Home Politics માત્ર વિપુલ પટેલે નહીં પંકજ દેસાઈ સહીત ખેડા-નડિયાદ BJPના મોટાભાગના નેતાઓએ પૈસા...

માત્ર વિપુલ પટેલે નહીં પંકજ દેસાઈ સહીત ખેડા-નડિયાદ BJPના મોટાભાગના નેતાઓએ પૈસા બનાવ્યા !

AI Image

Face Of Nation 06-04-2026 : કપાળે ચાંલ્લા હોય તે તમામ શાહુકાર હોય તે જરૂરી નથી. ઘણી વાર કપાળે ચાંલ્લા ન કરનારા શાહુકારી દેખાડી જાય છે અને કપાળે ચાંલ્લા કરીને બદમાશ પણ બાજી મારી જાય છે. ખેડા જિલ્લાના કદાવર નેતા અને અમુલના ચેરમેન વિપુલ પટેલના કપાળે ચાંલ્લો કરેલો હોય છે છતાં તેઓએ આજે એક કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું કે, “છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા”. ખેડાના ભાજપના નેતાએ એક નિવેદન આપ્યું જે ચર્ચાસ્પદ બની ગયું. જો કે આમાં ચર્ચાસ્પદ બનવા જેવું કે આશ્વર્ય જેવું કશું છે નહિ પરંતુ નેતાજીએ જાહેરમાં સ્વીકાર કર્યો એટલે મોટી વાત થઇ ગઈ છે. ખેડા, નડિયાદના ભાજપના મોટાભાગના નેતાઓએ પૈસા બનાવ્યા છે. તંત્રનો અને સરકારી અધિકારીઓનો દુરુપયોગ કરીને આ નેતાઓ કરોડોના આસામી થઇ ગયા છે. પંકજ “ગોટીયો” પણ આ પૈસાદાર નેતાઓમાંથી એક છે. જેણે નડિયાદમાં ઘણા કૌભાંડો કર્યા પરંતુ કેટલાક પત્રકારો અને પોલીસ તંત્રના અધિકારીઓ તેના બંગલે સલામ મારવા જતા હોવાથી તેની વિરુદ્ધના કોઈ સમાચારો જાહેરમાં આવતા નથી. પંકજ ગોટીયાના ચાવવાના અલગ અને દેખાડવાના અલગ છે. હાલમાં નડિયાદના બિલ્ડરો ઉપર પંકજના ચાર હાથ છે. ભાજપના મોટાભાગના નેતાઓએ પૈસા બનાવ્યા છે પરંતુ વિપુલ પટેલ જેવી મર્દાનગી કોઈનામાં નથી કે જે જાહેરમાં સ્વીકારે કે “હા, મેં પૈસા બનાવ્યા છે.” રાજકારણમાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતના આક્ષેપો તો છાશવારે લાગતા હોય છે, પરંતુ જ્યારે કોઈ નેતા સ્વયં મંચ પરથી આવો સ્વીકાર કરે ત્યારે તે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બને છે.
ખેડા જિલ્લામાં ભાજપના એક નેતા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે. વિરોધ પક્ષોએ આ મુદ્દાને ઉઠાવીને સત્તાધારી પક્ષ પર નિશાન સાધ્યું છે અને પારદર્શકતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. આવા નિવેદનો રાજકીય વિશ્વસનીયતા માટે પડકારરૂપ બની શકે છે. બીજી તરફ, ભાજપના કેટલાક નેતાઓએ આ નિવેદનને વ્યક્તિગત અભિપ્રાય ગણાવીને પાર્ટીની સત્તાવાર સ્થિતિથી અલગ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટી હંમેશા પારદર્શક અને સ્વચ્છ શાસન માટે પ્રતિબદ્ધ રહી છે.
નડિયાદના દાંડી માર્ગ ઉપર બનાવવામાં આવેલા બાંધકામોએ મોટા કૌભાંડની ચાડી ખાય છે પરંતુ આ કૌભાંડમાં નડિયાદના ધારાસભ્ય અને માથાભારે નેતા એવા પંકજ દેસાઈ ઉર્ફે ગોટીયો ખુદ સંડોવાયેલો હોવાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જો પંકજ દેસાઈની આવક અંગે તપાસ કરવામાં આવે તો કરોડોની બેનામી સંપત્તિનો પર્દાફાશ થાય તેમ છે. જો કે દેસાઈએ કેટલાક રૂપિયા પક્ષને પણ આપ્યા હોવાથી પક્ષ દ્વારા તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે તેમ નથી. પંકજે કેટલાક સ્થાનિક પત્રકારોને પણ ખરીદી લીધા છે જેના લીધે તેના કૌભાંડ અંગે કોઈ સમાચારો રજૂ ન કરી શકે. ગોટીયાના ઈશારે જ નડિયાદમાં પોલીસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવે છે જેથી પંકજની સામે બોલનારને કાયદાની આડશ લઈને દબાવી શકાય. દેસાઈ જેવા ભાજપમાં અનેક નેતાઓ છે પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની કે સમાચાર લખવાની હિંમત ધરાવતું નથી. ખેર ! હાલ તો ખેડાના દિગ્ગ્જ નેતાએ કરેલા ઘટસ્ફોટથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે અને એ વાત પણ જાહેર થઇ ગઈ છે કે નેતાઓએ રાજકારણના સહારે અઢળક રૂપિયા બનાવ્યા છે.
કોણ છે નિવેદન કરનાર વિપુલ પટેલ ?
વિપુલ પટેલ લાંબા સમયથી ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પાયાના સ્તંભ રહ્યા છે. તેમણે સંગઠનમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી જેવા અત્યંત જવાબદારીપૂર્વકના હોદ્દાઓ શોભાવ્યા છે. માત્ર રાજકારણ જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રમાં પણ તેમનું પ્રભુત્વ છે; તેઓ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને વર્તમાનમાં પણ અમૂલ ડેરીમાં ડિરેક્ટર તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ભાજપની લોકપ્રિયતા છે પછી મોદીની શું જરૂર ?, વિશ્વકર્મા માટે ચેલેન્જ : “આપ”ને લીધે ડરનો માહોલ

ગુજરાતમાં “ભાજપ”ની જ રણનીતિથી “આપ” મજબૂત વિકલ્પ બની રહી છે

જેતલપુર ગુરુકુળ ન લખી આપનારા મોટા પી.પી સ્વામીના શિષ્યને શિરપાવ ?

ફૂડ વિભાગ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે અને રેસ્ટોરન્ટોના ભોજનમાંથી વંદા-જીવડાં નીકળી રહ્યા છે