Face Of Nation 11-04-2026 : નેતાઓ જયારે સત્તાધારી પક્ષની સામે વિરોધ કરવા ઉતરે છે ત્યારે પ્રજાને ભોઠ સમજીને જાતભાતના નિવેદનો કરે છે. હાર્દિક પટેલે અનામત આંદોલન સમયે નિવેદન આપ્યું હતું કે, “મારી માં નું ધાવણ લાજે જો હું ભાજપમાં જાવ”. અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, “સૂરજ ચંદ્રની સાક્ષીએ કહું છું કે હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવ”. અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાએ નિવેદન આપ્યું હતું કે, “સૂરજદાદા આથમણે ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ”. આવા નિવેદનો કરનારા તમામ નેતાઓ હાલ ભાજપમાં છે. એક સમયે મોદી અને ભાજપને ભાંડતા આ તમામ નેતાઓને આજે થુંકેલુ ચાટવું પડી રહ્યું છે અને તેઓ હાલમાં ભાજપના ખોળે બેઠા છે. વ્યક્તિએ તેની ઈચ્છા અનુસાર કોઈ પણ રાજકીય પક્ષનો ઝંડો પકડવો જોઈએ. તેમાં કશું ખોટું નથી પરંતુ તે ઝંડા પકડવા માટે પ્રજાને ભોઠ કે અભણ કે મૂર્ખ સમજીને જે શેખીઓ મારવામાં આવે છે તે ખોટું છે. આવા નેતાઓને પ્રજાએ ખરેખર તેમનો પાવર દેખાડવો જરૂરી હોય છે. જે નેતાઓ તેમની ખુદની જનેતાનું ધાવણ લજવે કે જે નેતાઓ સૂરજ ચંદ્રની ખોટી સાક્ષીઓ પુરે કે જે નેતાઓ સૂરજદાદા આથમણે ઉગવાની રાહ પણ ન જુએ તે પ્રજાનું શું સારું વિચારી શકે કે પ્રજાના વિકાસને લઈને શું તેમનું જીવન ખપાવી શકે તે એક મોટો પ્રશ્ન છે.
ચૂંટણી આવતા વેંત પક્ષ પલટુઓ કુવામાં ના દેડકાની જેમ બહાર આવે છે. આ નેતાઓની ખાસ કોઈ ઈજ્જત હોતી નથી એટલે તેઓ એવી નાવડીમાં સવારી કરવા માંગે છે જે નાવડી તેમને ડૂબવા ન દે. રાજકારણમાં કોઈ કાયમી દુશમન કે કાયમી દોસ્ત નથી હોતા. રાજકારણમાં રહેલા મોટાભાગના લોકો માટે આબરૂ, ઈજ્જત કે બોલેલા શબ્દો પાડવા જેવા શબ્દોનું કશું મહત્વ નથી હોતું. આ લોકોને માત્ર એક જ ટાર્ગેટ હોય છે કે, પ્રજાને કેવી રીતે મૂર્ખ બનાવી આપણો રોટલો શેકવો. ખડગેએ બોલીને ગુજરાતીઓનું અપમાન કર્યું છે અને આવા નેતાઓએ કાર્ય કરીને ગુજરાતીઓનું અપમાન કર્યું છે પરંતુ તેની સામે બોલવા માટે કોઈ તૈયાર નથી કેમ કે, આ નેતાઓ ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાયા એટલા દુધે ધોયેલા કે સાધુ સંત. આ માન્યતા હવે પ્રજાના માનસપટ ઉપરથી ભૂંસાઈ રહી છે. પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે, તેમના ખભાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોઈ એક વ્યક્તિને તેનો લાભ મળે છે. સમાજ કે ખેડૂતોના નામે આંદોલન કરનાર નેતાઓ રાતોરાત માલામાલ બની જાય છે અને સત્તા સ્થાને બેસી જાય છે પરંતુ જેના નામે આંદોલન કરવામાં આવે છે તે આમ નાગરિક ત્યાંનો ત્યાં રસ્તે જ ઉભો હોય છે. ધીમે ધીમે હવે આ વાત લોકોને સમજાઈ રહી છે. મીડિયા સમાચાર રજૂ કરે તેની કોઈ રાહ નથી જોતું હવે લોકો જ એક્ટિવ થઇ ગયા છે અને સોશિયલ સાઈટો ઉપર આવા નેતાઓ વિરુદ્ધ રોષ ઠાલવીને તેમને તેમની ઓકાત દેખાડી રહ્યા છે. પ્રજા સાચા રસ્તે જઈ રહી છે. મીડિયા સત્તાના ખોળામાં બેસી જતા પ્રજાએ પોતે હવે તેમની સાથે ખોટું કરનારા કે તેમના કામ ન કરનારા નેતાઓને ઉઘાડા પાડવા સોશિયલ પ્લેટફોર્મનો સહારો લીધો છે. જેનાથી પક્ષપલ્ટુ નેતાઓ ઉઘાડા પડી જાય છે અને કોઈને મોઢું દેખાડવાના લાયક પણ રહેતા નથી. જો કે આવા નેતાઓને માટે કોઈ શેહશરમ જેવું નથી તેમને મન તો બસ અપમાન કરાવીને પણ પોતાનો વિકાસ થતો હોય તો તેવા અનેક અપમાનો મંજુર હોય છે. ખેર ! પ્રજા જાગૃત બની છે એ જ મોટી વાત છે નહિ તો દર મહિને એક નેતા પક્ષપલ્ટુ બને અને તેનો રાજકીય રોટલો પ્રજાના માથે શેકે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી
જેતલપુર ગુરુકુળ ન લખી આપનારા મોટા પી.પી સ્વામીના શિષ્યને શિરપાવ ?
ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !



