Home News કેમ ડરપોક BJP દર વખતે જવાબ આપવાને બદલે વિરોધીઓના નિવેદનોને “જનતાનું અપમાન”...

કેમ ડરપોક BJP દર વખતે જવાબ આપવાને બદલે વિરોધીઓના નિવેદનોને “જનતાનું અપમાન” બનાવે છે ?

Face Of Nation 06-04-2026 : 2002 પહેલા ક્યારેય એવું રાજકારણ જોવાયું નથી કે જેમાં રાજનેતા વિરોધીઓના નિવેદનોને “જનતાના અપમાન” તરીકે ઓળખાવતા હોય કે જનતાના માથે ઢોળીને છટકી જતા હોય. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી અને બાદમાં વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાતીઓ અને ગુજરાતનું અપમાન છાસવારે થાય છે. જયારે જયારે વિરોધીઓ ભાજપ ઉપર હાવી થાય છે ત્યારે ત્યારે ગુજરાતીઓ અને દેશનું અપમાન થાય છે. આ બાબતે આજદિન સુધી કોઈ મીડિયાએ લખવાની કે સવાલ કરવાની હિંમત શુધ્ધા કરી નથી. જયારે જયારે ભાજપના નેતાઓ કે ભાજપ ગુજરાતનું અપમાન વિરોધીઓના નિવેદનથી થયું તેવો મુદ્દો ઉઠાવે છે ત્યારે ત્યારે મીડિયા પણ તેને ભરપૂર કવરેજ આપીને હકીકતમાં ગુજરાતીઓની આબરૂના લીરેલીરા ઉડાડી દે છે. રાજકારણીઓ અંદરો અંદર નિવેદનો આપે છે તેને દર વખતે પ્રજાના માથે ચઢાવી દેવું નબળી રાજકીય માનસિકતા છતી કરે છે. વિધાનસભામાં કે રાજ્યસભામાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો પણ “જનતાનું અપમાન” થઇ જાય છે. આ વાત ભાજપીઓને ચોક્કસ ખટકશે.
જયારે કોઈ વિરોધ પક્ષના નેતા ભાજપને કે ભાજપના નેતાને ટાર્ગેટ કરીને નિવેદનો આપે છે ત્યારે ભાજપ અને ભાજપના નેતાઓ ગુજરાતીઓના માથે આ નિવેદન ઢોળી દે છે. ગુજરાતીઓ પણ ભાજપ અને ભાજપી નેતાઓના નિવેદનોને જાણે કે આવકારે છે અને જીહજૂરી કરવાનું શરૂ કરે છે. આ વાતનો લાભ સત્તાધારીઓ આબાદ ઉઠાવી લે છે. કોઈ નેતાઓ કે રાજકીય પક્ષોની આંતરિક બાબતે કે રાજકીય બાબતે અંદરો અંદર થતા નિવેદનોથી પ્રજાને શું લેવા દેવા ? ભાજપ એટલું ડરપોક અને નબળી માનસિકતા ધરાવે છે કે જયારે વિરોધ પક્ષ તેમની વિરુદ્ધ કાંઈ બોલે એટલે પ્રજાના ઉપર નિવેદનો ઢોળીને પ્રજાની સંવેદના લેવાના પ્રયાસ કરે છે અને જો કોઈ સારા કામો કરે ત્યારે નરેન્દ્ર મોદીની વાહવાહી કરવામાં આવે છે. ક્યારેય ભાજપ કે ભાજપના નેતાઓ સારી કામગીરીની પ્રશંસા પ્રજાના માથે ઢોળતા નથી પરંતુ વિરોધ પક્ષના નિવેદનો ચોક્કસ પ્રજાના માથે ઢોળી દે છે. પ્રજા પણ આક્રોશ કે આવેશમાં આવીને આ નિવેદનોને આવકારે છે. તેથી જ ભાજપના નેતાઓને મજા પડી ગઈ છે કે વિરોધ પક્ષ કાંઈ પણ કહે ગુજરાતની જનતાના માથે ઢોળીને છટકી જઈ શાહુકાર બની જવાનું. આ બાબતે જો કોઈ લખે કે અવાજ ઉઠાવે તો તેને દેશદ્રોહી અથવા પ્રજાદ્રોહીનું બિરુદ આપી ખોટા કેસો કરીને બદનામ કરી દેવામાં આવે છે. ભાજપને બીજું કશું આવડતું પણ નથી. સરકારી તંત્ર અને પ્રજાના નામનો ઉપયોગ વિરોધીઓ સામે કેવી રીતે કરવો તેમાં ભાજપે અને પક્ષના નેતાઓએ કદાચ પીએચડી કરેલું છે.
માત્ર ગુજરાતમાં જ એવા નિવેદનોને આવકાર આપવામાં આવે છે કે, જે નિવેદનો સત્તા વિરુદ્ધ કે ભાજપ વિરુદ્ધ કરવામાં આવ્યા હોય તેને જનતાના માથે ઢોળી દેવામાં આવ્યા હોય. આવું નબળું રાજકારણ ભારત સિવાય કોઈ દેશમાં નથી. ક્યારે વિશ્વના કોઈ નેતાઓએ તેમની સામે થયેલા આક્ષેપોને પ્રજાના માથે ચઢાવ્યા ? આ બાબત ખુબ ગંભીર છે અને સત્તાધારી ભાજપ માટે ખુબ શરમજનક પણ છે કે જેઓ વિરોધીઓના નિવેદનો સામે લડત આપી શકતા નથી તેઓ માત્ર પ્રજાના માથે ઢોળીને બચવાના પ્રયાસો કરે છે. જયારે જયારે ભાજપના માથે કે ભાજપના નેતાઓના માથે આફત આવી છે અને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ત્યારે ત્યારે તેને ગુજરાતીઓ કે ભારતીયોના અપમાન અથવા ગુજરાત કે ભારતનું અપમાન દર્શાવીને દબાવી દેવામાં આવે છે. નબળો શાસક પક્ષ તેનો સામનો કરી શકતો નથી એટલે કરોડો ગુજરાતીઓ અથવા ભારતીયોના અપમાનના નામે નિવેદનો કરવા ઉતરી પડે છે અને દેખાવોનું આયોજન કરે છે. હજુ પણ એ સવાલનો કોઈ જવાબ નથી કે, રાજકીય ગતિવિધિઓ માટે થતી નિવેદન બાજીથી પ્રજાને શું લેવા દેવા ? કેમ હરહંમેશ મોદી સહિતના નેતાઓ અને ભાજપ કશું પણ થાય તો તેની સામે બોલવાને બદલે પ્રજાના નામે ચઢાવી દે છે. ખરેખર મોદી સહીત ભાજપ એટલી ડરપોક છે કે જે વિરોધીઓના નિવેદનોનો જવાબ પણ આપી શકતી નથી ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ભાજપની લોકપ્રિયતા છે પછી મોદીની શું જરૂર ?, વિશ્વકર્મા માટે ચેલેન્જ : “આપ”ને લીધે ડરનો માહોલ

જેતલપુર ગુરુકુળ ન લખી આપનારા મોટા પી.પી સ્વામીના શિષ્યને શિરપાવ ?