Home News ડાયરા કલાકારો અને કથાકારો ભાજપના ગુલામ બન્યા : “મતદાતા”નો “મતાધિકાર” છીનવાયો ત્યારે...

ડાયરા કલાકારો અને કથાકારો ભાજપના ગુલામ બન્યા : “મતદાતા”નો “મતાધિકાર” છીનવાયો ત્યારે એકેય ન બોલ્યા !

Face Of Nation 16-04-2026 : જે પ્રજાએ ડાયરા કલાકારો અને કથાકારોને એક ઓળખ આપી તે જ પ્રજાના પીઠમાં આમાંથી કેટલાક લોકોએ ખંજર ભોંક્યા. સત્તાના ગુણગાન ગાતા આ લોકોએ દેશનો એવો દ્રોહ કર્યો કે, પ્રજા પાસેથી જયારે મતાધિકાર છીનવાઈ ગયો ત્યારે એક શબ્દ શુધ્ધા ન બોલીને તેમની કાયરતા દેખાડી. હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને શામ, દામ અને દંડ વાપરીને તોડવાના પેંતરા થયા છે. ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. જે ઘટનાએ અનેક મતદારો પાસેથી તેમનો મતાધિકાર છિનવી લીધો છે. ખરેખર આ લોકોને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે જેઓ પ્રજાનો અવાજ તો ન બની શક્યા પણ સત્તાના દલાલ જરૂર બની ગયા. ગુજરાતના અનેક ડાયરા કલાકારોએ જયારે કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું તો તેની સામે બોલવા ઉતરી પડ્યા પણ જયારે રાજ્યમાં વિરોધ પક્ષના ઉમેદવારોને તોડીને રાજનીતિના ખેલ રમાઈ રહ્યા હતા ત્યારે એકેય ડાયરા કલાકાર કે કથાકાર એમ કહેવા તૈયાર નથી કે, લોકશાહી દેશમાં આ બધું ખોટું થઇ રહ્યું છે. આ બધી બાબતો એ વાતની સ્પષ્ટ ચાડી ખાય છે કે, કેટલાક ડાયરા કરનારાઓ અને કથાકારો ભાજપને શરણે તેના પ્રભાવમાં આંધળા થઇ ગયા છે.
ચૂંટણીના સમયમાં કેટલાક કલાકારો અને કથાકારો ખુલ્લેઆમ રાજકીય પક્ષોના સમર્થનમાં જોવા મળતા હોવાના કારણે પ્રશ્નો ઊભા થયા છે, કે શું આ સાંસ્કૃતિક કે કથાના મંચો હવે રાજકીય પ્રભાવ હેઠળ આવી રહ્યા છે ? ડાયરા અને કથાઓ ગુજરાતની પરંપરાગત ઓળખ છે, જેનો હેતુ સમાજમાં જાગૃતિ, મનોરંજન અને સંસ્કૃતિનું સંવર્ધન કરવાનો રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાર્યક્રમોમાં જોવા મળ્યું છે કે, સત્તાધારી પક્ષની રાજકીય વિચારધારાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવે છે. સત્તાધારી પક્ષના નેતાઓની પ્રશંસા થાય છે. વિપક્ષી વિચારોને અવગણવામાં આવે છે. જેને કારણે લોકો માની રહ્યા છે કે, આ મંચો હવે “નિષ્પક્ષ” નથી રહ્યા. સાંસ્કૃતિક અને ધાર્મિક મંચો જ જયારે રાજકીય બની જાય છે ત્યારે ચૂંટણીમાં સ્પર્ધા ઘટે છે અને તે લોકશાહી માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે. આવી ઘટનાઓથી લોકશાહીને અંત તરફ ધકેલવામાં આવે છે સાથે જ ધર્મને અને સંસ્કૃતિને પણ પતન તરફ ધકેલવામાં આવે છે, કેમ કે લોકોને ધાર્મિક અને સાંસ્કૃતિક મંચો ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. આવનારી પેઠીને હાલના ધર્મગુરુઓ ઉપર વિશ્વાસ રહ્યો નથી તેવામાં સત્તાની ગુલામી આ વિશ્વાસ તોડવામાં મહત્વનો ભાગ ભજવશે.
સરકારી ઓફિસોમાંથી કે નેતાઓ પાસે કામ કઢાવવા લોકો હવે ડાયરા કલાકારો અને કથાકારોને ભલામણ કરવા કહે છે. અનેક નામી કથાકારો છે જેઓ નેતાઓ પાસે બિલ્ડરો અને ધંધાદારીઓની ભલામણો થકી પૈસા બનાવી લે છે. આ ભલામણની સામે સ્ટેજ ઉપરથી સત્તાની આરતી ઉતારવામાં આવે છે. આવા નમાલા લોકો પણ એટલા જ જવાબદાર છે જેટલા નેતાઓ. કેમ કે, આ લોકો પણ પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે. નેતાઓ તો નેતા જ છે અને તે તેમનું રાજકીય કાર્ય કરી રહ્યા છે પરંતુ જે લોકો ડાયરો કે કથાની આડશ લઈને સત્તાની દલાલી કરી રહ્યા છે તે ખુબ જ ખતરનાક લોકો છે. કેમ કે આવા લોકો “મુંહ મે રામ ઔર બગલમે છૂરી” જેવું વર્તન કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

પક્ષના સિદ્ધાંતોને ખાડામાં નાંખી “હલકી રાજનીતિ”ના સહારે BJP, લોકશાહી અંત તરફ, તાનાશાહીનો ઉદય

પાખંડી રામ સ્વામીને સ્થાને જીગ્નેશ દાદા અમેરિકામાં કથા કરશે : કાલુપુર સ્વામી. સંપ્રદાય “દાદા”ને શરણે

ઐતિહાસિક : કહ્યું તે કરી બતાવ્યું, ચીખલોડમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા