Home Politics ભારતીય મીડિયાના “વિશ્વગુરુ” ચૂંટણીમાં વ્યસ્ત, પાકિસ્તાન અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે મધ્યસ્થી !

ભારતીય મીડિયાના “વિશ્વગુરુ” ચૂંટણીમાં વ્યસ્ત, પાકિસ્તાન અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે મધ્યસ્થી !

Face Of Nation 08-04-2026 : ભારતીય મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લા કેટલાક વર્ષોમાં “વિશ્વગુરુ”ની છબી ઊભી કરી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણની તાજેતરની ઘટનાઓએ એક અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી તણાવભરી સ્થિતિમાં આખી દુનિયા ચિંતિત હતી, આવતીકાલે શું થશે અને શું ઈરાનની છેલ્લી રાત હશે તેને લઈને વિશ્વભરમાં અનેક ચર્ચાઓ હતી. તેવામાં અચાનક સોશિયલ સાઈટ ઉપર એક જાહેરાત થાય છે અને આ જાહેરાત અમેરિકા દ્વારા કરવામાં આવે છે. તે સીઝફાયર એટલે કે યુદ્ધ વિરામની હોય છે. સૌથી આશ્વર્યજનક બાબત એ છે કે, આ યુદ્ધ વિરામની જાહેરાતમાં પાકિસ્તાનની મધ્યસ્થીનો ઉલ્લેખ કરવામાં આવે છે. અહીં સવાલ થાય કે, શું વિશ્વગુરુ એટલા સક્ષમ નહોતા કે તેઓ સીઝફાયર કરાવી શકે ? જો મોદી ખરેખર વિશ્વગુરુ છે તો પછી કેમ તેઓએ આ અંગે ઈરાન અને અમેરિકા સાથે યુદ્ધ વિરામ અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે વાતચીત કરીને સુખદ નિવેડો ન લાવ્યો ? અહીં સ્પષ્ટ થયું કે, મોદી માત્ર ભારતીય મીડિયા માટે વિશ્વગુરુ છે, વિશ્વ માટે નહીં.
પાકિસ્તાન, જે આતંકવાદ અને રાજકીય અસ્થિરતાને લઈને ચર્ચામાં રહે છે, તે અચાનક એક રાજનૈતિક ખેલાડી તરીકે સામે આવ્યું. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવને ધ્યાનમાં લેતા આ પ્રકારની મધ્યસ્થી એક મોટો રાજનૈતિક ફેરફાર માનવામાં આવે છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ભારત ક્યાં ઉભું છે તે પ્રશ્ન પણ મહત્વનો છે. વિશ્વગુરુ બનવાની દાવેદારી સાથે ભારતે વૈશ્વિક સ્તરે પોતાની છાપ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આવા મહત્વપૂર્ણ મુદ્દે સક્રિય ભાગ ન લેવું આ દાવાને પડકાર આપે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન આ પ્રકારની ભૂમિકા ભજવે છે. સીઝફાયરની ઘટનાએ એક મહત્વપૂર્ણ સંદેશ એ પણ આપ્યો છે કે વૈશ્વિક રાજકારણમાં માત્ર આર્થિક કે સૈન્ય શક્તિ પૂરતી નથી, પરંતુ રાજનૈતિક કુશળતા અને સમયસરના પગલાં પણ એટલા જ મહત્વના છે. આ સમગ્ર પ્રકરણ માત્ર સીઝફાયર સુધી મર્યાદિત નથી. તે વૈશ્વિક શક્તિ સંતુલન, રાજનૈતિક વ્યૂહરચના જેવા મુદ્દાઓ પર પણ વિચાર કરવા માટે મજબૂર કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

પાકિસ્તાન મધ્યસ્થી, બે અઠવાડિયા સુધી અમેરિકાનું “સીઝફાયર”, ઈરાન-ઇઝરાયેલ પણ તૈયાર

વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપ ભેરવાઈ : પ્રમુખને લોકોએ “શાકબકાલું વેચનાર” ગણાવ્યા !