Home News ફૂડ વિભાગ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે અને રેસ્ટોરન્ટોના ભોજનમાંથી વંદા-જીવડાં નીકળી રહ્યા છે

ફૂડ વિભાગ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે અને રેસ્ટોરન્ટોના ભોજનમાંથી વંદા-જીવડાં નીકળી રહ્યા છે

Face Of Nation 04-04-2026 : સરકારનો ફૂડ વિભાગ ત્યારે ભાગદોડ કરે છે જયારે કોઈ હોટેલના ભોજનમાંથી વંદા-જીવડાં નીકળવાની ફરિયાદ આવે છે. સરકારને કે અધિકારીઓને પ્રજાના આરોગ્યની ચિંતા નથી. વાર તહેવારે હોટેલો દ્વારા ફૂડ વિભાગના અધિકારીઓ અને લગતા વળગતા વિભાગોના અધિકારીઓને ફૂડ પેકેટ વિનામૂલ્યે મોકલી આપે છે સાથે કવર પણ આપવામાં આવે છે. જેના બદલામાં અધિકારીઓ હોટેલોમાં ફૂડનું કે સ્વચ્છતા બાબતનું ચેકીંગ કરતા નથી અને જો કરે તો ક્લીન ચિટ આપી દેવામાં આવે છે. તાજેતરમાં હોટેલોના ભોજનમાંથી વંદા-જીવડાં નીકળવાના કિસ્સાઓ વધી રહ્યા છે જેની સામે તંત્રએ કડકાઈ દાખવવી અત્યંત જરૂરી બની છે.
નવરંગપુરામાં આવેલા 1944 હોક્કો કીચનમાં એક ગ્રાહકે મંગાવેલી દાળ ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો. એક વર્ષના બાળકે ખીચડી ખાધી પણ હતી, રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ જેથી ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. 31 માર્ચે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી. થોડા સમય અગાઉ શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. 19 માર્ચે રાજકોટના પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં રાત્રે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સેન્ડવીચ પર વંદો ફરતો જોઈ વીડિયો બનાવ્યો હતો. 17 માર્ચે અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ ‘Komo by Kaffa’ નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. 12 માર્ચે અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. 4 મહિના પહેલાં અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને પણ આવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં.
આમ, દિન પ્રતિદિન વધતા જતા ભોજનમાં જીવડાં નીકળવાના બનાવો તંત્રના અધિકારીઓના ભ્રષ્ટાચારની પોલ ખોલે છે. તેમ છતાં સરકાર દ્વારા પ્રજાના આરોગ્ય બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવી રહી નથી કે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે પણ કોઈ કડક પગલાં ભરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી નથી. ખરેખર તો જે હોટેલ કે રેસ્ટોરન્ટમાં આવી ઘટના બને તેને છ મહિનાથી લઈને એક વર્ષ સુધી સીલ મારીને 50 હજારથી એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવી જોઈએ જેથી કરીને તમામ લોકો સ્વચ્છતાને લઈને જાગૃત રહે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કાલુપુર સ્વા. મંદિરના પી.પીના શિષ્ય સંસારમાં, જેતલપુરના પી.પીના શિષ્યને મહંત પદ !

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પાવર હર્ષ સંઘવીનો : આનંદીબેનના સમયનું પુનરાવર્તન ?