Home News સત્તાએ શરૂ કર્યો વિરોધ પક્ષનો વિરોધ : ભાજપ અને મોદી ભૂલી ગયા...

સત્તાએ શરૂ કર્યો વિરોધ પક્ષનો વિરોધ : ભાજપ અને મોદી ભૂલી ગયા કે તેઓ વિરોધ પક્ષમાં નહીં પણ સત્તામાં છે

Face Of Nation 19-04-2026 : ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું ચિત્ર ઉભું થયું છે કે, વિરોધ પક્ષે સત્તાનો વિરોધ કરવાને બદલે સત્તા અને સત્તાધારી પક્ષ વિરોધ પક્ષોનોવિરોધ કરવા ઉતરી પડ્યા છે. હાસ્યાસ્પદ આ આખી નાટકીય રાજનીતિમાં ભાજપ અને મોદી બંને ભૂલી ગયા કે, તેઓ વિરોધ પક્ષમાં નહીં પરંતુ સત્તામાં બેઠા છે. કહેવાય છે કે, ભાજપ જેવો વિરોધ પક્ષ ક્યારેય કોઈ બની શકે નહીં કે ભાજપ જેવો સત્તાનો વિરોધ પણ કોઈ કરી શકે નહીં. આજે ભાજપ ખુદ સત્તામાં છે ત્યારે તેના માટે કોઈ વિરોધ પ્રદર્શનો ન હોવા જોઈએ તેમ છતાં વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરવા આવે છે અને વિરોધ પક્ષનો વિરોધ કરે છે. આમ તો આ આખી નાટકીય રણનીતિ ભાજપે ચૂંટણીના મુદ્દા માટે બનાવી નાખી પરંતુ એ વાત તે ભૂલી ગયા કે, છેલ્લા ઘણા સમયથી તેઓ પોતે જ સત્તામાં છે. જયારે જયારે ચૂંટણી આવે ત્યારે ત્યારે પ્રજાના પાયાના પ્રશ્નો ભુલાવી દેવા માટે ભાજપ કે મોદી એવા મુદ્દા લઈને આવે છે જેનાથી પ્રજાના પાયાના પ્રશ્નો ઉપર પાણી રેડી દેવામાં આવે. આ વખતે મહિલા આરક્ષણના મુદ્દે મોદીએ પોતે આવીને રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો અને લાચારી દેખાડી. આ લાચારી દેખાડતા પ્રધાનમંત્રીને શરમ પણ ન આવી કે તે પોતે સત્તામાં છે અને રાષ્ટ્રજોગ સંદેશના નામે વિરોધ પક્ષના વિરોધમાં ઉતરી રહ્યા છે. જો કે, આ જ મહિલા બિલના વિરોધમાં તેમના જ પક્ષની એટલે કે ભાજપની પૂર્વ મહિલા મુખ્યમંત્રીએ  મોરચો માંડ્યો છે.
ભારતીય રાજકારણમાં સત્તા અને વિરોધ પક્ષની ભૂમિકાઓ હંમેશા સ્પષ્ટ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સત્તામાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરોધ પક્ષના અભિગમ અપનાવી રહ્યા છે. સત્તાધારી પક્ષમાં બેઠા બાદ હજુ પણ તેઓ વિરોધ પક્ષોનો વિરોધ કરી રહ્યા છે. સત્તામાં રહેલા પક્ષ માટે સૌથી મોટી જવાબદારી શાસન ચલાવવાની, નીતિઓ અમલમાં મૂકવાની અને જનતાને જવાબ આપવાની હોય છે. સામાન્ય રીતે વિરોધ પક્ષ સરકારની ટીકા કરે છે, પ્રશ્નો ઊભા કરે છે અને મુદ્દાઓને હાઇલાઇટ કરે છે. જયારે મોદી શાસનમાં ચિત્ર ઊંધું જ દેખાઈ રહ્યું છે. ભાજપ પક્ષની અને મોદીના વડાપ્રધાન પદે રહેલી સરકાર વિરોધ પક્ષનો વિરોધ કરી રહી છે. એક તરફ ભાજપ મજબૂત સંગઠન અને ચૂંટણી જીતવાની ક્ષમતા દર્શાવે છે, જ્યારે બીજી તરફ સત્તામાં હોવા છતાં વિરોધ પક્ષનો વિરોધ કરવા તેમને રોડ ઉપર ઉતરવું પડી રહ્યું છે. લોકશાહીમાં સત્તા અને વિરોધ બંનેની ભૂમિકા મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે સત્તામાં રહેલો પક્ષ વિરોધ પક્ષની ભાષા અપનાવે છે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે જવાબદારી કોની છે ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

મહિલા અનામત બિલ સામે ભાજપના જ પૂર્વ મહિલા મુખ્યમંત્રીએ મોરચો માંડ્યો, ભાગવતને લખ્યો પત્ર

30 વર્ષથી સરકાર છતાં ભાજપને ઉમેદવારો ખરીદવા પડે છે અને વિપક્ષીઓને આવકારવા પડે છે !

ધંધુકામાં ભારેલો અગ્નિ, અમદાવાદથી પોલીસનો કાફલો પહોંચ્યો, યુવાનની હત્યા બાદ કોમી માહોલ

જીગ્નેશ ઠાકર સહીતના કથાકારોની કથાનો યજમાન આજદિન સુધી કોઈ ગરીબ કે મધ્યમવર્ગનો માણસ નથી બન્યો