Home Uncategorized 30 વર્ષથી સરકાર છતાં ભાજપને ઉમેદવારો ખરીદવા પડે છે અને વિપક્ષીઓને આવકારવા...

30 વર્ષથી સરકાર છતાં ભાજપને ઉમેદવારો ખરીદવા પડે છે અને વિપક્ષીઓને આવકારવા પડે છે !

Face Of Nation 17-04-2026 : 30 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે છતાં આજે આ પક્ષને ઉમેદવારો ખરીદવાની અને વિપક્ષીઓને આવકારવાની ફરજ પડી રહી છે. ખરેખર જોવા જઇ તો ભાજપ પક્ષ વિપક્ષીઓના સહારે જ મજબૂત બની રહ્યો છે. હાલની ભાજપની કામગીરી જોતા એમ લાગે છે કે, ભાજપના કાર્યકરો તો કોઈ કામના જ નથી એટલે જ પક્ષને વિપક્ષી નેતાઓ અને ઉમેદવારોને ખરીદવા પડે છે અને તેમને ટિકિટ આપી મેદાનમાં ઉતારવા પડે છે. જે સરકાર પ્રજામાં લોકપ્રિય હોવાના દેખાવડા કરે છે અને જે સરકાર પ્રજાની સરકાર હોવાની વાતો કરે છે તો તે સત્તાના નેતાઓ કેમ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારોને ખરીદવા નીકળી પડે છે, ડરાવે છે, ધમકાવે છે અને તેનું ફોર્મ પાછું ખેંચાવે છે. જો તમે પ્રજાનો પ્રેમ ધરાવતા હોવ તો ગમે તે તમારી સામે હોય તમારે કોઈ ચિંતા કરવાની ન હોય છતાં ભાજપને ચિંતા કરવી પડે છે તે ગંભીર બાબત છે. આ બાબત જ કહી દેખાડે છે કે, વિરોધ પક્ષમાંથી આવેલા ઉમેદવારો ભાજપને ઉજળું રાખે છે બાકી ભાજપના પાયાના કાર્યકરો કે નેતાઓની કોઈ તાકાત નથી કે તેઓ એકલા હાથે પક્ષને જીત અપાવી શકે.
ભાજપના નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે એક જ વાત છે અને ઠેર ઠેર આ બોલ બચ્ચન એક જ વાતનું રટણ કરે રાખે છે કે, લુખ્ખાઓને છોડવામાં નહિ આવે. અરે ! 30 વર્ષથી તમારી સરકાર છે લુખ્ખાઓ ઉભા કેવી રીતે થયા ? હવે લુખ્ખાઓને નહીં છોડવામાં આવે ?. હર્ષ સંઘવી પાસે કોઈ બીજી પ્રજાના વિકાસ કાર્યો શું કર્યા તે બાબતની કોઈ વાત જ નથી એટલે હંમેશા “લુખ્ખાઓ” શબ્દ ઉપર જ તેમની પિન ચોંટી જાય છે. ખેર ! સમજી શકાય કે ભાજપના નેતાઓ પાસે હવે કોઈ વાત જ એવી નથી કે મુદ્દા જ એવા નથી કે જેના સહારે તે પ્રજા પાસે મત માંગવા જઈ શકે એટલે તેઓને ઉમેદવારો તોડવાની અથવા તો તેમના ફોર્મ રદ્દ કરાવવાની ફરજ પડી છે. લોકશાહીનું ચીર હરણ કરીને રાજ્યના ઇતિહાસમાં લખાય તેવી રાજનીતિ ભાજપે કરી છે. પ્રજામાં લોકપ્રિય હોવાના દેખાવડા કરતા આ પક્ષે નૈતિકતા ગુમાવી દીધી છે. પહેલા મોદીની એક પોસ્ટ ઉપર 9 સારી કોમેન્ટ લખાતી હતી અને 1 ખરાબ કોમેન્ટ લખાતી. આજે આ ચિત્ર ઊંધું થઇ ગયું છે ભાજપ અને મોદીની પોસ્ટ ઉપર સોશિયલ મીડિયામાં 9 કોમેન્ટો ખરાબ લખાય છે અને એકાદ સારી લખાય છે. આ વાત જ દેખાડે છે કે હવે ભાજપની લોકપ્રિયતા પ્રજામાં નથી અને તેથી જ ડરી ગયેલી ભાજપે શામ,દામ અને દંડનો સહારો લીધો છે.
અમરાઈવાડીમાં ભાજપ વિરુદ્ધ ભાજપીઓનો જ રોષ
અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં મહિલા કાર્યકર્તાઓએ પોતાનો બળાપો ઠાલવ્યો છે. અમરાઈવાડી વોર્ડની મહિલા ઉમેદવાર સક્રિય સભ્ય નથી, વોર્ડમાં કોઈ કામમાં નથી આવ્યા બાયોડેટા નથી આપ્યો અને સેન્સ પણ નથી આપી છતાં પણ ટિકિટ આપી દેવામાં આવી છે. જેના ઉપર વિશ્વાસ મૂક્યો એમણે જ કામની કદર કરી નથી. સક્ષમ પૈસાવાળા લોકો જ ચાલે છે. પાર્ટીના સિનિયર અને વફાદાર લોકો જોઈતા નથી. રાજ્યના મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ વિશે પણ ગ્રુપમાં મેસેજ લખવામાં આવ્યો છે કે ઋષિકેશ પટેલ સમાજનું કામ કરી નથી શકતા તો રાજ્યનું શું કામ કરશે.ગ્રુપમાં વાઇરલ થયેલા મેસેજમાં ધારાસભ્યએ જ બધું રાંધ્યું છે અને પીઠ પાછળ ઘા માર્યો છે એવું લખવામાં આવ્યું છે.
ભાજપ વિરોધી પોસ્ટર હટાવવા કોર્પોરેશન પહોંચતા વિરોધ
અમદાવાદમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની અસારવા વિધાનસભામાં અસારવા વોર્ડમાં ભાજપ વિરોધી લાગેલા પોસ્ટરો ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. કમળનું ફૂલ અમારી ભૂલ લખેલા પોસ્ટર ઉતારવાની કાર્યવાહી કરતાં સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા. સરકારી પોસ્ટર ન હોવા છતાં પણ ભાજપ વિરોધી લાગેલું પોસ્ટર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઉતારવા પહોંચ્યા હતા જેને લઇને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

પાલિકા-પંચાયતની ચૂંટણી : નામદાર ચીફ જસ્ટીસ સાહેબ, શું આ તમાશો તમે જોઈ રહ્યા નથી ?, સુઓમોટો ક્યારે ?

ડાયરા કલાકારો અને કથાકારો ભાજપના ગુલામ બન્યા : “મતદાતા”નો “મતાધિકાર” છીનવાયો ત્યારે એકેય ન બોલ્યા !

ઐતિહાસિક : કહ્યું તે કરી બતાવ્યું, ચીખલોડમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

કથાકાર જીગ્નેશ દાદાનું બિલ્ડરોને 2 થી 3 ટકે પૈસા ધિરાણ !, અનુયાયીઓનો ઇન્કાર