Home News પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ધારાસભ્યોના પુત્રો કે સગાવ્હાલાની ટિકિટ માટે દાવેદારી

પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ધારાસભ્યોના પુત્રો કે સગાવ્હાલાની ટિકિટ માટે દાવેદારી

AI Image

Face Of Nation 04-04-2026 : પાલિકા અને પંચાયતની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. અનેક શહેરોમાં ધારાસભ્યોના પુત્રો કે સગાવ્હાલાઓએ ટિકિટ માટે જુદા જુદા રાજકીય પક્ષોમાં દાવેદારી કરી છે. અમદાવાદ સહિતના શહેરોમાં રાજકીય દિગ્ગ્જ્જોના પુત્રો કે સગાવ્હાલાઓએ સેન્સ પ્રક્રિયા દરમ્યાન ટિકિટની દાવેદારી નોંધાવી હોવાની વાતો પ્રકાશમાં આવી છે. ભાજપમાં આવેલા કેટલાક કોંગ્રેસના નેતાઓએ તેમના કાર્યકરો માટે પણ ટિકિટની દાવેદારી માટે ભલામણ કરી છે તેવામાં ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા જ રાજકીય પક્ષોમાં ભડકો થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
અમદાવાદ શાહીબાગમાં શાહીબાગમાં ખાડિયા વોર્ડની સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા હતા. જેમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટના પુત્ર જૈવલ ભટ્ટ અને ખાડિયા વોર્ડમાંથી ચૂંટણી લડી ચૂકેલા પૂર્વ કોર્પોરેટર મયુર દવેના પુત્ર શાલીન દવેએ દાવેદારી નોંધાવી હતી. પ્રિન્સિપાલ અને એડવોકેટ મહિલાઓ પણ ભાજપની ટિકિટ લેવા સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા હતા. સુરતમાં પાટીદાર અગ્રણી ધાર્મિક માલવિયાએ ભાજપમાંથી તો તેમના પત્ની એડવોકેટ મોનાલી હિરપરાએ AAPમાંથી દાવેદારી નોંધાવી હતી. બંને પતિ-પત્નીએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-2માંથી જ ટિકિટ માગી છે. ઉલ્લેખનીય છે કે AAPના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, મોનાલી હિરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મામલે વિવાદ થતાં મોનાલી હિરપરાએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે મેં 2026ના કોર્પોરેશનના ઇલેક્શનમાં કોઈ જ રાજકીય પક્ષમાંથી દાવેદારી નોંધાવી નથી બીજી બાજુ લાજ કાઢી દેરાણી-જેઠાણી પણ ટિકિટ માંગવા પહોંચ્યા હતા. રાજકોટમાં હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાના દીકરાએ પણ ટિકિટ માંગી હતી.
આમ, ચૂંટણી આવતા જ રાજકીય નેતાઓના સગાવ્હાલાઓ અને ભલામણોથી દાવેદારી કરનારાઓની સંખ્યા વધી રહી છે. ડાયરા કલાકારો અને ગાયક કલાકારોના ઓળખીતાઓએ પણ ટિકિટ માટે ભલામણોનો દોર શરૂ કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કાલુપુર સ્વા. મંદિરના પી.પીના શિષ્ય સંસારમાં, જેતલપુરના પી.પીના શિષ્યને મહંત પદ !

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પાવર હર્ષ સંઘવીનો : આનંદીબેનના સમયનું પુનરાવર્તન ?

ગુજરાતમાં “ભાજપ”ની જ રણનીતિથી “આપ” મજબૂત વિકલ્પ બની રહી છે