Home News સોલાની સોસાયટીમાં ગટર-પાણીનું કનેક્શન કાપવા ચેરમેનની ધમકી : લુખ્ખાગીરી કાયદાથી ઉપર નથી

સોલાની સોસાયટીમાં ગટર-પાણીનું કનેક્શન કાપવા ચેરમેનની ધમકી : લુખ્ખાગીરી કાયદાથી ઉપર નથી

Face Of Nation 19-05-2026 : ગુજરાતમાં કેટલીક સોસાયટીઓ એવી છે કે જ્યાં, જેનું સમાજમાં કે પરિવારમાં ક્યાંય ઉપજતું ન હોય તેવા લોકો ચેરમેન/સેક્રેટરી બની બેઠા હોય છે. આ લોકો આમ તો નવરા હોય છે કેમ કે, કામ-ધંધા વાળાઓ કે મોભાદાર વ્યક્તિઓ પાસે તો આવી નાહકની જવાદારીઓ લેવાનો સમય જ નથી હોતો. મોટાભાગે રિટાયર્ડ ભણેલા-ગણેલા મોભાદાર લોકો આવી જવાબદારીઓ બખૂબી નિભાવતા હોય છે કેમ કે તેઓ પાસે કોઈ કામકાજ હોતું નથી. જયારે સોસાયટીનો વહીવટ કોઈ રિટાયર્ડ અધિકારી કે ધંધાર્થી પાસે હોય ત્યારે હંમેશા તે પ્રગતિરૂપ બને છે, પરંતુ બોગસ લોકો પાસે હોય તો તે ભોપાળું વાળે છે. સોસાયટીના ઉત્તમ વહીવટની નિશાની એ છે કે, ઉત્તરો ઉત્તર તેના બેંક બેલેન્સ સહીત પ્રતિષ્ઠામાં વધારો થાય. સોલા સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ચેરમેન જાણે કે, કાયદાથી ઉપર હોય તેમ સભ્યોને શેખી મારી રહ્યો છે કે, મેઇન્ટેનન્સ ન ભરનાર સભ્યનું ગટર પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. આવા બુદ્ધિના બળદોને કાયદાનું કોઈ જ્ઞાન જ હોતું નથી અને ચેરમેન/સેક્રેટરી બની બેઠા હોય છે. આ લોકો ચેરમેન/સેક્રેટરીના પદને જાણે કે, રાજ્યના મુખ્યમંત્રીનું પદ મળ્યું હોય તેવું માનવા લાગે છે. ખેર ! એવો સમય દૂર નથી કે ગાડીઓ ઉપર “ચેરમેન-XYZ સોસાયટી” એવા પાટિયા મારેલા જોવા મળશે.
સામાન્ય રીતે, સભ્યએ હિસાબની માંગ સાથે કે અન્ય કોઈ લેખિત માંગ સાથે મેઇન્ટેનન્સ બંધ કર્યું હોય તો તેને પ્રથમ જરૂરી માંગેલ માહિતી આપવી એ સોસાયટીની ફરજ છે. જો સોસાયટી આ ફરજ ચુકી જાય છે અથવા તેનો વહીવટ અણઘડ જણાય છે ત્યારે સભ્ય તેનું મેઇન્ટેન્સ ચૂકવવાનું બંધ કરી દે છે. રાજ્યમાં ઘણી એવી સોસાયટીઓ છે કે જ્યાં બુદ્ધિ વિનાના લોકો ચેરમેન બની જાય છે અને પોતાની જાતને કાયદાથી ઉપર માનવા લાગે છે. આવા લોકોના ત્રાસ અને અણઘડ વહીવટને કારણે કેટલાક સારા અને પ્રતિષ્ઠિત લોકો ઘર વેચીને અન્યત્ર ખસી જાય છે અને લુખ્ખાગીરીના માંચડે નાચનારાઓને મોકળું મેદાન મળી જાય છે. ખેર ! આજે લોકોને મદદરૂપ એવી કાયદાકીય વાત રજૂ કરવી છે કેમ કે, સોલા સાયન્સ સીટી ખાતે આવેલી સોસાયટીના ચેરમેને સભ્યોને ગટર પાણીનું કનેક્શન કાપી નાખવાની અને કોર્ટમાંથી ઓર્ડરો આવી ગયા હોવાની વાહિયાત વાત કરીને ભરમાવ્યા છે. આ સોસાયટીનો ચેરમેન ભલે પોતાની જાતને તુરમખાં સમજતો હોય પણ કાયદાથી તે ક્યારેય ઉપર નથી. આ ચેરમેને સોસાયટીના ફંડમાં વધારો થાય તેવા તો એકેય કામ કર્યા નથી પણ તેમાં ઘટાડો થાય તેવા કામ ચોક્કસ કર્યા છે. ચેરમેન/સેક્રેટરીની આપખુદ્શાહી અને અણઘડ વહીવટને લીધે કેટલાય લોકો આ સોસાયટીમાંથી મકાન વેચીને અન્યત્ર ખસી ગયા છે.
સોલા સાયન્સ સીટી ખાતે આવેલી એક સોસાયટીમાં ચેરમેને તેની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. સભ્યોને શેખી મારતા તેણે જણાવ્યું છે કે, જે સભ્ય મેઇન્ટેનન્સ નહિ ભરે તેનું ગટર અને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. આ બુદ્ધિના બળદને એ જ્ઞાન નથી કે, કાયદો ક્યારેય કોઈ પણ વ્યક્તિનું ગટર પાણીનું કનેક્શન કાપવાની મંજૂરી આપતો નથી. ભલે તે સભ્યનું મેઇન્ટેનન્સ બાકી કેમ ન હોય. ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ હેઠળ, હાઉસિંગ સર્વિસ સોસાયટી મેનેજિંગ કમિટી દ્વારા જાળવણી(મેઇન્ટેનન્સ)નો ખર્ચ ન ચૂકવવા બદલ કોઈ પણ સભ્યની વીજળી, પાણી અથવા કચરો એકત્ર કરવાની સેવાઓ કાપી નાખવી તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. કાયદાની દ્રષ્ટિએ ઉપયોગિતા જોડાણો કાપી નાખવાને ગેરકાયદેસર શિક્ષાત્મક કાર્યવાહી ગણવામાં આવે છે. હાઉસિંગ સોસાયટી લાઇસન્સ પ્રાપ્ત વીજળી પ્રદાતા નથી. ફક્ત નાગરિક સત્તાવાળાઓ અથવા સ્થાનિક પાવર બોર્ડ પાસે જ વીજળી કાપવાનો કાનૂની અધિકાર છે તેવી જ રીતે કોર્પોરેશન પાણી અને ગટરની સુવિધા પુરી પાડે છે. મનસ્વી રીતે પાણી પુરવઠો બંધ કરવો અથવા કચરા સહિતની સેવાઓ બંધ કરવી ગેરકાયદેસર છે અને તેના કારણે પોલીસ ફરિયાદ થઈ શકે છે અથવા પજવણી માટે ફોજદારી/નાગરિક દાવો પણ થઈ શકે છે. જયારે સભ્યો કાયદા નથી જાણતા ત્યારે બુદ્ધિનું પ્રદર્શન કરનારા ચેરમેન/સેક્રેટરીઓ સભ્યને પાણી અને ગટરના કનેક્શન કાપી નાખવા ધમકાવે છે. જે ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓ સ્પષ્ટ કરે છે કે સોસાયટી કે રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (RWA) ને પાણી જેવી આવશ્યક સેવાઓ કાપવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. આ સત્તા માત્ર સ્થાનિક સત્તામંડળો (જેમ કે મહાનગરપાલિકા કે નગરપાલિકા) પાસે જ હોય છે.
પાણી અને ગટરની સાથે સાથે મૂળ માલિક તેનું મકાન કોઈને પણ ભાડે આપે તો તેમાં પણ કો.ઓ.હા.સર્વિસ સોસાયટી કોઈ પણ પ્રકારની દખલ કરી શકતી નથી. જો કમિટીના સભ્યો કે ચેરમેન/સેક્રેટરી આવી કોઈ પણ કાર્યવાહી તેમના હોદ્દાની રૂએ કરે છે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. ઘણીવાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં સોસાયટીના ચેરમેન સેક્રેટરી અન્ય સભ્યોને ઉશ્કેર્યા હોય અને ઝઘડાઓ થયા હોય. આવા કેસોમાં સોસાયટીના એ ઉશ્કેરાયેલા સભ્યોએ જ ભોગવવું પડે છે કેમ કે, તેઓ કાયદાથી ઉપર ક્યારેય નથી. (સોસાયટીના મકાનોનું મૂલ્યાંકન અને બદનામીને લીધે અમે અહીં સોસાયટીનું કે ચેરમેન/સેક્રેટરીનું નામ લખવાનું ટાળ્યું છે) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

પ્રજા શાસકના આંધળા પ્રેમમાં : પેટ્રોલ-ડીઝલનો ભાવ 500 પહોંચી જાય તો પણ સત્તાને આંચ આવે તેમ નથી

બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર

નિસરાયા : એક એવું ગામ જ્યાં સરકાર કશું કરતી જ નથી, બધું મહેન્દ્ર “મેક” પટેલ જ કરે છે !

Video : ગુજરાતમાં મધરાત્રે ગાયોની તસ્કરી, પોલીસ નિષ્ક્રિય, હિન્દુત્વની વાતો કરનાર નેતાઓ અને સરકારને ગાલે તમાચો