Face Of Nation 11-04-2026 : પ્રજાનો રોષ હવે જાહેરમાં દેખાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા કોઈ વિકલ્પ ન બચતા અંતિમ વિકલ્પ એવું “બિન હરીફ” નામનું હથિયાર ઉગામવામાં આવી રહ્યું છે. જેનાથી મતદાર મતદાનથી વંચિત રહે અને ઉમેદવારને વગર મહેનત કે મતદાન વિના જીત મળી જાય. આ વિકલ્પ એવો છે કે જેમાં પ્રજાને ભૈસાબ બાપા કરવાની કે હાથ જોડીને મતદાન કરવા અપીલ કરવાની જરૂર પડતી નથી. ઘણી સીટો ઉપર અંદરો અંદર સેટિંગ કરીને તો ઘણી સીટો ઉપર ફોર્મ ભરવામાં ભૂલ થવાને કારણે જે તે રાજકીય પક્ષના ઉમેદવારને “બિન હરીફ” વિજેતા થવાનો લાભ મળે છે. આવા વિસ્તારોમાં મતદાન થતું નથી અને પ્રજાના પ્રશ્નો બદલ પ્રજાને મતદાન થકી તેમનો રોષ દેખાડવાનો હક્ક પણ મળતો નથી. આવનારી ચૂંટણી પહેલા 67 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો બિન હરીફ થયા છે. આ આંકડો વધી શકે છે. એક વેબસાઈટના ડેટા અનુસાર, વર્ષ 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 8235 બેઠકોમાંથી 237 લોકો બિનહરીફ વિજેતા થયા હતા. જેમાં ભાજપના બિન હરીફ ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ એટલે કે 200 જેટલી હતી.
ચાલુ વર્ષે એટલે કે તાજેતરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. કેટલાય ઉમેદવારોએ છેલ્લી ઘડીએ નાટકો શરૂ કર્યા અને રાજકીય પક્ષોને મુશ્કેલીમાં મૂકી દીધા. કેટલાકે વિરોધી સાથે સેટિંગ કરીને ઉમેદવારી પત્ર ન ભર્યું તો કેટલાકે પાર્ટીએ મેન્ડેટ આપ્યું હોવા છતાં અંતિમ ખડીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી. અનેક જુદા જુદા કારણો સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભાજપને “બિનહરીફ” સત્તા મળી છે. આવા વિસ્તારોમાં ચૂંટણી વિના ભાજપના ઉમેદવારોને જીત મળી ગઈ છે. નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દેવસર બેઠક (ગણદેવી), બિગરી બેઠક (ગણદેવી) અને ઘેજ બેઠક (ચીખલી) બિનહરીફ જાહેર થઈ છે. માત્ર નવસારી જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગણદેવી તાલુકા પંચાયતની વિવિધ બેઠકો જેવી કે બિગરી-1, બિગરી-2, ભાઠા, અજરાઈ, માસા અને મટવાડ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અમદાવાદના વાસણામાં મેન્ડેટ આપવા છતાં કોંગ્રેસ ઉમેદવારે છેલ્લી ઘડી સુધી ફોર્મ ભર્યું જ નહીં. OBC ઉમેદવાર ફાલ્ગુનીબેન રાવલ ફોર્મ ભરવા ન આવતા શહેર સમિતિ દોડતી થઈ હતી. અનેક વખત ફોન કરવા છતાં ફાલ્ગુનીબેન રાવલે કોઈના ફોન ઉપાડ્યા જ નહીં અને અંતે કોંગ્રેસનું OBC બેઠક પર એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી
ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !
ઉમેદવાર જાહેર કરતા પહેલા ભાજપને સુરક્ષાની જરૂર પડી, કાર્યાલયે હથિયારધારી પોલીસ ગોઠવાઈ



