુ જેતલપુરના મોટા પી.પી. જેવા સાધુઓ ચક્કર મારે છે જે સંપ્રદાયમાં ખેલાતા રાજકારણના ચાણક્ય છે અને તેઓ આચાર્ય અને લાલજીની કાન ભંભેરણી કરે છે. આ એક નગ્ન સત્ય છે પણ હકીકત છે કે, આચાર્ય અને લાલજી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પાછળ જેતલપુર અને અમદાવાદના મહંત પી.પી સ્વામી નામના બંને સાધુઓ જવાબદાર છે. એક મોટા અને બીજા નાના, આ બંનેમાંથી એકેયની પ્રગતિ કલોલ ગુરુકુળને ટક્કર મારી શકે તેવી નથી. આ વાક્ય ખુબ કડવું છે પણ સાચું છે. આચાર્ય અને લાલજી પણ આ બે સાધુઓના ઈશારે કામગીરી કરે છે. ખરેખર તો કાલુપુર સંપ્રદાયના મહંત પદે કલોલ ગુરુકુળના પ્રેમ સ્વરૂપ સ્વામી જેવા મજબૂત સાધુઓ હોવા જોઈએ જે સંસ્થાને પ્રગતિના શિખરો ઉપર રાખે. જો કે આવો નિર્ણય લઇ શકવાની આચાર્ય કે લાલજીની હિંમત નથી. કેમ કે, તેઓની આસપાસ એવા સાધુઓ છે કે જેઓએ ક્યારેય એકલા હાથે આવું સામ્રાજ્ય ઉભું કર્યું જ નથી. આ પાછળ ભક્તો પણ એટલા જ જવાબદાર છે કે જેઓ આચાર્ય કે લાલજીને એક સવાલ શુદ્ધા કરવાની હિંમત નથી ધરાવતા. અમે અનેક એવા પરિવારો જોયા છે અને ઓળખીએ છીએ કે, જેઓએ આચાર્ય અને લાલજીના તમામ ખોટા નિર્ણયો સામે જી હા,.જી હા કરી છે અને તેઓ પણ પરિવારથી દુઃખી છે. કોઈકના છોકરાની વહુ ભાગી ગઈ છે તો કોઈની દીકરી ઘરે પાછી ફરી છે. આ કર્મનો જ સિદ્ધાંત છે. જે આચાર્ય અને લાલજીના ઘરમાં પણ લાગુ પડે છે.
જયારે કોઈ સંપ્રદાય હોય કે સફળ કંપની હોય, જો સાચા સાધુને કે કર્મચારીને છૂટો દોર આપી દેવામાં આવે તો તેની સફળતાને કોઈ રોકી શકતું નથી. આચાર્યની ગાદીએ બેઠેલા આચાર્ય કે લાલજી આજે પણ તેમની આસપાસ રહેલા સાધુઓને ઓળખવામાં થાપ ખાઈ રહ્યા છે. તેજેન્દ્ર પ્રસાદ જયારે આ સંસ્થાની ધુરા સાંભળતા હતા ત્યારે કોઈ એવો સાધુ પગ નહોતો જમાઈ શક્યો કે જેના વિચારો જ ભાગલા પાડવાના હોય. જો કે, કૌશલેન્દ્ર પાંડે અને વજેન્દ્ર પાંડે સંસ્થાને સાચવવામાં કાચા પડ્યા અને કેટલાક સાધુઓ સંસ્થાના ભાગલા પાડવામાં સફળતા મેળવી ગયા. ખેર ! અમે આ વાત આજે એટલે લખી રહ્યા છીએ કે, હિન્દૂ ધર્મના ભાગલા પડે અને સંપ્રદાયો તૂટે તે કદાપિ યોગ્ય ન કહેવાય. આચાર્ય અને લાલજીને ભગવાન સદબુદ્ધિ આપે અને સાચા તપસ્વી સાધુઓને આદર આપે તેવી પ્રાર્થના કરીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).