Home Politics ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે...

ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !

Face Of Nation 09-04-2026 : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનને ભાજપે ઊંધું કરી નાખ્યું અને તેને મુદ્દો બનાવીને ગુજરાતીઓને ઉશ્કેર્યા. આ મુદ્દે કોઈનો પક્ષ લેવાની કે કોઈને ખરાબ કહેવાની વાત નથી પરંતુ જે કહેવામાં આવ્યું છે તેને અર્થ સાથે સમજીને વિરોધ કરવા ઉતરવાની જરૂર છે. ખરેખર તો ચૂંટણીના સમયે પ્રજાના પ્રશ્નો ઉપર પડદો પાડવા સુનિયોજિત રીતે આ મામલાને એ રીતે રજૂ કરવામાં આવ્યો કે, ગુજરાતીઓને ખટકે અને પાયાના પ્રશ્નો કે ગુજરાતીઓ સાથે સત્તાધારી ભાજપના શાસનમાં થયેલો અન્યાય ભુલાવી દેવામાં આવે. અંતે, આ મુદ્દો ભાજપ તરફી મતમાં પરિવર્તિત થઇ જાય. ખરેખર તટસ્થ વાત કરીએ તો, ખડગેએ કરેલું નિવેદન એવું હતું કે, “Don’t misguide the people of Kerala. They are very clever, they are educated. Modi ji, Vijay (Pinarayi Vijayan), you both can fool those ‘who are illiterate in Gujarat’ or other places, but you can’t fool Kerala people” આ અંગેજી નિવેદનનો અર્થ ગુજરાતીમાં એવો થાય છે કે, “કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ હોશિયાર છે, તેઓ શિક્ષિત છે. મોદીજી, વિજય (પિનરાયી વિજયન), તમે બંને ગુજરાત કે અન્ય સ્થળોએ જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.”
ખડગેના આ ભાષણનો સ્પષ્ટ અર્થ છે કે, “જે લોકો અભણ છે તે લોકોને તમે મૂર્ખ બનાવી શકો છો.” આ નિવેદનને ચૂંટણી સમયે જ મુદ્દો બનાવવા માટે અને પ્રજાની સહાનુભૂતિ મેળવવા માટે ભાજપે એવો ટર્ન માર્યો કે, ખડગેએ ‘બધા ગુજરાતીઓને’ અભણ કહ્યા છે! અહીં કોઈની તરફેણ કે કોઈની વિરોધી વાત કરવાની વાત નથી પરંતુ સત્ય શું હતું અને શું રજૂ થયું તે બાબતની છે. ખેર ! ભાજપીઓના ઉહાપોહને ગુજરાતની જનતાનો ઉહાપોહ માનીને ખડગેએ માફી માંગી પણ આ વાત માફીથી અટકતી નથી કેમ કે, આખી વાત ખરેખર સમજવા અને જાણવા જેવી છે.
ગુજરાતી ટીવી મીડિયા, ભાજપના ડાયરા કલાકારોથી લઈને સમગ્ર ભાજપના નેતાઓ અને પદાધિકારીઓએ કોંગ્રેસના નેતા ખડગેના નિવેદનને ગુજરાતમાં એ રીતે રજૂ કર્યું કે, ગુજરાતીઓ અભણ છે. ટીવી ચેનલોએ આ બાબતને ઉછાળી પરંતુ અખબારોએ તેને એટલું મહત્વ ન આપ્યું અને આ મુદ્દાથી અંતર રાખ્યું કેમ કે, કદાચ અખબારના તંત્રીઓ જાણતા હતા કે, ખડગેના નિવેદનનો અર્થ શું છે અને શું કરવામાં આવી રહ્યો છે. ખરેખર તો ભાજપે અને ટીવી ચેનલોએ ગુજરાતીઓનું અપમાન કર્યું અને ખડગેના નિવેદનને એવી રીતે રજૂ કર્યું કે, ગુજરાત આખાના ગુજરાતીઓ અભણ છે. જે લોકો ખરેખર પોતાની જાતને અભણ નહોતા માનતા તેમને આ નિવેદનથી કોઈ લેવાદેવા નહોતા પરંતુ જે લોકો પોતાની જાતને અભણ માની રહ્યા હતા તેઓ ભાજપના શબ્દો બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, ગુજરાતી તરીકે અમારી લાગણી દુભાઈ છે. આ એવી લાગણી દુભાઈ રહી હતી જે માત્ર પક્ષ જોઈને કે પક્ષના નેતાઓ જોઈને દુભાતી રહી છે. ભાજપે અને નરેન્દ્ર મોદીએ જયારે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી કરી નાખ્યું ત્યારે અત્યારની કોઈ પણ ટીવી ચેનલ, ડાયરા કલાકારની કે ગુજરાતીની લાગણી દુભાઈ નહોતી પરંતુ આજે કોંગ્રેસના નેતાએ એવું નિવેદન આપ્યું જેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું અને તેનાથી કેટલાક લોકો લાગણી દુભાઈના બૂમબરાડા પાડી રહ્યા છે.
ખરેખર ભારતમાં આજે ગુજરાતીઓ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા છે કેમ કે, તેઓએ જાણે કે ફરી એકવાર સાબિત કર્યું કે, ભાજપ જે પણ કહે તે સમજ્યા અને જાણ્યા-જોયા વિના તેમના માટે સોનાની લકીર. “you both can fool those ‘who are illiterate in Gujarat’ or other places’નો અર્થનો અનર્થ કરીને ભાજપે આખા ગુજરાતની માથે ટોપી પહેરાવી દીધી અને કેટલાક લોકોએ પહેરી પણ લીધી. આ મામલે ગુજરાત બહાર ઠેર ઠેર લોકો એમ કહી રહ્યા છે કે ખરેખર ગુજરાતીઓ અંગ્રેજી ભાષાનો અર્થ પણ સમજી શકતા નથી કે ભાજપ જે કહે તે જ સાચું માનીને ઉહાપોહ કરવા લાગે છે. આ અંગ્રેજી લાઇન ન સમજાય તો ગુગલ કે ચેટ જીપીટીને પણ પૂછવામાં આવે તો તેનો અર્થ તેઓ “તમે બંને ગુજરાતમાં અભણ લોકોને અથવા અન્ય સ્થળોએ મૂર્ખ બનાવી શકો છો.” તેવો કરે છે, પરંતુ ગુજરાતમાં ટીવી ચેનલોના સહયોગથી ભાજપ દ્વારા એવો દેખાવ ઉભો કરવામાં આવ્યો કે, “ગુજરાતીઓ અભણ છે” અથવા “ગુજરાતમાં રહેનારા તમામ અભણ છે” અને આ ગુજરાતનું કે ગુજરાતીઓનું અપમાન છે. ખરેખર આ માટે તો ભાજપે અને ગુજરાતી ટીવી ચેનલોએ ગુજરાતનું અપમાન કર્યું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ટીવી ચેનલોએ પણ કદાચ એવા જ લોકોને શોધી શોધીને ઇન્ટરવ્યૂ લીધા કે, જેઓ કોંગ્રેસી નેતાના નિવેદન સામે રોષ ઠાલવી શકે. જો કે ગુજરાતનું કે ગુજરાતીઓનું અપમાન થતું હોય ત્યારે રોષ ઠાલવવો યોગ્ય છે પરંતુ નિવેદન શું છે અને ક્યા અર્થમાં કહેવામાં આવ્યું છે તે સમજવું પણ અત્યંત જરૂરી છે. ખરેખર ખમીરવંતા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું ઘોર અપમાન કરવામાં આવ્યું ત્યારે ગુજરાતીઓએ જાગવાની જરૂર હતી. ખડગેના નિવેદન કરતા નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ પોતાને નામે કરી દીધું તે વધારે આઘાતજનક અને અપમાનજનક હતું તેમ છતાં કોઈએ એક શબ્દ શુઘ્ધા ન ઉચ્ચાર્યો કે કોઈ ટીવી ચેનલોએ ઉહાપોહ ન કર્યો કે કોઈ ડાયરા કલાકારે એક શબ્દ ન કીધો કે કોઈ પાટીદાર માઈનો લાલ આગળ ન આવ્યો, કેમ કે તે અપમાન ભાજપ દ્વારા ભાજપના સર્વેસર્વા નરેન્દ્ર મોદીની ઈચ્છાથી કરવામાં આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

સરદાર માટે ન બોલનારા ડાયરા કલાકારોની ગુજરાત માટે લાગણી દુભાઈ !, પ્રજાના પ્રશ્નો ઉપર પડદો પાડવા પ્રયાસ

વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપ ભેરવાઈ : પ્રમુખને લોકોએ “શાકબકાલું વેચનાર” ગણાવ્યા !