Face Of Nation 19-04-2026 : કથાકારોએ હિન્દૂ ધર્મના ભક્તોને મૂર્ખ બનાવવાની નવી મોડ્સ ઓપરેન્ડી શરૂ કરી છે. પૈસાના પૂજારી બની બેઠેલા કથાકારોએ તમામ મર્યાદાઓ નેવે મૂકીને રીતસર હિન્દૂ ધર્મના નામે ધંધો શરૂ કરી દીધો છે. આ મોડ્સ ઓપરેન્ડી મુજબ તેમના વહીવટદારો કે અનુયાયીઓ દ્વારા કથા કરાવવા ઇચ્છતા યજમાનને 25 થી 51 લાખ સુધીનું બજેટ આપવામાં આવે છે. જેમાં જીગ્નેશ ઠાકર અને તેમના અનુયાયીઓ દ્વારા કહેવાય છે કે,”કથાકાર(જીગ્નેશ) કશું લેતા નથી”, પરંતુ સાજિંદા, સાઉન્ડ અને લાઈવના ખર્ચ પેટે 25 થી 51 લાખની રકમ જણાવવામાં આવે છે. આ એક પેકેજ હોય છે. જેમાં કથા કરાવનારની વાહવાહી પણ સામેલ થઇ જાય છે. વ્યાસપીઠ કોઈની વાહવાહી કરવા માટે નથી પરંતુ આજે લાખ્ખો રૂપિયા ખર્ચતા યજમાનોને પારો ચઢાવવા જીગ્નેશ ઠાકર જેવા કથાકારો વ્યાસપીઠનો ઉપયોગ યજમાનની વાહવાહી કરી તેમનો ટાર્ગેટ પૂરો કરી રહ્યા છે. યજમાનની ક્ષમતા પ્રમાણે કથાની રકમ નક્કી કરવામાં આવે છે. જેવો યજમાન તેવો ભાવ. કોઈ યજમાન મધ્યમ પૈસા ખર્ચી શકે તેમ હોય તો તેના માટે 25 લાખથી પેકેજ શરૂ થાય છે અને કોઈ યજમાનને પૈસાની કમી જ ન હોય તો તેના માટે 51 લાખથી કે તેથી વધુ રકમનું પેકેજ જણાવવામાં આવે છે. જીગ્નેશ ઠાકરની કથા અંગે ફેસ ઓફ નેશને તપાસ કરતા માલુમ પડ્યું છે કે, તેઓ એક કથાના 25 થી 51 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ ચાર્જ તેઓના વહીવટદારો દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ચાર્જની સાથે સાથે કથા દરમ્યાન તથાસ્તુ કે પછી પ્રેમ મંદિરના નામે તેઓ ઉઘરાણું પણ કરી લેતા હોય છે. આ ઉઘરાણામાં તેઓ લખ્ખાથી કરોડો રૂપિયા ઉઘરાવી લે છે.
કથા હવે પૈસા દેખાડવા માટે કે પૈસાનું શક્તિ પ્રદર્શન કરવા માટેનું એક સ્ટેટ્સ બની ગઈ છે. હાઈફાઈ કથાકારોની કથા બેસાડવા આમ નાગરિકે તો માત્ર સપનું જ જોવું પડે છે, કેમ કે તેમના બજેટ ગજા બહારના હોય છે. આવા કથાકારોને ઉભા કરવા પાછળ પૈસાદાર વર્ગનો જ સિંહફાળો હોય છે. આ વર્ગ કથાકારોની કથા નથી કરાવતો પરંતુ કથા દ્વારા તેમની વાહવાહી અને કેટલી રકમ આપી તેની જાહેરાત કરાવીને તે કેટલો પૈસા વાળો છે તે લોકોને દેખાડવા માંગતો હોય છે. જેથી જીગ્નેશ ઠાકર જેવા કથાકારોનો દસ વર્ષમાં જ ઉદય થઇ જાય છે અને તેઓ કરોડોમાં રાચતા થઇ જાય છે. આ કથાકારોનો દબદબો એટલી હદે વધી જાય છે કે તેઓને મુખ્યમંત્રી પણ પગે પડવા જાય છે અને તેથી જ તેઓને માથે એક શૂરાતન ચઢી જાય છે કે હવે તો સત્તા આપડા પગમાં છે, કોણ આપડું શું ઉખાડી લેશે. આસારામ, રામપાલ અને તાજેતરમાં જ મુંબઈમાં ઝડપાયેલો જ્યોતિષ અશોક ખેરાત આ બાબતોના ઉત્તમ ઉદાહરણ છે કે, સમય બદલાય એટલે એક જ રાતમાં બધું શૂરાતન ઉતરી જાય છે. ધર્મ કરતા પાખંડને વધારે માનનારા લોકો એ સમજી શકતા નથી કે, ધર્મગુરુ કે કથાકાર બની બેઠેલા આ કાળામાથાના માનવીને પણ જયારે કોઈ આધિ-વ્યાધિ કે ઉપાધિ આવે છે ત્યારે તે પણ ભગવાન આગળ કરગરે છે, તેના નામનું રટણ કરે છે અને તેની બાધા પણ રાખે છે. આ વાતની સાક્ષી જીગ્નેશ ઠાકર પોતે છે. કોરોનમાં આ જ જીગ્નેશ ઠાકરને પોતાની જાત બચાવવા ભગવાનનો સહારો લેવો પડ્યો હતો કે તેની નજીકના લોકોને ભગવાનની આકરી બાધાઓ રાખવી પડી હતી. હવે એ જીગ્નેશ ઠાકરને પગે લાગીને પાખંડને પ્રોત્સાહન આપનારા લોકો શું સાબિત કરવા માંગે છે ?
સત્ય હંમેશા કડવું હોય છે અને જયારે તે રજૂ થાય ત્યારે સૌ કોઈના પેટમાં ખુબ દુખાવો ઉપાડે છે. ફેસ ઓફ નેશને આ કથાકારની વૈભવી કથાના રહસ્યો અંગે જાણવાનો પ્રયાસ કર્યો છે. જેમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જે અમે પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ અને મુકતા રહીશું. જીગ્નેશ ઠાકર સાથે ફેસ ઓફ નેશનનો કોઈ મિલ્કતનો કે જમીનનો કે પારિવારિક ઝઘડો નથી પરંતુ પાખંડને ઉજાગર કરવા હંમેશા ફેસ ઓફ નેશને કટિબદ્ધતા દાખવી છે અને દાખવતું રહેશે. હિન્દૂ ધર્મના ફેલાવા માટે કે મંદિરના નિર્માણ માટે કથા કરવાની હોય તેમ છતાં જીગ્નેશ દાદા કે તેમના એજન્ટો દ્વારા ભાવતાલમાં વધારો ઘટાડો કરવામાં આવતો નથી. જો કોઈ યજમાન સંસ્થા હોય અને તે જીગ્નેશ દાદાની કથા બેસાડે તો તેને પહેલા એક જ પ્રશ્ન કરવામાં આવે છે, કે કથાનું ઉઘરાણું તમારે લઇ જવાનું છે કે અમારે ? જો કથા કરાવતી સંસ્થાને ઉઘરાણું લઇ જવાનું હોય તો ભાવમાં કોઈ વઘઘટ કરવામાં આવતી નથી પરંતુ જો તે ઉઘરાણું જીગ્નેશ ઠાકરને લઇ જવાનું હોય તો ભાવતાલમાં વધઘટ કરવામાં આવે છે. આ એક નગ્ન સત્ય છે. કથા નક્કી કર્યા બાદ પણ આ લોકો “તથાસ્તુ” અને “પ્રેમ મંદિર”ના નામે ઉઘરાણું કરે છે અને બાદમાં કથા બેસાડનાર સંસ્થા સાથે વિવાદ થાય છે. આવું અનેક સંસ્થાઓ સાથે બન્યું છે. ફેસ ઓફ નેશને જયારે પહેલો અહેવાલ રજૂ કર્યો ત્યાર બાદ અનેક લોકોએ ફેસ ઓફ નેશનને મેસેજ કર્યા હતા. લોકોએ આ કથાકાર માટે અનેક કટાક્ષ કર્યા છે. ખેર ! જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા કદી ભૂખે ન મરે તે કહેવત પણ ગુજરાતીમાં જ કહેવાય છે, જેને સ્વીકારવી પડશે. આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે પરંતુ તેની સાથે રમત રમનારાઓ પણ ઘણા છે જે વિષય બનતો નથી કેમ કે, તેઓના અનુયાયીઓમાં પોલીસ અધિકારીઓથી માંડીને નેતાઓ સામેલ છે. જયારે કોઈ મોટો કાંડ થાય છે ત્યારે આ બધા દૂર ભાગે છે. જો પોલીસ અધિકારીઓ અને નેતાઓથી જ તમામ કાંડ ઉપર પડદો પડી જતો હોત તો આસારામ કે તેનો પુત્ર ક્યારેય જેલમાં ન જતા, કેમ કે તેના સત્સંગમાં નરેન્દ્ર મોદી, અડવાણી, વાજપેયી સહિતના દિગ્ગ્જ નેતાઓ ભક્ત બનીને આવતા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
જીગ્નેશ ઠાકર સહીતના કથાકારોની કથાનો યજમાન આજદિન સુધી કોઈ ગરીબ કે મધ્યમવર્ગનો માણસ નથી બન્યો
30 વર્ષથી સરકાર છતાં ભાજપને ઉમેદવારો ખરીદવા પડે છે અને વિપક્ષીઓને આવકારવા પડે છે !



