Face Of Nation 15-04-2026 : ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે જેમાં, તમામ ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેંચીને ચૂંટણીના બહિષ્કાર મુદ્દે સ્થાનિકોનો સાથ આપ્યો છે. ફાગવેલ તાલુકાના ચીખલોડ બેઠક ઉપર ઉમેદવારોએ જ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાની માહિતી મળી છે. આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ સહીત ચારેય ઉમેદવારોએ આ નિર્ણય લઇ એક ઐતિહાસિક કામગીરી કરી છે. આજદિન સુધી ક્યારેય ગુજરાતના રાજકારણમાં આવી ઘટના બની નથી.ચૂંટણી બહિષ્કારની ધમકીઓ તો છાસવારે લોકો આપે છે. પરંતુ ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું છે કે, ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી અને ઉમેદવારોએ તે ચીમકીને સાથ આપ્યાના ભાગરૂપે તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચીને ગામ સાથે ઉભા રહ્યા. ગ્રામજનોએ જે કહ્યું તે કરી દેખાડ્યું છે. જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી ચીખલોડ ગામને નવો રચાયેલ ફાગવેલ તાલુકામાં સામેલ કરવાના સરકારના નિર્ણયનો ગ્રામજનો અને મહિલાઓ દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારથી નારાજ લોકો તાલુકા બદલવાના નિર્ણય સામે મામલતદાર કચેરી કે અન્ય વહીવટી સેવાઓ માટે ફાગવેલને બદલે કપડવંજ સાથે જોડાયેલા રહેવા માગે છે. આ વિરોધના ભાગરૂપે ગ્રામજનો સાથે ઉમેદવારોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
થોડા સમય પહેલાં ચીખલોડની ભાજપની 100થી વધુ મહિલાઓએ કચેરીમાં હલ્લાબોલ કરીને પ્રમુખ જે.કે. પરમારના ટેબલ પર ખેસ મૂકી દીધા હતા. તે સમયે મહિલાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણયને બદલીને ચીખલોડને કપડવંજમાં જ રાખવાની ઉગ્ર માંગણી હતી તેમણે ચૂંટણી અને ટેક્ષના બહિષ્કારની ચીમકી પણ આપી હતી. આ ચીમકી આપ્યા બાદ આજે તેઓએ તે પ્રમાણેની કામગીરી પણ કરી દેખાડી હોવાનું જાણવા મળ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
કથાકાર જીગ્નેશ દાદાનું બિલ્ડરોને 2 થી 3 ટકે પૈસા ધિરાણ !, અનુયાયીઓનો ઇન્કાર
ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !



