Home News Video : શેરીમાં ભજન ગાતા જીગ્નેશ ઠાકરે પૈસાદાર લોકોને ટાર્ગેટ કર્યા અને...

Video : શેરીમાં ભજન ગાતા જીગ્નેશ ઠાકરે પૈસાદાર લોકોને ટાર્ગેટ કર્યા અને કથાના નામે તેની માયાજાળ પાથરી

AI IMAGE

Face Of Nation 21-04-2026 : ધર્મને ધંધો બનાવી પૈસા પેદા કરનારાઓ ગુજરાતમાં અંસખ્ય છે. જો કે, આ અસંખ્યમાં ગણ્યા ગાંઠ્યા એવા છે કે જેઓ નામચીન છે. જેમાં જીગ્નેશ ઠાકરનું નામ મોખરે છે. પેન્ટ શર્ટ પહેરીને શેરીમાં ગીતો ગાતા અને ઠાકર પરિવારમાંથી આવતા જીગ્નેશે તેની માયાજાળ પાથરવા ખાસ કરીને પટેલો અને ઠક્કર સમાજના પૈસાદાર લોકોને ટાર્ગેટ કર્યા. કદાચ તે બખૂબી જાણતા હશે કે, ધર્મના નામે આ બંને સમાજ એવા છે જે લખલૂટ રૂપિયા ખર્ચે છે, જ્યાં માત્ર રૂપિયા ખર્ચનારાઓની વાહવાહી જરૂરી છે. ફેસ ઓફ નેશનને મળેલી ચોંકાવનારી માહિતી પ્રમાણે જીગ્નેશનો પરિવાર સામાન્ય ઘરનો હતો. તેઓએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેમનો દીકરો જીગ્નેશ મોટો થઈને લાખ્ખો કરોડો કથાના નામે ભેગા કરશે. જીગ્નેશ ઠાકર પોતે એક વીડિયોમાં સ્વીકારે છે કે, તેણે કર્મકાંડ કરનાર નહોતું બનવું કેમ કે, જે ધન અને વૈભવ કથાકારને મળે છે તે કર્મકાંડીને મળતો નથી. બસ, આ જ વિચારે તેણે પૈસાદાર લોકોને ટાર્ગેટ બનાવ્યા. પહેલા જીગ્નેશ એવી ડીલ કરતો હતો કે, કથાનું આયોજન તમે કરો, હું એક રૂપિયો લીધા વિના મફતમાં કથા કરીશ અને કથા શરૂ થતા જ તે તેની વાણીનો ઉપયોગ કરીને પૈસા ભેગા કરી લેતા. એક, બે, ત્રણ, ચાર.. એમ એક પછી એક કથાઓ ચાલુ થઇ અને જીગ્નેશની માયાજાળ સુનિયોજિત રીતે પથરાતી ગઈ. સારા ભજનો ગાઈને પહેલેથી જ તેને શેરીમાં સારી એવી નામના કરી હતી. આજે શેરીમાં ભજન ગાતા જીગ્નેશ ઠાકરે મંદિર અને વિદ્યાપીઠના નામે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ ઉભો કરી દીધો છે. તમામ કથામાં તે તેના આ પ્રોજેક્ટને લઈને ઉઘરાણું કરે છે. પટેલો અને ઠક્કરો પાસેથી પૈસો ઉઘરાવીને જીગ્નેશ ઠાકર અને તેનો પરિવાર પણ આજે પૈસાદાર બની ગયો છે. સ્વાભાવિક છે કે, શેરીમાં ભજન ગાવાથી માંડીને પ્રખ્યાત કથાકારની સફર એમનેમ તો થઇ નહીં હોય. આજે જીગ્નેશ ઠાકરે પટેલ અને ઠક્કર સમાજ સહીત અન્ય લોકો પાસેથી પૈસા ઉઘરાવીને માત્ર તેમના સમાજ માટે જ તથાસ્તુ વિદ્યાપીઠનું નિર્માણ કર્યું છે. જ્યાં માત્ર બ્રાહ્મણોને કર્મ કાંડનો અભ્યાસ કરાવવામાં આવે છે.
રાજ્યમાં પટેલ અને ઠક્કર સમાજ એક એવો સમાજ છે, જે ધર્મના નામે લખલૂટ પૈસા ખર્ચે છે. આ બે સમાજને દરેક ધર્મના ધર્મગુરુઓ, સાધુઓ અને કથાકારો ટાર્ગેટ કરે છે. કેમ કે, ધર્મના નામે પૈસો ઉઘરાવવા માટે પટેલ અને ઠક્કર સમાજ એ સોફ્ટ ટાર્ગેટ છે. જીગ્નેશ ઠાકર એ વાતના સાક્ષી છે કે, જેઓ શેરીમાં ભજનો ગાતા ગાતા મોટા કથાકાર બની ગયા અને આજે તેમની એક કથાનું બજેટ જ 25થી 50 લાખ છે. મફતમાં ભજનો ગાઈને પોતાનો શોખ પૂરો કરતા જીગ્નેશ ઠાકર આજે ધર્મનું જ્ઞાન પીરસવાના પૈસા લે છે. ગુજરાતમાં ડાયરા, ભજન અને કથા પરંપરા લાંબા સમયથી લોકોના આધ્યાત્મિક અને સામાજિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ રહી છે. પહેલાના જમાનામાં ડાયરા કલાકારો અને કથાકારો માટે પૈસા કરતા વધુ મહત્વ સંસ્કૃતિ અને ધર્મનો ફેલાવો હતું, જે આજે પૈસામાં તબદીલ થઇ ગયું છે. સંસ્કૃતિ કે ધર્મનો ફેલાવો કરવાનો ઠેકો લઈને બેઠેલા લોકો પૈસાદાર થઇ ગયા છે. આ લોકોએ સંસ્કૃતિ અને ધર્મને ધંધો બનાવી દીધો છે. જેમાં ડાયરા કલાકારો અને કથાકારો બંનેએ એકબીજા જોડે હાથ મિલાવી લીધા છે. જ્યાં કથા હોય ત્યાં ડાયરા કલાકારો હોય અને જ્યાં ડાયરાઓ હોય ત્યાં કથાકારો હોય. લાખ્ખો રૂપિયા લેતા આ ડાયરા કલાકારો અને કથાકારોએ હવે તો ધર્મ અને સંસ્કૃતિની વાતો બાજુમાં રાખીને સ્ટેજ ઉપરથી સત્તાની અને પૈસા આપનારની ચાપલુસી કરતા પણ થાકતા નથી.
કથા દરમ્યાન એક નિવેદનમાં જીગ્નેશ ઠાકર કહે છે કે, “લોકો બે નંબરના પૈસે કથા કરાવે છે. હું એમ કહું છું કે બે નંબરના તો બે નંબરના તમે એક નંબરના પૈસે તો પાંચ બ્રાહ્મણો જમાડો”. આ નિવેદન જીગ્નેશ ઠાકરના વિચારો કેવા છે તેની સ્પષ્ટ ચાડી ખાય છે. ઠાકરના મતે પૈસો બે નંબરનો હોય કે ખરાબ ધંધાઓથી મળેલો હોય કથાના નામે જ્યાં સુધી તેમને મળે છે ત્યાં સુધી તે સારો જ છે. આશ્વર્ય લાગે છે જયારે કથાકાર બનીને બેઠેલા લોકો આવા નિવેદનો આપે છે ત્યારે. ખેર ! પ્રજા પણ તેમના આ નિવેદનો સમજી શકતી નથી. જે યુવાધન કે જે લોકો ઘરે માં બાપને પગે નથી લાગતા તેવા લોકો ઝીરોમાંથી હીરો બનેલા આવા કથાકારોને ભગવાન માનીને પગે લાગવા દોડે છે. જેમાં મહિલાઓની સંખ્યા વધારે છે. અહીં નોંધનીય છે કે,  જયારે જયારે કોઈ બાબા, જ્યોતિષ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના કાંડ પ્રકાશમાં આવે છે ત્યારે ત્યારે તેમનો શિકાર મહિલાઓ જ હોય છે. ભક્ત બનીને આવતી મહિલાઓના યૌવન ઉપર ફિદા થતા બાબાઓ, જ્યોતિષીઓ અને સાધુઓના ઘણા કાંડ દર વર્ષે પ્રકાશમાં આવે છે. મુંબઈના જ્યોતિષ અશોક ખેરાતનો કિસ્સો હજુ તાજો જ છે, જેણે અનુયાયીઓમાં મોટા ઘરોની મહિલાઓને જ ટાર્ગેટ બનાવી હતી અને સેક્સના નામે લીલા આચરી હતી, તેમ છતાં મહિલાઓ જાગૃત બનતી નથી તે બાબત ખુબ જ ચિંતાજનક છે. જ્યાં સુધી મહિલાઓ જાગૃત નહિ બને ત્યાં સુધી બાબાઓ, જ્યોતિષીઓ અને સાધુઓ જલસા કરશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
મોટાભાગના કથાકારોનો ઇતિહાસ જાણવા અને જોવા જેવો હોય છે. તાજેતરમાં જ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના રામ સ્વામીની ઘટના પ્રકાશમાં આવી. દિવસે વ્યાસપીઠ ઉપર અને રાત્રે પાનના ગલ્લે ફરતા આ સાધુના કાંડ બહાર આવતા જ સમગ્ર બાબતોનો ઘટસ્ફોટ થયો કે, કથાકાર બનીને આ સંપ્રદાયનો સાધુ કથામાં આવતી મહિલાઓ ઉપર ખરાબ નજર નાખતો હતો. કથા દરમ્યાન જ એક મહિલા સાથે આંખ લાગી જતા તેને સંસારનો મોહ જાગ્યો અને સંસારી બની ગયો. આ જ સ્વામિનારાય સંપ્રદાયના અનેક સાધુઓ અગાઉ સેક્સ સીડી કાંડમાં સપડાયેલા છે, આશ્વર્યની વાત એવી છે કે, આ જ સંપ્રદાય સાથે જીગ્નેશ ઠાકરને પણ સારું બને છે. કેમ કે, આ સંપ્રદાય દ્વારા જીગ્નેશ ઠાકરને કથાઓના કાર્યક્રમો આપવામાં આવે છે, બંનેનો લક્ષ્ય દાનના નામે પૈસો ઉઘરાવવાનો છે એટલે બંનેને એકબીજા જોડે સારું બને પણ છે. જે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના દેવીદેવતાઓ અપમાનો કરે છે તે સંપ્રદાયમાં જઈને તેના વખાણ જીગ્નેશ ઠાકર કરે છે, કેમ કે ત્યાંથી તેને કથા મળશે તેવી લાલચ છે અને આ લાલચ દર્શાવે છે કે તે પૈસા માટે ગમે તેના ગુણ ગાઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

જેવો યજમાન તેવો ભાવ : જીગ્નેશ ઠાકર કશું લેતા નથી પણ સાજિંદા-લાઈવ સહીત કથા કરવાના 25થી 51 લાખ !

વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓએ 33 વર્ષથી સત્સંગ સભા કરનારા વડીલોને હાંકી કાઢ્યા !

30 વર્ષે જ્ઞાન થયું : લોકો આપડા ભગવાન છે, તેમના દુઃખમાં સાથે રહેવાનો પ્રયાસ કરો : હર્ષ સંઘવી