Face Of Nation 22-04-2026 : ગુજરાતીમાં એક કહેવત છે કે, “ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે” એટલે સૌ કોઇ પોતાના ફાયદાને જ જુએ છે. આ કહેવત જીગ્નેશ ઠાકરે સાર્થક કરી દેખાડી છે. ધર્મની આડમાં કથાના નામે પૈસો ભેગો કરીને માત્ર બ્રાહ્મણો માટે વિદ્યાપીઠ બનાવનારા જીગ્નેશ ઠાકરે છેલ્લા પંદર વર્ષમાં પૈસાદાર લોકોને ટાર્ગેટ કરીને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે. કથાના આયોજનથી માંડીને પૈસાની લેવડદેવડ સુધીની તમામ કામગીરી જીગ્નેશ ઠાકરે તેના જ સગા ભાઈ ભાર્ગવ ઠાકરને સોંપી છે. કદાચ આ પહેલા એવા કથાકાર હશે કે જેમના આયોજનમાં વહીવટદારમાં પણ તેમનો જ પરિવાર છે, બે ભાઈઓએ ભેગા મળીને લોકોને હિન્દૂ ધર્મના નામે સોફ્ટ ટાર્ગેટ કરવામાં ગજબ મગજ દોડાવ્યું છે તેમ કહેવામાં કોઈ અતિશક્યોક્તિ નથી. અત્યારસુધી દેશ વિદેશમાંથી જીગ્નેશ ઠાકરે કથાના નામે તથાસ્તુઃ પ્રોજેક્ટને આગળ ધરીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. પટેલ અને ઠક્કર આ બે સમાજ ધર્મના નામે કોઈ પણ કથાકાર ઉભો થઇ જાય તો તેને માલામાલ બનાવી દે છે અને બસ, તેમની આ ભોળપણ કે ગાંડપણનો લાભ જીગ્નેશ ઠાકર જેવા કથાકારો આબાદ ઉઠાવી રહ્યા છે. પૈસાની સાથે જીગ્નેશ ઠાકર જેવા કથાકારોને લોકો પગે લાગે છે અને ભગવાન માને છે તેથી તેઓને કર્મકાંડમાં કોઈ રસ નથી હોતો.
ફેસ ઓફ નેશને જયારે જીગ્નેશ ઠાકરની કથાઓ અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, કથાનું સમગ્ર આયોજન અને રકમ જીગ્નેશનો ભાઈ ભાર્ગવ ઠાકર નક્કી કરે છે. બંને ભાઈઓ હંમેશા એકસાથે હોય છે. કથા હોય કે જીગ્નેશ ઠાકરને મળવું હોય, પહેલા તેના ભાઈનો સંપર્ક કરવો પડે છે અને બાદમાં જીગ્નેશ ઠાકર સુધી મુલાકાત થઇ શકે છે. કથામાં આવતી રકમોનો વહીવટ કે હિસાબ પણ ભાર્ગવ ઠાકર કરે છે. બહારના કોઈ માણસો કે અનુયાયીઓને કશી ખબર નથી હોતી કે જીગ્નેશ ઠાકર પાસે આવી રહેલા દાનના પૈસા ક્યાં જાય છે અને કોને આપવામાં આવે છે તેથી જ કદાચ સગા ભાઈને જ વહીવટદાર બનાવી દેવામાં આવ્યો છે. ધર્મની આડશ લઈને બેઠેલા આવા કથાકારોને લોકો પ્રોત્સાહન આપતા હોવાથી મીડિયા પણ તેની સામે લખવાની કે બોલવાની હિંમત રાખતું નથી પરંતુ ફેસ ઓફ નેશન હંમેશા સત્યની પડખે હોય છે. ધર્મની નામે ધજાગરા કરનારા કે પાખંડ કરનારાને તો ઉઘાડા પાડવા ફેસ ઓફ નેશન ક્યારેય પાછીપાની કરતું નથી કે કરશે પણ નહીં. કેમ કે, ધર્મની આડમાં વેપાર કરનારા લોકો આસ્થા અને શ્રદ્ધાનો નાશ વાળી રહ્યા છે. આ લોકો ધર્મનો પ્રચાર નથી કરતા ધર્મની આડશ લઈને શાસ્ત્રોની વાતોનું વેચાણ કરે છે. જે વેચાણ થકી આવેલા પૈસાથી તેમનો ધાર્મિક રાજમહેલ ઉભો કરે છે. જે પ્રજા તેના બાળકોની ઈચ્છા પુરી નહીં કરીને મંદિર કે કથામાં સો-બસ્સો રૂપિયા કે એકાદ-બે લાખ દાનમાં આપે છે તે તો ખાલી થાય છે પણ આવા કથાકારો ભરાઈ જાય છે. પ્રજા જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી મંડપની જગ્યાએ વિશાળ ડોમ બંધાતા રહેશે અને પ્રસાદની જગ્યાએ વૈભવી ખાન-પાનનું આયોજન થતું રહેશે. આ કથાકારોને ખબર પડી ગઈ છે કે, જમવાનું હશે તો પ્રજા દોડીને આવશે અને એટલે જ કદાચ તેમની કથાના આયોજનમાં ભોજન વ્યવસ્થાની શરત હોય છે, બીજી શરત ધાર્મિક ચેનલોમાં લાઈવ દેખાય તેવી હોય છે કેમ કે, “જો દિખતા હૈ વો બિકતા હૈ” કહેવતને સાર્થક પણ કરવાની હોય છે.
જીગ્નેશ ઠાકરે દાદા અને રાધે રાધેનું ઉપનામ મેળવીને અત્યાર સુધી અનેક લોકો પાસેથી લાખ્ખો કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. આ બાબતે તેને ઘણી વાર કથાના આયોજકો સાથે માથાકૂટ પણ થઇ છે. બે ભાઈઓએ ભેગા મળીને ગુજરાતમાં ધર્મની આડશ રાખીને લોકોની ધાર્મિક આસ્થા સાથે રમવાનો ગજબ કીમિયો અજમાવ્યો છે. આજે ફરી અમે કહી રહ્યા છીએ કે, ફેસ ઓફ નેશનને જીગ્નેશ ઠાકર કે તેના ભાઈ ભાર્ગવ ઠાકર સાથે કોઈ દુશ્મની નથી કે કોઈ પરિવારી ઝઘડા નથી કે કોઈ માલ-મિલ્કતનો કોર્ટ કેસ નથી. ફેસ ઓફ નેશન હંમેશા ધર્મના નામે ધતિંગ કરનારાઓની વિરુદ્ધમાં છે અને આવા લોકોને ઉઘાડા પાડવામાં તેની નૈતિક ફરજ હંમેશા નિભાવશે. કેમ કે, આવા લોકો હિન્દૂ ધર્મને જ નહીં સમગ્ર દેશને બદનામીના માંચડે ચઢાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવા લોકોને એટલો જ ધર્મ વ્હાલો હોય તો વિનામૂલ્યે એક રૂપિયો ઉઘરાવ્યા વિના કથા કરી દેખાડે. જો કે તેવું થવું અશક્ય છે કેમ કે, આ લોકો માટે ધર્મ એક ધંધો છે જેના દ્વારા રૂપિયો રળવાનો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
વાહ તાનાશાહ : ચુંટણી પ્રચારમાં પ્રજા પ્રશ્નો પૂછે છે અને ભાજપીઓ “જય શ્રી રામ”ના નારા લગાવે છે
વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓએ 33 વર્ષથી સત્સંગ સભા કરનારા વડીલોને હાંકી કાઢ્યા !



