Face Of Nation 09-04-2026 : ખડગેએ ગુજરાતનું અપમાન થાય તેવું નિવેદન કર્યું જેને વખોડવા માટે આખા ભાજપના નેતાઓએ અને ભાજપના ડાયરા કલાકારોએ નિવેદન આપ્યું. ખડગેના “ગુજરાત અપમાન”ના નિવેદનના વિરોધના વિડીયો વાયરલ કરવાનો અને મીડિયાને પણ આ મુદ્દો જ સતત ટીવી ચેનલોમાં ન્યુઝ સ્વરૂપે ચાલુ રાખી પ્રજાના પાયાના પ્રશ્નો ઉપર પડદો પાડી દેવાના આદેશ જાણે કે ભાજપ કાર્યાલયથી છૂટ્યા છે. ચૂંટણી નજીક છે અને પ્રજાના પ્રશ્નો અઢળક છે. આ પ્રશ્નોના જવાબો ન આપવા પડે એટલા માટે કોંગ્રેસી નેતાના નિવેદનને ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમનું નામ રાતોરાત બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું ત્યારે જે ભાજપી ડાયરા કલાકારોની લાગણી નહોતી દુભાઈ તેવા ડાયરા કલાકારોની લાગણી મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી દુભાઈ છે. આશ્વર્યજનક બાબત છે કે, ભાજપ દ્વારા આજદિન સુધી ઘણીવાર યેનકેન પ્રકારે ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતની આબરૂના લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે તેમ છતાં કોઈ માઈનો લાલ ડાયરા કલાકાર જાહેરમાં આવીને તેનું મંતવ્ય આપવાની હિંમત ધરાવતો નહોતો. કિર્તીદાન, માયા આહીર, રાજભા ગઢવી અને જગદીશ ત્રિવેદી સહિતના માયકાંગલા અને નબળા ડાયરા કલાકારોએ તેમના મંતવ્યો રજૂ કરતા વિડીયો બનાવીને ભાજપને સોશિયલ સાઈટ ઉપર મુકવા માટે મોકલી આપ્યા હતા. સત્તાને પોતાની ચાપલુસી કરીને રોજીરોટી કમાતા આ નબળા ડાયરા કલાકારોનો પણ સંસ્કૃતિની ઘોર ખોદવા માટે મહત્વની ફાળો છે. ખડગેના નિવેદન સામે વાંધો હોવો કશું ખોટું નથી પરંતુ જો ખડગેનું નિવેદન ખટકતું હોય તો સરદાર પટેલનું અપમાન પણ ખટકવું જોઈએ સાથે જ ભાજપ દ્વારા કરવામાં આવેલા ગુજરાતના અન્ય અપમાનો પણ ખટકવા જોઈએ. સામાન્ય રીતે આ સમયે પ્રજાના પ્રશ્નો પણ ઉઠવા જોઈએ પરંતુ ખડગેનો મુદ્દો સત્તાધીશોના અન્યાય કરતા પણ વધારે મહત્વનો બની ગયો છે. આ મુદ્દો હવે ચૂંટણી પુરી થશે નહીં ત્યાં સુધી ચાલશે અને પ્રજાને પડતી તકલીફોના પ્રશ્નો વિસરાઈ જાય અને તકલીફો મતમાં પરિવર્તિત થઇ જાય તેવા અથાગ પ્રયાસો કરવામાં આવશે.
સત્તાની જી હજુરી કરનારા આ ડાયરા કલાકારો તવાયફ જેવા બની ગયા છે. જ્યાં પૈસા ફેંકાય ત્યાં ગુણગાન ગાવા જવાની આવા ડાયરા કલાકારોની નીતિરીતિ છે જે અગાઉ હકાભાના નિવેદન થકી ઉઘાડી પડી ગઈ હતી. સમાજને સંસ્કૃતિની વાતો કરનારા આ ડાયરા કલાકારો આજે સત્તા પક્ષ ભાજપની કઠપૂતળી બનીને નાચી રહ્યા છે. સરદારનું અપમાન થયું ત્યારે આમાંથી એકેય ડાયરા કલાકાર બોલ્યો નહીં અને આજે ગુજરાતના નામે મેદાનમાં આવી ચઢ્યો છે. સત્તાને તાબે થવા આ ડાયરા કલાકારોએ સ્ટેજ ઉપરથી મર્યાદાઓ ઓળંગવામાં કશું બાકી રાખ્યું નથી. લોકો પૈસા આપીને ડાયરો કરવા બોલાવે છે અને આ લોકો સત્તાના ગુણગાન ગાઈને જાણે કે સત્તાના દલાલો હોય તેવો દેખાવડો કરે છે. જયારે ગુજરાતની શાન સમા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું હતું ત્યારે એકેય ડાયરા કલાકારે હર્ફ શુધ્ધા ઉચ્ચાર્યો નહોતો કેમ કે તે સમયે તેમની ફાટતી હતી કે સત્તા સામે ન બોલાય. ખરેખર પ્રજાએ આવા ડાયરા કલાકારોને ઓળખવા જોઈએ જેઓએ સંસ્કૃતિના નામે સત્તાની દલાલી કરવાની જવાબદારી ઉપાડી છે.
ડાયરા માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે ગુજરાતની લોકભાવના, ઈતિહાસ અને સંસ્કૃતિનો જીવંત અંશ છે. આવા કલાકારો પાસેથી સમાજને માત્ર ગીત-સંગીત નહીં પરંતુ મૂલ્યો અને સંદેશોની અપેક્ષા હોય છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતા અંગે મુદ્દાઓ ઉઠે અને ડાયરા કલાકારો મૌન રહે, ત્યારે તે લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. ભાજપને સારા થવા કોંગ્રેસી નેતાના નિવેદન સામે વિડીયો બનાવીને રજૂ કરવામાં આવતા ડાયરા કલાકારોને લઈને સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચાઓ ઉગ્ર બની છે. ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ડાયરા કલાકારો માત્ર ભાજપ પૂરતા જ સીમિત રહી ગયા છે? શું તેઓ સામાજિક જવાબદારીથી દૂર થઈ રહ્યા છે? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપ ભેરવાઈ : પ્રમુખને લોકોએ “શાકબકાલું વેચનાર” ગણાવ્યા !
કેમ ડરપોક BJP દર વખતે જવાબ આપવાને બદલે વિરોધીઓના નિવેદનોને “જનતાનું અપમાન” બનાવે છે ?



