Face Of Nation 20-04-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય અનેક વાર વિવાદોનું કેન્દ્ર બને છે. ક્યારેક સાધુઓનું હરિભક્તાણીઓ સાથે સંસાર ગમન તો ક્યારેક સેક્સકાંડ. “બદનામ હુઆ તો ક્યાં હુઆ, નામ તો હુઆ”ની માનસિકતા જે સંપ્રદાયના આચાર્ય ધરાવતા હોય તે સંપ્રદાયના ભક્તોની વિચારધારા પણ એવી જ હોય તેમ કહેવામાં કશું ખોટું નથી, કદાચ તેથી જ આચાર્ય આવું બોલવાની હિંમત કરે. તેમને પણ ખબર છે કે, મારા અનુયાયીઓ મારા જેવી જ વિચારશરણી ધરાવે છે. ખેર ! આજે આ જ સંપ્રદાયની એવી વાત સામે આવી છે કે, નવાવાડજના કૃષ્ણનગરમાં આવેલા આ સંપ્રદાયના મંદિરમાંથી છેલ્લા 33 વર્ષથી સત્સંગ સભા કરનારા વડીલોને હાંકી કાઢવામાં આવ્યા છે. સ્થાનિકોનો સહયોગ મળતા હાલ આ તમામ વડીલો એક હરિભક્તના મકાનમાં સભા કરી રહ્યા છે. લબરમૂછિયા અને કેટલાક જુના હરિભક્તો આ મંદિરને આજે તેમને વારસામાં મળેલી મિલ્કત સમજે છે અને તેમને મન ફાવે તેને હાંકી કાઢે છે. 33 વર્ષથી જે જુના સત્સંગીઓ સભા કરી રહ્યા હતા તેમની પાસેથી હવે નવા વહીવટકર્તાઓએ પૈસા આપે તો જ સભા કરવા દેવાનો આદેશ ફરમાવ્યો છે. જે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત નાના પી.પી. સ્વામીના પૈસા ધિરાણના ચોપડાઓ વાયરલ થયા અને તેમના શિષ્યો મહિલા સાથે સંસારમાં ભાગી ગયા તે જ સ્વામીના અનુયાયીઓએ આ મંદિર ઉપર જાણે કે તેમની બાપીકી પેઢી હોય તેમ કબજો કરી લીધો છે. આ એવા અનુયાયીઓ છે કે જેમને ધર્મને વધારવા કરતા તેમની આપખુદશાહીથી ધર્મને તોડવામાં વધારે રસ છે. નાના પી.પી. સ્વામી અગાઉ સેક્સ સીડી કાંડમાં સપડાયેલા હતા અને તેમની સાથે આ અનુયાયીઓને સારો એવો લગાવ છે કેમ કે, તેઓની વિચારશરણી કદાચ એક સરખી છે. જે જુના વડીલોએ સત્સંગ થકી મંદિર ઉભું કર્યું તે જ સત્સંગીઓને સભા કરવા માટે “ના” કહી દેવામાં આવતા તેઓ ખુબ દુઃખી થયા છે. આ એવા સત્સંગીઓ છે કે જેઓએ વાડજ મંદિરને કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના નામે લખી આપવા વિરોધ દર્શાવ્યો હતો, જયારે હાલના વહીવટકર્તાઓ આ મંદિર કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયને આચાર્યના ઈશારે લખી આપવામાં સહયોગ પૂરો પાડી મહત્વનો ભાગ ભજવ્યો છે.
જુના કેટલાક લોકો અને હાલના કેટલાંક લબરમૂછિયાઓએ નવાવાડજ સ્વામીનરાયણ મંદિર રીતસર બાનમાં લીધું હોય તેવું ચિત્ર ઉભું થયું છે. લાલજી અને પી.પીના ઈશારે નાચનારા આવા પોતાની જાતને હરિભક્ત કહેવડાવતા લોકોએ સંપ્રદાયને પાખંડનો અડ્ડો બનાવી દીધો છે. મંદિરના વહીવટકર્તામાં એવા લોકો આવી ચઢ્યા છે કે, જેઓની એક સમયે ઘરની પરિસ્થિતિ ખુબ વિકટ હતી અને આજે સુખ સુવિધાથી ભરપૂર બની ગયા છે. જો કે, સત્સંગને તોડવાની પ્રવૃતિઓથી કર્મએ કદાચ આ તમામને તેમના ઘરમાં જ ફળ આપી દીધું છે છતાં આ લોકો સુધરવાનું નામ નથી લેતા અને ભક્તિ કરનારા લોકોને પાટા મારી રહ્યા છે. આમાંથી કેટલાકના ઘરોમાં તેમના દીકરા દીકરીઓને સંસારનું સુખ નથી. કોઈકને વહુ ભાગી ગઈ છે તો કોઈની દીકરી લગ્ન પછી ઘરે પાછી આવીને બેઠી છે. કહેવત છે ને કે, લોભિયાઓને ધુતારાઓ જ પસંદ હોય છે કેમ કે, આ બંનેની વિચારધારા એક જ હોય છે. કહેવાતી એક મહિલા હરિભક્ત તો મંદિરને તેનું ઘર માનીને પડી પાથરી રહે છે અને મંથરાનું પાત્ર બખૂબી ભજવે છે, તેનો ઘર વાળો સંપ્રદાયના જ મ્યુઝિયમમાં નોકરીએ લાગી ગયો છે.
લાલજીને પણ વહુ જંગે ચઢી છે અને વાડજ સ્વામિનારાયણ સંપ્રદાયની આગેવાનીનો ઝંડો ઝાલીને નીકળી પડેલા એક કહેવાતા હરિભક્તની વહુ પણ જંગે ચઢી હતી, જો કે સમાધાન થતા તે પરત આવી છે પરંતુ તેની દીકરીના સંસારમાં સમાધાન થતું નથી. આવા ઘણા કિસ્સાઓ છે જેઓ જાહેરમાં લાફો મારીને ગાલ લાલ રાખે છે પરંતુ સચ્ચાઈ તેઓ બખૂબી જાણે છે. કર્મનું ફળ અહીં જ ચૂકવીને જવાનું છે તે વાત નક્કી છે. હિન્દૂ મંદિર એ જાહેર સ્થાન છે અને ત્યાં કોઈને સભા કરતા કે ભજન કરતા રોકવાનો કોઈને હક્ક નથી. જો મંદિર સાર્વજનિક સ્થળ ન હોય કે હિન્દૂ ધર્મનો ભાગ ન હોય તો વહીવટકર્તાઓ “આ મંદિર સાર્વજનિક નથી” ના પાટિયા મારી દેવા જોઈએ. જેવાનું ઘરમાં કઈ ઉપજતું ન હોય તેવા નમાલા લોકો મંદિરમાં વહીવટ કરવા આવી ચઢે છે અને તેમની બુદ્ધિનું પ્રદર્શન કરીને આપખુદ્શાહીથી ધર્મનો ફેલાવો કરનારને આડે રોડા નાખે છે.
સમાજમાં સ્થાન ન ધરાવનારાઓ મંદિરમાં સ્થાન લેવા માટે ધમપછાડા કરે છે. હિન્દૂ ધર્મનો ઝંડો ઝાલીને નીકળી પડેલો આ સંપ્રદાય જો કોઈ વ્યક્તિને સત્સંગ કરતા અટકાવે તેથી વિશેષ ખરાબ બાબત કઈ હોઈ શકે. આ એવા નમાલા ભક્તોનું ટોળું છે જે સાધુઓને સેક્સ કરતા અટકાવવાની હિંમત ધરાવતા નથી પરંતુ તેમનો દબદબો રાખવા માટે હરિભક્તોને સભા-ભજન કરતા અટકાવી બહાદુરી દેખાડે છે. જીવનમાં ઘરનો વ્યવસ્થિત વહીવટ ન કરી શકનારા લોકો મંદિરનો વહીવટ કરવાની જવાબદારી લઇને બેઠા છે અને તેમના મન તો, મંદિર તેમને વારસામાં મળેલી મિલ્કત છે અને એટલે જ જેટલો તેમના પોતાના ઘરમાં હક નથી કરતા તેટલો મંદિરમાં આવીને કરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
જેવો યજમાન તેવો ભાવ : જીગ્નેશ ઠાકર કશું લેતા નથી પણ સાજિંદા-લાઈવ સહીત કથા કરવાના 25થી 51 લાખ !
માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી
“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !



