Home Uncategorized જજોએ બોલવામાં ભાન રાખવું જોઈએ : CJIની એક ટિપ્પણીએ યુવાનોને ઉશ્કેર્યા

જજોએ બોલવામાં ભાન રાખવું જોઈએ : CJIની એક ટિપ્પણીએ યુવાનોને ઉશ્કેર્યા

Face Of Nation 20-05-2026 : જયારે કોઈ વિરોધ પક્ષનો નેતાનું નિવેદન કે સમાચાર ઉપર પ્રજાને ભડકાવવા બદલ પોલીસ કેસ થાય છે તો પછી જયારે આજે ખુદ ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશના નિવેદનથી યુવાનો ઉશ્કેરાયા છે તો તેમની સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે ? ખરેખર જજો જે ખુરશી ઉપર બેઠા છે ત્યાંથી તેઓએ બોલવામાં ચોક્કસ ભાન રાખવું જોઈએ. જજો સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નથી કે બોલી શકતું નથી તેનો એ મતલબ પણ નથી કે જજોને જે મનમાં આવે તે બોલી નાખે. આજે જજના એક નિવેદનને લીધે સમગ્ર ભારતના યુવાનો એક મંચ ઉપર આવીને પોતાની જાતને કોકરોચ ગણાવી રહ્યા છે. સીજેઆઈએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશના બેકાર યુવાનો જે સોશિયલ મીડિયા ઉપર સરકાર સામે વિરોધ કરે છે તેની પાસે કોઈ રોજગાર નથી, નોકરી ધંધો નથી અને તે સિસ્ટમમાં માત્ર કોકરોચ (વંદો) જેવા છે. બસ, આ નિવેદનને યુવાનોએ માથે ઓઢી લીધું અને બનાવી કોકરોચ જનતા પાર્ટી. આ પાર્ટીને ઠેર ઠેર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. જેન જીની આ પાર્ટીથી હાલ રાજકીય પાર્ટીઓની ઊંઘ હરામ થઇ ગઈ છે.
ભારત જેવા લોકશાહી દેશોમાં દરેક બંધારણીય પદ સાથે જવાબદારી પણ જોડાયેલી હોય છે. રાજકારણીઓ હોય, અધિકારીઓ હોય કે પછી ન્યાયપાલિકા સાથે જોડાયેલા જજો, દરેક વ્યક્તિએ પોતાના શબ્દોનો પ્રભાવ સમજવો જરૂરી બને છે. ખાસ કરીને દેશની સર્વોચ્ચ અદાલતના જજો દ્વારા આપવામાં આવતા નિવેદનો સમાજ ઉપર સીધી અસર કરતા હોય છે. તેથી જ કહેવાય છે કે, મોટી ખુરશી સાથે મોટી જવાબદારી પણ આવે છે.
તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ના એક નિવેદન બાદ સમગ્ર દેશમાં ચર્ચા અને વિવાદનો માહોલ ઉભો થયો છે. સોશિયલ મીડિયા ઉપર CJIએ દેશના બેરોજગાર યુવાનોને “કોકરોચ” જેવા ગણાવતા નિવેદનથી યુવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ યુવાનો પોતાની જાતને “કોકરોચ” કહીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર “કોકરોચ જનતા પાર્ટી” નામે એક અભિયાન પણ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે, જો કોઈ વિરોધ પક્ષનો નેતા, કાર્યકર અથવા મીડિયા સંસ્થા દ્વારા આપવામાં આવેલા નિવેદનથી સમાજમાં ઉશ્કેરાટ ફેલાય તો તેમની સામે પોલીસ કેસ થઈ શકે છે, તો પછી જજોના નિવેદનો અંગે કોઈ ચર્ચા કે જવાબદારી કેમ ન હોય ? શું બંધારણીય પદ ઉપર બેઠેલા લોકોના શબ્દોનું મૂલ્યાંકન થવું જોઈએ નહીં ? ખરેખર જજો જે સ્થાન ઉપર બેઠા છે ત્યાંથી દરેક શબ્દ ખૂબ જ વિચારપૂર્વક બોલવો જોઈએ. કારણ કે સામાન્ય માણસ માટે સુપ્રીમ કોર્ટ અને તેના જજો દેશની સૌથી વિશ્વસનીય સંસ્થાઓમાં ગણાય છે. જો ત્યાંથી આવતું કોઈ નિવેદન લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે અથવા કોઈ વર્ગને અપમાનિત કરે તેવી લાગણી ઉભી થાય તો તેની અસર દૂર સુધી જઈ શકે છે.
આજે સ્થિતિ એવી બની ગઈ છે કે, દેશભરના અનેક યુવાનો એક મંચ ઉપર આવી રહ્યા છે અને પોતાના ગુસ્સાને “કોકરોચ જનતા પાર્ટી”ને સહયોગ આપીને વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દે મીમ્સ, પોસ્ટ્સ અને વીડિયોનો મારો ચાલી રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે, યુવાનોમાં પહેલાથી જ બેરોજગારી, મોંઘવારી અને ભવિષ્ય અંગેની ચિંતા વધી રહી છે, ત્યારે આવા નિવેદનો તેમની લાગણીઓને વધુ ઉશ્કેરી શકે છે. લોકશાહીમાં સવાલ પૂછવા એ પ્રજાનો અધિકાર છે. કોઈપણ વ્યક્તિ, ભલે તે રાજકારણી હોય કે જજ, તેના શબ્દોની અસર માટે ચર્ચા થવી જ જોઈએ. કારણ કે દેશની યુવા પેઢી માત્ર ભાવનાઓથી નહીં પરંતુ સન્માન અને વિશ્વાસથી પણ જોડાયેલી હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

પ્રજા શાસકના આંધળા પ્રેમમાં : પેટ્રોલ-ડીઝલનો ભાવ 500 પહોંચી જાય તો પણ સત્તાને આંચ આવે તેમ નથી

ઈરાન યુદ્ધ તો માત્ર બહાનું, ભારતનું અર્થતંત્ર 2011થી ડામાડોળ, શો-બાજી નહીં સચ્ચાઈ જુઓ

પ્રજા સાથે દ્રોહ : ધારાસભ્યોથી માંડીને પેપરો બધું ફૂટી જાય છે : NEETનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ : ફરીથી લેવાશે