Home News વાહ તાનાશાહ : ચુંટણી પ્રચારમાં પ્રજા પ્રશ્નો પૂછે છે અને ભાજપીઓ “જય...

વાહ તાનાશાહ : ચુંટણી પ્રચારમાં પ્રજા પ્રશ્નો પૂછે છે અને ભાજપીઓ “જય શ્રી રામ”ના નારા લગાવે છે

Face Of Nation 21-04-2026 : પાલિકા-પંચાયતની ચુંટણીમાં ભાજપનો અનેક જગ્યાએ લોકો વિરોધ કરી રહ્યા છે. ચુંટણી પ્રચારમાં જતા કાર્યકરો અને ઉમેદવારોને જ્યારે પ્રજા પ્રશ્નો કરે છે ત્યારે તેઓ જય શ્રી રામ, જય શ્રી રામના નારા લગાવીને ઉભી પૂંછડીયે ભાગી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોના જવાબો જ કાર્યકરો કે નેતાઓ પાસે નથી. અનેક ઠેકાણે આ બાબતના વીડિયો વાયરલ રહ્યા છે. પ્રજા પણ હવે વીડિયો બનાવીને સોશિયલ સાઈટો ઉપર વાયરલ કરી રહી છે, કેમ કે મિડિયા જાહેરાતની આડમાં વેચાઈ ગયું છે એટલે ભાજપ વિરોધી સમાચારો રજૂ થતા નથી. પ્રજા પણ પાછી પાની નહીં કરીને કાર્યકરો અને ઉમેદવારોના વીડિયો બનાવીને વાયરલ કરી રહી છે.તાનાશાહ બનવા આતુર ભાજપ સરકાર પ્રજાને તુચ્છ સમજી રહી છે અને પ્રશ્નોના જવાબો આપવાના બદલે જય શ્રી રામના નારા લગાવી રહી છે.કેટલીક જગ્યાએ ભાજપના કાર્યકરો અને નેતાઓ છેલ્લી પાયરીએ ઉતરી ગયા છે અને તેમની આપખુદ શાહીનું પ્રદર્શન કરી રહ્યા છે તો કેટલીક જગ્યાએ મારામારી ઉપર ઉતરી આવ્યા હોવાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ચુંટણી પ્રચાર દરમિયાન એક વિચિત્ર ચિત્ર જોવા મળી રહ્યું છે. જ્યાં પ્રજા પોતાના રોજિંદા પ્રશ્નો બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક સમસ્યાઓ વિશે પૂછે છે, ત્યારે ભાજપના કાર્યકરો કે સમર્થકો જવાબ આપવાને બદલે “જય શ્રી રામ” અથવા “ભારત માતા કી જય”, “વંદે માતરમ્”ના નારા લગાવી વાતને દબાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ પરિસ્થિતિ માત્ર એક રાજકીય રીત નહીં પરંતુ લોકશાહી માટે ગંભીર ચેતવણી છે. લોકશાહીનો મૂળ આધાર પ્રશ્ન પૂછવાનો અધિકાર અને જવાબ આપવાની જવાબદારી છે. જો પ્રજા પ્રશ્ન પૂછે અને નેતાઓ અથવા તેમના સમર્થકો નારા લગાવી ચર્ચાને વિમુખ કરે, તો તે લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. ધર્મ અને રાજકારણનો સંબંધ ભારતીય રાજકારણમાં નવી વાત નથી, પરંતુ જ્યારે ધાર્મિક નારા રાજકીય જવાબદારીને બદલી નાખે છે, ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે. “જય શ્રી રામ” જે એક ધાર્મિક શ્રદ્ધાનો પ્રતીક છે, તેનો ઉપયોગ જો રાજકીય પ્રશ્નોથી બચવા માટે થાય તે ખૂબ જ નિમ્ન કક્ષાની રાજનીતિ છે. વિપક્ષ પક્ષો આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે શું સરકાર પાસે પ્રજાના પ્રશ્નોના સાચા જવાબ નથી? બીજી તરફ ભાજપના નેતાઓ કહે છે કે વિરોધીઓ જાણબૂઝીને વાતને વાંકી દિશામાં લઇ જાય છે અને ધાર્મિક નારાઓને રાજકીય રંગ આપે છે. પરંતુ મૂળ પ્રશ્ન એ જ છે, પ્રજાને જવાબ કોણ આપશે? ચુંટણી એ માત્ર નારા અને ભાવનાઓનો ખેલ નથી, પરંતુ જવાબદારી અને હિસાબ આપવાનો સમય છે. જો રાજકારણીઓ અને તેમના સમર્થકો આ હકીકતને અવગણે, તો આવનારા સમયમાં પ્રજા પોતાનો નિર્ણય વધુ સખત રીતે આપશે. લોકશાહી મજબૂત ત્યારે જ બને જ્યારે પ્રજાના પ્રશ્નોને સન્માન મળે અને નેતાઓ સ્પષ્ટતા સાથે જવાબ આપે. નારા લગાવવાથી સમસ્યાઓ હલ થતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

જજો ખુદ લાલચનો શિકાર થઇ રહ્યા છે ત્યાં ઉમેદવારોનું શું ગજું, શિસ્ત અને ઈમાનદારી જરૂરી

પ્રજા જાગશે નહીં તો આજે 700 અને આવનારી ચૂંટણીમાં 1500 કે 2000 બિન હરીફ થશે

Video : શેરીમાં ભજન ગાતા જીગ્નેશ ઠાકરે પૈસાદાર લોકોને ટાર્ગેટ કર્યા અને કથાના નામે તેની માયાજાળ પાથરી