Face Of Nation 17-05-2026 : કોંગ્રેસના શાસનમાં જે પ્રજા પેટ્રોલ-ડીઝલ અને તેલ સહીત અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ વધતા તો ઉગ્ર થઇ જતી હતી તે પ્રજા આજે પેટ્રોલ ડીઝલના ભાવો 100 સુધી પહોંચી ગયા હોવા છતાં તેની સામે એક હર્ફ શુદ્ધા ઉચ્ચારતી નથી. પ્રજા શાસકના એટલા આંધળા પ્રેમમાં પડી ગઈ છે કે, શાસક જો પેટ્રોલ-ડીઝલનો ભાવ 500 કરી નાખે તો પણ સત્તાને ઉની આંચ આવે તેમ નથી. આજે એ વાત નક્કી થઇ ગઈ છે કે, જો ભારતમાં કોઈ રાજકીય પક્ષે રાજ કરવું હોય તો હિન્દૂ-મુસ્લિમના મુદ્દાને હાથો બનાવવો પડશે. મોદીએ મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફર માત્ર આ એક જ મુદ્દાથી સફળતાપૂર્વક પાર પાડી દીધી. મોદી શાસનમાં જેટલો સરકારી તંત્રનો ઉપયોગ થાય છે તેટલો અગાઉ ક્યારેય થયો નથી. સમય ક્યારેય કોઈનો સ્થિર રહ્યો નથી કે રહેશે પણ નહીં, પરંતુ મોદી આવતીકાલ માટે ભયાનક રાજનીતિના ખેલ લોકોને શીખવાડી જશે તેમ કહેવામાં પણ કોઈ બે મત નથી. અમે કોઈ કોંગ્રેસી નથી કે ભાજપી નથી પરંતુ પ્રજાના હિતમાં એક તટસ્થ સમાચાર લખવા એ અમારી નૈતિક ફરજ માનીને તેને અદા કરીએ છીએ.
ભારતની રાજનીતિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે. એક સમય એવો હતો જ્યારે પેટ્રોલ-ડીઝલ, ગેસ, ખાદ્યતેલ અથવા અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ વધતા જ પ્રજા રસ્તા ઉપર ઉતરી આવતી હતી. આ જ સત્તાધારી ભાજપ પ્રજાના બેલી હોવાનું મુખોટું પહેરીને આગજની દેખાવો કરતી હતી, તોડફોડ કરતી હતી અને સરકારી મિલ્કતોને નુકસાન પહોંચાડતી હતી. કોંગ્રેસ સરકારના સમયમાં મોંઘવારી સામે ભારે વિરોધ પ્રદર્શનો થતા, સરકારને ઘેરવાનો પ્રયાસ થતો અને મીડિયા પણ સતત આ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરતું હતું. પરંતુ આજની પરિસ્થિતિ સંપૂર્ણ અલગ દેખાઈ રહી છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા હોવા છતાં પ્રજાનો મોટો વર્ગ મૌન છે. મોંઘવારી સતત વધી રહી છે, પરંતુ તેની સામે પહેલાની જેમ જનઆક્રોશ જોવા મળતો નથી. એ વાત હવે ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ છે કે, પ્રજાનો એક મોટો વર્ગ શાસકના એટલા આંધળા પ્રેમમાં પડી ગયો છે કે, જો પેટ્રોલ-ડીઝલના ભાવ 500 રૂપિયા સુધી પણ પહોંચી જાય તો પણ સત્તાને આંચ આવે તેવી સ્થિતિ નથી. આજની રાજનીતિમાં વિકાસ, રોજગારી અને અર્થતંત્ર કરતા ધાર્મિક અને ભાવનાત્મક મુદ્દાઓને વધુ મહત્વ મળતું જોવા મળે છે. ખાસ કરીને “હિન્દૂ-મુસ્લિમ”નો મુદ્દો આજે રાજકારણનું સૌથી અસરકારક હથિયાર બની ગયો છે. એવું કહેવામાં આવે છે કે, જો ભારતમાં કોઈ રાજકીય પક્ષે લાંબા સમય સુધી સત્તા ટકાવવી હોય તો તેને ધાર્મિક ધ્રુવીકરણનો રસ્તો અપનાવવો પડે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની સફર દરમિયાન આ રાજકીય વ્યૂહરચનાનો ખૂબ જ અસરકારક ઉપયોગ કર્યો હોવાનો તેમના વિરોધીઓ આરોપ લગાવતા રહ્યા છે.
મોદી સરકારના સમયમાં સરકારી તંત્રનો જે સ્તરે ઉપયોગ થઈ રહ્યો છે તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે. તપાસ એજન્સીઓથી લઈને વહીવટી તંત્ર સુધી રાજકીય અસર વધી હોવાના આક્ષેપો સતત સામે આવતા રહ્યા છે. વિરોધ પક્ષોનું માનવું છે કે સત્તા હવે માત્ર ચૂંટણી જીતવા પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થાને રાજકીય રીતે નિયંત્રિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સમય ક્યારેય કોઈનો સ્થિર રહ્યો નથી અને રહેશે પણ નહીં. દરેક શાસનનો એક સમયગાળો હોય છે. પરંતુ આજે જે પ્રકારની રાજનીતિ દેશને શીખવવામાં આવી રહી છે તે આવનારી પેઢીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે જ્યારે પ્રજા સવાલ પૂછવાનું બંધ કરી દે અને માત્ર નેતાની છબીમાં વિશ્વાસ રાખવા લાગે ત્યારે લોકશાહી ધીમે ધીમે નબળી પડવા લાગે છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે, કોઈપણ સત્તા સામે સવાલ પૂછવો એ દેશદ્રોહ નથી. લોકશાહીમાં સવાલ પૂછવો પ્રજાનો અધિકાર છે. અમે કોઈ કોંગ્રેસી નથી કે ભાજપી નથી. પરંતુ પ્રજાના હિતમાં તટસ્થ રીતે હકીકતો રજૂ કરવી અને સમાજને વિચારવા માટે મજબૂર કરવું એ જ સાચી પત્રકારિતાની નૈતિક ફરજ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
દેશની હકીકત જોવી હોય તો, સરકાર માત્ર એક વર્ષ સમાચાર કંપનીઓની જાહેરાતો બંધ કરી દે !
જયારે વડાપ્રધાન ખુદ જાહેરમાં આવીને અપીલ કરે ત્યારે સમજી જવું કે દેશ વિકટ પરિસ્થિતિમાં છે
બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર
VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો



