Home News સોલા આકાશ એલિગન્સ વિવાદ : ચેરમેન બુદ્ધિનું પ્રદર્શન કરે છે, વોટ્સએપ ગ્રુપ...

સોલા આકાશ એલિગન્સ વિવાદ : ચેરમેન બુદ્ધિનું પ્રદર્શન કરે છે, વોટ્સએપ ગ્રુપ માટે પણ નોટિસ આપે છે !

Face Of Nation 02-06-2026 : સોલા સાયન્સ સિટીમાં આવેલા આકાશ એલિગન્સ છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બની ગયા છે. આ વિવાદ માત્ર ચેરમેનની આપખુદશાહી અને ચેરમેન દ્વારા થતા બુદ્ધિના પ્રદર્શનને લઈને ઉઠ્યો છે. નાના બાળકોની જેમ આ સોસાયટીનો ચેરમેન લડવા ઉતરી પડે છે અને લોકોને જાહેર નોટિસો ફટકારે છે. સોસાયટીના કેટલાક લોકોએ ભેગા થઈને વોટ્સએપ ગ્રુપ બનાવ્યું એમાં પણ ચેરમેને જાહેર નોટિસ મોકલી અને ખુલાસાઓ કર્યા કે આવા ગ્રુપો ચાલે છે, જેમાં થતી રજૂઆતો યોગ્ય નથી. કાયદાનો સંપૂર્ણ અજાણ આ ચેરમેન વિરલ પટેલ નામનો વ્યક્તિ પોતાને તુરમખાં સમજે છે. વિરલ પટેલનો સબંધી પોલીસ વિભાવમાં હોવાથી વિરલ સોસાયટી જાણે કે તેને વારસામાં મળેલી મિલ્કત હોય તેટલું જોર કરે છે. સોસાયટીના પૈસે જ વકીલો મારફતે સોસાયટીના સભ્યો ઉપર કેસ કરવા કે તેને યોગ્ય લાગે તેવા ખર્ચાઓ કરવા આ બધા મુદ્દા સહીત અનેક મુદ્દાઓને લઈને હાલ સોસાયટીના સભ્યો રોષે ભરાયા છે. આ એક એવી સોસાયટી છે કે જ્યાં ચેરમેને તેનો રાઈટ હેન્ડ સિક્યોરિટીને બનાવ્યો છે અને સિક્યોરિટી જાણે કે ચેરમેનની ગેરહાજરીમાં ચેરમેન હોય તેમ સભ્યો જોડે રોફ મારે છે. ખરેખર સભ્યો માટે આ બાબત ખુબ જ શરમજનક કહેવાય કે જ્યાં સિક્યોરિટી એક ચેરમેન જેટલો પાવર કરી જાય અને સભ્યો એક શબ્દ ન બોલી શકે. ડિસેમ્બર 2022માં આ કમિટીની મુદત પુરી થતી હોવા છતાં તેઓએ મનફાવે તેમ ઠરાવો કરીને કમિટી ચાલુ રાખી અને સભ્યોએ પણ આ અંગે એક સવાલ ન કર્યો. જે દેખાડે છે કે, સભ્યોની નિષ્ક્રિયતાનો લાભ ચેરમેન સેક્રેટરીએ આબાદ ઉઠાવ્યો.
જયારે એવા વ્યક્તિને ચેરમેન કે સેક્રેટરી બનાવી દેવામાં આવે કે જેનું સમાજમાં પણ કઈ ઉપજતું ન હોય ત્યારે તેવા લોકો સોસાયટી માટે આફતરૂપ જ સાબિત થાય તેમ કહેવામાં કોઈ બે મત નથી. આકાશ એલિગન્સમાં બિપિન પટેલ નામના વ્યક્તિએ હંમેશા કોઈ ને કોઈ વ્યક્તિનો ઉપયોગ કરીને તેને મેલી મુરાદ પાર પાડીને સોસાયટીની વેલ્યુ નીચી કરી નાખી છે. આ બિપિન પટેલે અને ચેરમેન વિરલ પટેલે હાથ મિલાવી લઇ ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની ચૂંટણી વિના બિપીનને સેક્રેટરી બનાવી દીધો હતો. બિપિન સેક્રેટરી બનતા જ બિપિન-વિરલની જોડીએ રીતસર સોસાયટીમાં હાહાકાર મચાવી દીધો હતો. વિરલ નાના બાળકોની જેમ સોસાયટીનો સભ્ય કઈ પણ કરે તો મને કેમ ના પૂછ્યું તેમ કહીને સીધી જ નોટિસ ફટકારી દે અને તેના સંબંધી પોલીસ અધિકારીને ફોન કરી પગ પકડીને પોલીસની ગાડી બોલાવી દમ મરાવે. આ ચેરમેનની બાળક બુદ્ધિ ત્યારે હાસ્યાસ્પદ બની ગઈ જયારે તેણે સોસાયટીના કેટલાક લોકોએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને તેને લઈને નોટિસ જાહેર કરી અને ખુલાસો કર્યો. આ ખુલાસો સભ્યોમાં જબરદસ્ત હાસ્યનો મુદ્દો બની ગયો, અને લોકો ચર્ચા કરવા લાગ્યા કે આ ચેરમેનને એટલી પણ બુદ્ધિ નથી કે આવી બાબતોમાં પત્રો લખીને નાના બાળકોની જેમ ખુલાસાઓ કરે છે.
જયારે સોસાયટીનો વિકાસ અને વેલ્યુ વધારવાની દિશામાં મહત્વ આપવાનું હોય ત્યારે હંમેશા એવા વ્યક્તિઓને કમિટીથી દૂર રાખવા જોઈએ કે જે પોતે પાંચ પૈસા ખિસ્સામાંથી ખર્ચી શકવાની હિંમત ન ધરાવતા હોય. જે વ્યક્તિઓ છાસવારે સભ્યો સામે પોતાની પેઢી હોય તેમ માલિકી દેખાડવા આવતા હોય તેવા લોકોને સામાજિક સ્થાન મળતું નથી તેથી જ તેઓ સોસાયટીમાં હોદ્દો લઈને તેમની ધાક જમાવવાના પ્રયાસો કરે છે. આકાશ એલિગન્સમાં પણ આવી જ ઘટના બની છે જેમાં સભ્યોની નિષ્ક્રીયતાએ એવા કાયદાના અજાણ લોકો ચેરમેન સેક્રેટરી બની બેઠા કે જેઓએ સોસાયટીની પથારી ફેરવવામાં કશું બાકી ન રાખ્યું. સોસાયટી પણ એક પરિવાર છે અને જ્યાં તમામ પરિવારજનોની મરજીથી કે સમજાવટથી કાર્ય થવું વધુ હિતાવહ હોય છે. જયારે તમે ઘરમાં કોર્ટ, પોલીસ કે દવાખાનું ન આવે તેવી ઈચ્છા રાખો તો પછી સોસાયટી માટે પણ કેમ આવી ઈચ્છાઓ રાખવામાં આવતી નથી. કેટલાક તુચ્છ માનસિકતા ધરાવતા લોકો ચેરમેન સેક્રેટરી બની બેસે છે અને સોસાયટીને વિનાશ તરફ ધકેલી દે છે. આ માટે સોસાયટીના જ સભ્યો જવાબદાર હોય છે કેમ કે, આ લોકો માટે એવું હોય છે કે આપડે શું ? જયારે તેમના પગ નીચે આવે છે ત્યારે તેઓ બૂમબરાડા પાડે છે અને આવું જ બન્યું છે સોલાની આકાશ એલિગન્સ સોસાયટીમાં. સી બ્લોકના લોકો સોલરનું કામ કરાવતા હતા અને તેની આડે ચેરમેન ઉતર્યો કે કેમ તમે મને પૂછ્યું નહીં ? બસ, આ વાત વણસી ગઈ અને ચેરમેનના વિરોધમાં લોકો ઉતરી પડ્યા. આ અગાઉ ચેરમેને કેટલાય એવા કામો કર્યા છે જેની જાણ કે પરવાનગી સોસાયટીના સભ્યો પાસે લેવામાં આવી નથી છતાં તેવા સમયે સભ્યોએ એક સવાલ કરવાની હિંમત ન કરી અને વિરલ પટેલ તથા તેનો સાથી બિપિન પટેલ જેવા વ્યક્તિઓએ સોસાયટીમાં તેમની આપખુદશાહી શરૂ કરી. ખેર ! ગુજરાતની ગમે તે સોસાયટી હશે જો સભ્યો જાગૃત હશે તો કોઈ ચેરમેન સેક્રેટરીની હિંમત નથી કે કોઈ કાંડ કરી શકશે, કેમ કે સોસાયટીના વહીવટ પારદર્શી રાખવાની જવાબદારી ચેરમેનની છે અને તે હિસાબો જોવાનો હક્ક સભ્યોને છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

જજોએ બોલવામાં ભાન રાખવું જોઈએ : CJIની એક ટિપ્પણીએ યુવાનોને ઉશ્કેર્યા

પ્રજા શાસકના આંધળા પ્રેમમાં : પેટ્રોલ-ડીઝલનો ભાવ 500 પહોંચી જાય તો પણ સત્તાને આંચ આવે તેમ નથી