Home News કથાકાર જીગ્નેશ દાદાનું બિલ્ડરોને 2 થી 3 ટકે પૈસા ધિરાણ !, અનુયાયીઓનો...

કથાકાર જીગ્નેશ દાદાનું બિલ્ડરોને 2 થી 3 ટકે પૈસા ધિરાણ !, અનુયાયીઓનો ઇન્કાર

Face Of Nation 15-04-2026 : જયારે જયારે કોઈ કૌભાંડી કે ગુનેગાર પકડાય છે ત્યારે તેમના કનેક્શનો ધાર્મિક ગુરુઓ, કથાકારો કે સાધુ-સંતો સાથે હોવાના ઘટસ્ફોટ અનેકવાર થાય છે. છેલ્લા ઘણા સમયથી ધર્મના નામે ધજાગરા કરનારા પાખંડીઓનો રીતસર રાફળો ફાટી નીકળ્યો છે. સંસ્થા, શાળા, સારવાર અને સત્તા આ ચાર “કમાણી” માટેના મુખ્ય સાધનો થઇ ગયા છે, જેમાં ક્યારેય ખોટ આવતી નથી. માત્ર નફો જ નફો છે. ગુજરાતમાં છેલ્લા દસેક વર્ષથી જેમનું નામ કથાકાર તરીકે પ્રખ્યાત થયું છે તેવા જીગ્નેશ દાદા ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે. સમગ્ર સાયન્સ સીટી વિસ્તારમાં હાલ જીગ્નેશ દાદા અને મિતેષ પટેલ ચર્ચાસ્થાને છે. મિતેષ પટેલ એટલે કે, જેનું નામ તાજેતરમાં એક જમીન કૌભાંડમાં ખુલ્યું અને તેની સામે પોલીસ ફરિયાદ થતા તેની પત્ની સહીત તેના ભાઈની પોલીસે ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. આ મિતેષ પટેલ અને કથાકાર જીગ્નેશ દાદા વચ્ચે ઘરોબો હતો અને વારંવાર બંને વચ્ચે પૈસાની લેતીદેતી થઇ છે. આ લેતીદેતી રોકડમાં થઇ છે. જે વાતને કેટલાક અંગત લોકોએ નામ ન લખવાની શરતે સમર્થન આપ્યું છે. આ લેણદેણ જાહેરમાં કે કોઈ અનુયાયીની હાજરીમાં થઇ નથી. જેને કારણે અનુયાયીઓના મતે દાદા નિર્દોષ છે, એમાં કાંઈ નવાઈની વાત નથી કેમ, કે દરેક અનુયાયીઓ માટે તેમના ધર્મગુરુ નિર્દોષ જ હોય છે. કથાના નામે ઉઘરાવવામાં આવતા પૈસા જો ખરેખર ધિરાણ માટે વપરાતા હોય તો દાદા સામે ઉઠેલા આ આક્ષેપોની તપાસ થવી જરૂરી છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. દાદા આ મામલે જાહેરમાં રડીને એમ કહે કે, ભક્તો તમારા દાદા ઉપર આક્ષેપ લાગ્યો છે, શું તમને લાગે છે હું આવું કરી શકું ? આવી ઈમોશનલ વાતો જો દાદા વ્યાસપીઠેથી કરે તો લોકોની સહાનુભૂતિ મળી જાય અને લોકો આ બધી બાબતોનો વિશ્વાસ પણ ન કરે.
અનેક સાધુ-સંતો કે ધર્મગુરુઓના પૈસા બિલ્ડરો કે ધંધાદારીઓ સાથે વ્યાજે ધીરાતા હોય છે. અમદાવાદમાં અનેક એવા બિલ્ડરો છે જેમને કેટલાય સાધુ સંતો કે ધર્મગુરુઓએ વ્યાજે પૈસા આપ્યા છે. આ વ્યવહાર રોકડો હોય છે અને તેથી જ તેના પુરાવાઓ હોતા નથી. આ તમામ વ્યવહારો લેખિત નોંધ સ્વરૂપે રાખવામાં આવે છે. તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના કાલુપુર મંદિરના મહંતની નાણાં ધીરેલ લખાણ સાથેની ચોપડીનો ફેસ ઓફ નેશને ઘટસ્ફોટ કર્યો હતો. આ ચોપડીમાં કોને કેટલા રૂપિયા કેટલા ટકા વ્યાજે આપવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ હતો. આવા અનેક સાધુઓ અને સંતો તથા ધર્મગુરુઓ છે કે જેઓ ધર્મની આડશ લઈને પૈસા ઉઘરાવે છે અને તે પૈસા બિલ્ડરો, રાજકારણીઓ કે ધંધાર્થીઓને વ્યાજે આપે છે. ખેર આજે વાત કરીએ પ્રખ્યાત કથાકાર જીગ્નેશ દાદા ઉપર લાગેલા આક્ષેપની. વ્યાસપીઠે બેસીને સુફિયાણી વાતો અને લોકો ઈમોશનલ થઇ જાય તેમ કથા કરીને “તથાસ્તુ”ના નામે પૈસા ભેગા કરતા આ દાદા તે પૈસાનો ઉપયોગ બિલ્ડરોને 2 થી 3 ટકે ધીરતા હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ઉઠી છે. આ ચર્ચામાં કેટલી તથ્યતા તે તો ઇડી કે પોલીસની તપાસ ઉપરથી જ ખબર પડે તેમ છે. તેમના અનુયાયીઓના મતે, દાદાને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. તેઓ વધુમાં એમ પણ જણાવી રહ્યા છે કે, દાદાને બદનામ કરવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કેટલાક લોકો દ્વારા આવી વાતો ઉડાડવામાં આવી રહી છે કેમ કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સોલા ખાતે યોજાયેલી કથામાં આયોજકો અને દાદા વચ્ચે માથાકૂટ થઇ હતી.
સામાન્ય વ્યક્તિ પ્રખ્યાત બન્યા બાદ કોઈ કાંડમાં સપડાય છે ત્યારે તેની પ્રતિષ્ઠાને ઘણી અસર પહોંચે પરંતુ જયારે કોઈ ધર્મગુરુ કે સાધુ પ્રખ્યાત બન્યા બાદ કોઈ કાંડકરતા ઝડપાય છે ત્યારે તેમની પ્રતિષ્ઠાને એવો કાંઈ ખાસ ફરક પડતો નથી કેમ કે તેમના અનુયાયીઓના મતે તેઓ હંમેશા “નિર્દોષ” જ હોય છે. સાયન્સ સિટી વિસ્તારમાંથી તાજેતરમાં છેતરપિંડી મામલે પકડાયેલા એક બિલ્ડરે કથાકાર જીગ્નેશ દાદાનું 3.5 કરોડનું ફુલેકુ ઉડાડ્યું હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. હાલ તમામ ઠેકાણે આ મુદ્દો ચર્ચાસ્પદ છે. બિલ્ડર અને જીગ્નેશ દાદાના ખાસ અંગત સબંધો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર છે. સાયન્સ સિટીમાં આવેલી એક સોસાયટીમાં રહેતા જીગ્નેશ દાદા આ બિલ્ડર ઉપર વિશેષ મહેરબાન હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે. બિલ્ડરે જીગ્નેશ દાદા પાસે અનેકવાર પૈસાની માંગણી કરી હતી પરંતુ દાદાએ ના પાડી દીધી હોવાની વાત તેમના નજીકના લોકોએ સ્વીકારી છે. આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે, બિલ્ડર અને જીગ્નેશ દાદા વચ્ચે પૈસાની લેતી અંગે ચર્ચા થતી હતી જે અનુયાયી સાંભળી ગયો હતો.
જીગ્નેશ દાદાના અનુયાયી રાજ પટેલે કહ્યું, “જીગ્નેશ દાદાના પૈસા નથી પરંતુ મનહરકાકાના 5 CR છે”
સમગ્ર સાયન્સ સિટીમાં ઉઠેલી ચર્ચા અંગે વાતચીત કરતા જીગ્નેશ દાદાના ખાસ અનુયાયી રાજ પટેલે ફેસ ઓફ નેશન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “એમાં દાદાના નથી, દાદાના ત્યાં જે આવતા હતા મનહરકાકા એમના 5 સીઆર(કરોડ) છે. હું તેમની સાથે ટચમાં છું, હતો અને રહેવાનો છું. અમે બધા રોજ રાતે ભેગા થતા હતા અને હું તેમના ગ્રુપના કોઈને નથી ઓળખતો એવું નથી, બધાને ઓળખું છું. દાદાનો એક રૂપિયો નથી. આ ખુબ ચર્ચાઈ ગયું છે કે દાદાના પૈસા છે. સાયન્સ સિટીની કથામાં મિતેષભાઈ કોન્ટેકમાં આવ્યા હતા.” મિતેષ પટેલ અને દાદા વચ્ચે પૈસાની લેતીદેતી મામલે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દાદાના કોઈ પૈસા નથી પરંતુ મિતેષ પટેલ પાસેથી તથાસ્તુમાં લખાવેલ પૈસા તેમની પાસેથી લેવાના નીકળે છે” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !

ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !

સરદાર માટે ન બોલનારા ડાયરા કલાકારોની ગુજરાત માટે લાગણી દુભાઈ !, પ્રજાના પ્રશ્નો ઉપર પડદો પાડવા પ્રયાસ