Face Of Nation 22-04-2026 : વડતાલ સ્વામિનારાયણ સંસ્થાનો સ્વામી નૌતમ છેલ્લા ઘણા સમયથી સત્તાધારી ભાજપની ચાપલુસી કરી રહ્યો છે. આને અમે સાધુ કે સંત નથી માનતા કેમ કે, ધર્મનું ઓઢણું ઓઢીને રાજકારણ કરવું છે તો શું લેવા ધર્મને બદનામ કરો છો ? પેન્ટ શર્ટ પહેરીને કાયમી સત્તાના એજન્ટ જ બની જાઓ. છોટાઉદેપુરના કવાંટમાં એક નાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૈતન્ય શંભુ મહારાજ સહીત કેટલાક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમ્યાન નૌતમ પ્રકાશે જણાવ્યું હતું કે, “કોઈક કે તું ભાજપનો એજન્ટ છે તો અમને મંજુર છે”. મુંહમે રામ બગલમે છૂરીની જેમ આજે નૌતમનાં મોઢે આવી ગયું કે, હા અમે ભાજપના એજન્ટ છીએ. આ નિવેદન ખરેખર ધર્મ માટે ખુબ જ શરમજનક છે કેમ કે, ધર્મની ગાદીએ બેસીને જયારે સાધુ સંતો આવા સ્વીકાર કરતા થઇ જશે ત્યારે ખરેખર ધર્મ ખતરામાં આવી જશે, હિન્દૂ ખતરામાં આવી જશે. જેટલા હિન્દૂ ધર્મની આડ લઈને રાજકારણી બન્યા છે તેટલા કદાચ કોઈ સંપ્રદાય કે ધર્મના નહીં હોય.
નૌતમ જેવા લોકો ધર્મની આડમાં રહેલા રાજકારણી છે. જે ધર્મ સત્તાને રાજસત્તાના ચરણોમાં ઝુકાવી રહ્યા છે. ખરેખર તો આવા લોકોને કારણે હિન્દૂ ધર્મ બદનામ થઇ રહ્યો છે કેમ કે આવા લોકોને સંપ્રદાય થકી ભગવાનના નામે લોકોને પગે પડાવી પૈસા પણ લઇ લેવા છે અને રાજકીય પાર્ટીઓનો પ્રચાર કરીને તેમના એજન્ટ પણ બનવું છે. ઉલ્લેખનીય છે કે, વડતાલમાં સ્વામિનારાયણ સંસ્થામાં જયારે રાતોરાત આચાર્ય અજેન્દ્રપ્રસાદને ખસેડીને રાકેશપ્રસાદને ગાદીએ બેસાડી દેવામાં આવ્યા ત્યારે આ જ નૌતમે મહત્વનો ભાગ ભજવ્યો હતો. રાજકીય વિચારો અને રણનીતિ તે સમયે તેણે વાપરીને રાતોરાત આચાર્ય બદલી નાંખ્યા હતા. આ આચાર્ય બદલી બાદ થયેલી કાનૂની લડતમાં પણ રાજકીય લોકોએ ઘણો સહયોગ નૌતમને કર્યો હતો અને બસ, કદાચ તેના ભાગરૂપે જ આજે નૌતમ ભાજપ ભક્તિ કરે છે. ખેર ! નૌતમ કોઈ પણ રાજકીય પાર્ટીની ભક્તિ કરે તે તેનો અંગત મત છે પરંતુ ભગવા વસ્ત્રો ઓઢીને સંપ્રદાયની આડશ લઈને જે કરી રહ્યો છે તે વખોડવા લાયક છે. અમે તે સાધુ હોવા છતાં તેને માન સન્માનથી નવાજતા નથી કેમ કે, નૌતમ સાધુ નથી સાધુની આડમાં રહેલો રાજકારણી છે. આવા પાખંડીઓએ ધર્મને બચાવવા કરતા ધર્મને નુકશાન પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજ્વ્યો છે.
આવા સાધુઓને પ્રોત્સાહન આપવા બદલ પ્રજા જ જવાબદાર છે. જયારે પ્રજા વચ્ચે આવીને રાજકારણની વાતો આવા સાધુઓ કરે ત્યારે જ તેને અટકાવવામાં આવે તો ક્યારેય તે ફરી બોલવાની અને ધર્મ સત્તાને રાજ સત્તા આગળ ઘૂંટણિયે પાડવાની હિંમત નહીં કરે. આજે હિન્દૂ ધર્મ ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાના વિષય કરતા વધારે સત્તા માટેનો મુદ્દો બની ગયો છે. જે ખુબ જ શરમજનક છે છતાં કોઈ હિન્દૂ કે ગુજરાતીની લાગણી દુભાતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે : જીગ્નેશ ઠાકરની કથાનો વહીવટદાર તેનો જ ભાઈ ભાર્ગવ ઠાકર !
વાહ તાનાશાહ : ચુંટણી પ્રચારમાં પ્રજા પ્રશ્નો પૂછે છે અને ભાજપીઓ “જય શ્રી રામ”ના નારા લગાવે છે



