Home News કરપડા માટે કપરા ચઢાણ : સ્થાનિક ભાજપીઓ નિષ્ક્રિય રહીને અસંતોષ વ્યક્ત કરશે

કરપડા માટે કપરા ચઢાણ : સ્થાનિક ભાજપીઓ નિષ્ક્રિય રહીને અસંતોષ વ્યક્ત કરશે

Face Of Nation 13-04-2026 : ખેડૂત નેતા રાજુ કરપડા માટે ભાજપમાં પ્રવેશ બાદ કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે. આમ જોવા જઈએ તો રાજુ કરપડાનું કદ ભાજપમાં લાવીને વેતરી નાખવામાં આવ્યું છે. ધારાસભ્ય કક્ષાના વ્યક્તિને પંચાયતની ટિકિટ આપીને રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મુકી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર સોશિયલ સાઈટ ઉપર કરપડાનાં જુના વિડીયો વાયરલ થઇ રહ્યા છે અને લોકો તેના નિર્ણય સામે ફિટકાર વરસાવી રહ્યા છે. સરકારના વિરોધી બનીને પ્રજાનો અવાજ ઉઠાવનાર રાજુ કરપડાએ સત્તાધારી ભાજપના ખોલે બેસી જતા તેમના સમર્થકો પણ નારાજ થયા છે. ભાજપમાં પ્રવેશતાની સાથે જ તેમને સુરેન્દ્રનગરની મુળી-2 બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેરાત થતાની સાથે જ સ્થાનિક ભાજપના આગેવાનો રોષે ભરાયા હતા અને પક્ષની કામગીરી વિરુદ્ધ અસન્તોષ વ્યક્ત કર્યો હતો. જેમાં મોટાભાગના કાર્યકરોએ એવું નક્કી કર્યું હતું કે, આ વખતે રાજુ કરપડાની ટિકિટનો વિરોધ કરવા માટે ચૂંટણી સમયે નિષ્ક્રિય રહેવામાં આવશે. જો કે આ મામલે હજુ સુધી જાહેરમાં કોઈ સ્થાનિક નેતા કે કાર્યકરે નિવેદન આપ્યું નથી કેમ કે કોઈ પણ નેતા કે કાર્યકર જાહેરમાં આવીને પક્ષની નજરમાં આવવા માંગતો નથી પરંતુ બંધ બારણે વિરોધ કરીને પક્ષ દ્વારા કરવામાં આવેલી ભૂલનો અહેસાસ મોવડી મંડળને કરાવવામાં આવશે. તેવી ચર્ચા ઉઠી છે. રાજુ કરપડાની ભાજપ એન્ટ્રી સમયે જ દેખાઈ ગયું હતું કે, કોઈ પણ દિગ્ગ્જ નેતા કે પ્રદેશ પ્રમુખ તેમને આવકારવા આવ્યા નહોતા. આમ જોવા જઈએ તો કરપડાનું ભાજપમાં પ્રવેશ સમયે દિગ્ગ્જ નેતાઓની ગેરહાજરી એ એક અપમાન જ છે. હાર્દિક પટેલથી લઈને અનેક નેતાઓને જયારે ભાજપમાં આવકારવામાં આવ્યા ત્યારે પ્રદેશ પ્રમુખ સહીત નેતાઓએ હાજરી આપી હતી પરંતુ કરપડાની એન્ટ્રીમાં વાતાવરણ કંઈક જુદું જ હતું.
આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોનો સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા રાજુ કરપડાને જેલકાળમાં બ્રહ્મજ્ઞાન થયું અને તેઓએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો. અત્યાર સુધી જે ભાજપ અને સત્તાની વિરુદ્ધમાં બોલતા હતા તેઓએ હવે ભાજપ અને સત્તાના ગુણગાન ગાવાનો વારો આવ્યો છે. ભાજપના વિરોધી બનીને પછી ભાજપમાં આવતા વેંત સીધી જ ટિકિટ મળી જતા પક્ષના પાયાના કાર્યકરો નારાજ થયા છે. ગુજરાતના અનેક ઠેકાણે ભાજપના કાર્યકરોની નારાજગી અંદરો અંદર પક્ષની કામગીરીને લઈને બળાપો ઠાલવી રહ્યા છે, પરંતુ બોલવાથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તેવા ડરથી કોઈ જાહેરમાં કશું કહેવા તૈયાર નથી. સુરેન્દ્રનગર મૂળીના ભાજપના જુના કાર્યકરોએ રાજુ કરપડાને ટિકિટ આપવામાં આવતા નારાજગી વ્યક્ત કરી છે. કાર્યકરોની નારાજગી પણ યોગ્ય છે કેમ કે જે લોકોએ પક્ષ માટે તેમના તળિયા ઘસી નાખ્યા તે લોકોને ફળ આપવાને બદલે ગઈકાલે જે પક્ષને ગાળો દેતા હતા તેવાને પક્ષમાં લઈને આજે ટિકિટ આપી દેવામાં આવે છે. આ તો એવી વાત થઇ કે, “ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો”. ભાજપ નેતાઓની આવી બેધારી નીતીરીતીથી કાર્યકરોમાં ભારે અસંતોષ ઉઠ્યો છે. આ અસંતોષની વાત માત્ર સુરેન્દ્રનગર પૂરતી નથી પરંતુ અનેક ઠેકાણે આવી પરિસ્થિતિઓ સર્જાઈ છે જ્યાં કાર્યકરોએ નિષ્ક્રિય રહીને પોતાનો અસંતોષ જાહેર કરવાનું નક્કી કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !

પ્રજાને અભણ સમજો છો ? : લુખ્ખા-જમીન કૌભાંડીઓને ટિકિટ આપી સંઘવીનું નિવેદન, “લુખ્ખાઓને નહીં છોડું”

માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી