Home News પાખંડી રામ સ્વામીને સ્થાને જીગ્નેશ દાદા અમેરિકામાં કથા કરશે : કાલુપુર સ્વામી....

પાખંડી રામ સ્વામીને સ્થાને જીગ્નેશ દાદા અમેરિકામાં કથા કરશે : કાલુપુર સ્વામી. સંપ્રદાય “દાદા”ને શરણે

Face Of Nation 16-04-2026 : જે સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતની કોર્ટમાં એવું જાહેર કર્યું છે કે, “અમે હિન્દૂ ધર્મનો ભાગ નથી” તે હિન્દુધર્મના કથાકાર હવે તે જ સંપ્રદાય માટે ભાગવત કથા કરવા માટે અમેરિકા જશે. ધાર્મિક ગુરુઓ આજે પૈસાના પૂજારી બની ગયા છે અને પૈસા માટે તેઓ ગમે તે કરવા તૈયાર હોય છે. આ વાતની સાક્ષી આજે અમેરિકામાં યોજાનાર એક કાર્યક્રમ પુરે છે. વ્યાસપીઠ ઉપરથી યુવતી સાથે નજર લાગી જતા જે સ્વામિનારાયણ સંપ્રદાયના પાખંડી રામ સ્વામી સંસારી બની ગયા તેમનુ સ્થાન રાધે રાધેના નામથી પ્રખ્યાત બનેલા જીગ્નેશ દાદા લેશે. અમેરિકા સ્થિત કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં જીગ્નેશ દાદાની કથાનું આયોજન ખુદ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે. અહીં પ્રશ્ન એ છે કે, જીગ્નેશ દાદા કાલુપુર મંદિરના આચાર્યને પોતાને કથા આપવાની ભલામણ લઈને ગયા કે પછી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય જીગ્નેશ દાદાને કથા કરવા માટે કરગરવા ગયા. આ વાતથી એમ પણ કહી શકાય કે, કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા પાસે કથાકારો ખૂટી પડ્યા એટલે હવે તેઓએ જીગ્નેશ દાદાનું શરણું લેવું પડ્યું છે. જેમને સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગો વિષે પણ ખબર નથી તે દાદા શું સ્વામિનારાયણ નામનો સત્સંગ કરશે ? સંપ્રદાયના સાધુઓના મુખેથી શ્રીમદ ભાગવત કથામાં પણ સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રોનું રસપાન સાંભળતા ભક્તોને હવે જીગ્નેશ દાદા પાસેથી તે સાંભળવા મળશે નહીં. આશ્વર્યજનક અને હાસ્યાસ્પદ વાત છે કે, અત્યાર સુધી જે રામ સ્વામી અમેરિકાના મંદિરોમાં કથા કરતા હતા તેમને સ્થાને હવે “દાદા” કથા કરશે. જીગ્નેશ દાદા જે મંદિરમાં કથા કરવાના છે તે મંદિરમાં પહેલા રામ સ્વામી કથા કરશે તેવું નક્કી હતું પરંતુ રામ સ્વામીને સંસારનો મોહ લાગતા સંસારમાં રહીને કથાકાર બનેલા જીગ્નેશ દાદાને બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અમેરિકામાં એક કથાના 25 હજાર ડોલર (ભારતીય નાણાંમાં 23 લાખ) લેનારા કથાકાર જીગ્નેશ દાદાએ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કથા કરવા શું ડીલ કરી હશે તે એક પ્રશ્ન છે. કથા કરતા કરતા મહિલા સાથે આંખ લાગી જતા સંસારી બની જતા રામ સ્વામીનું સ્થાન લઇ શકે તેવા સાધુઓ હવે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય પાસે રહ્યા ન હોઈ તેઓએ જીગ્નેશ દાદાની શરણ લીધી છે. “આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા” આ યુક્તિ કદાચ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય અને જીગ્નેશ દાદા વચ્ચે સાર્થક થતી લાગે છે. અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરોમાં અત્યાર સુધી જેટલા પ્રસંગો આવ્યા તેટલા પ્રસંગોમાં પાખંડી રામ સ્વામીની અથવા તો અન્ય સાધુઓની વ્યાસપીઠે કથાનું આયોજન થતું હતું, પરંતુ રામ સ્વામી સંસારમાં ચાલ્યા ગયા હોવાથી કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય પાસે એવો કોઈ મજબૂત અને પ્રતિષ્ઠિત કથાકાર સાધુ નથી એટલે જીગ્નેશ દાદાનું શરણું લેવું પડ્યું છે.
જીગ્નેશ દાદાએ પણ “તથાસ્તુ” પ્રોજેક્ટના ઉઘરાણા માટે એક સારું મંચ મળ્યું છે તેમ માનીને શ્રીમદ ભાગવત સત્સંગ કથાનું આયોજન સ્વીકારી લીધું છે. સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રો વિષે જેમને કોઈ જ્ઞાન નથી તેવા કથાકાર હવે સ્વામિનારાયણ મંદિરમાં વ્યાસપીઠે બિરાજશે. કથાની આમંત્રણ પત્રિકામાં જણાવ્યા અનુસાર, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને આચાર્ય કૌશલેન્દ્ર પાંડેની આજ્ઞાથી સ્વામિનારાયણ મંદિર બોસ્ટન દ્વારા 20માં વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અમેરિકાના લોવેલ, મેસેચ્યુસસ ખાતે 13 થી 19 જુલાઈ સુધી યોજાશે. અહીં આશ્વર્યજનક બાબત એવી છે કે, આજદિન સુધી ક્યારેય સનાતન ધર્મના કથાકારોને વ્યાસપીઠે ન બેસાડનાર સંપ્રદાયને અચાનક જીગ્નેશ દાદા ઉપર કેમ પ્રેમ ઉભરાઈ ગયો કે, સંપ્રદાયના કથાકારોને સાઈડમાં રાખીને સનાતન ધર્મના કથાકારની શરણ લેવી પડી ? પોતાને સનાતની કથાકાર કહેવડાવતા જીગ્નેશ દાદા કદાચ પૈસાના મોહમાં એ ભૂલી ગયા કે, આ જ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન દેવી દેવતાઓનું કેટલું અને કેવી રીતે અપમાન કરવામાં આવ્યું છે. ખરેખર તો ભક્તો કે આમ નાગરિકોને હિન્દૂ દેવીદેવતાઓ અપમાનના નામે વાદ-વિવાદોમાં સપડાઈ દેવામાં આવે છે પરંતુ કથાકારો અને સાધુઓ તો અંદરખાને એક જ હોય છે તે આ ચિત્ર ઉપરથી સ્પષ્ટ થાય છે.
અમેરિકા કમાણી માટે કથાકારો અને ધર્મગુરુઓમાં હોટફેવરિટ
ભારતના કથાકારો, ધર્મગુરુઓ અને સંપ્રદાયોને હવે દેશ કરતા વિદેશનો વધુ મોહ છે. દેશમાં જે બદનામ છે તેનું વિદેશમાં નામ છે. ડોલરો ઉઘરાવીને જલસા કરતા કથાકારો અત્યારે દર વર્ષે વિદેશની ટુર મારે છે. જ્યાં કથા કરવાના ડોલરમાં ચાર્જ લેવામાં આવે છે. મોટાભાગના લોકોએ ધર્મને ધંધો બનાવી દીધો છે અને વિદેશમાં આ ધંધાને ફેલાવવા મહેનત કરી રહ્યા છે. દેશમાંથી જે ભક્ત સો રૂપિયા આપશે તે વિદેશમાંથી સો ડોલર આપશે. આવા વિચારોને કારણે વિદેશની હેરાફેરી વધી ગઈ છે. ઘણા કથાકારોના તો વિદેશમાં એજન્ટો સક્રિય છે જે ભાવતાલ નક્કી કરે છે. વિદેશમાં જેવો ભક્ત તેવો ભાવ આપીને મહારાજની કે બાપુની પધરામણીઓ માટે પણ ડોલરમાં સેવા નક્કી કરવામાં આવે છે. ખરેખર તો સામાન્ય નાગરિક કરતા આવા કથાકારો અને સાધુઓને પૈસા અને વૈભવી જીવનશૈલીનો મોહ વધારે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ઐતિહાસિક : કહ્યું તે કરી બતાવ્યું, ચીખલોડમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !

સરદાર માટે ન બોલનારા ડાયરા કલાકારોની ગુજરાત માટે લાગણી દુભાઈ !, પ્રજાના પ્રશ્નો ઉપર પડદો પાડવા પ્રયાસ

લ્યો કરો મતદાન : પ્રજા સાથે છેતરપિંડી કરવાનું નવું હથિયાર “બિન હરીફ”, 2021માં 237 લોકો મતદાન વિના જીત્યા !