Home News ઉમેદવાર જાહેર કરતા પહેલા ભાજપને સુરક્ષાની જરૂર પડી, કાર્યાલયે હથિયારધારી પોલીસ ગોઠવાઈ

ઉમેદવાર જાહેર કરતા પહેલા ભાજપને સુરક્ષાની જરૂર પડી, કાર્યાલયે હથિયારધારી પોલીસ ગોઠવાઈ

Face Of Nation 10-04-2026 : ભાજપના ખાનપુર કાર્યાલયે એક પછી એક ધડાધડ પોલીસની ગાડીઓ આવી અને ચારે બાજુથી કાર્યાલય બહાર ગોઠવાઈ ગઈ. અમદાવાદના ઉમેદવારોને ફોનથી જાણ કરી દેવામાં આવી છે પરંતુ યાદી જાહેર થાય તે પહેલા ભાજપને સુરક્ષાની જરૂર પડી છે. ભાજપના નેતાઓને એવો ડર સતાવી રહ્યો છે કે, ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ અસંતુષ્ટ લોકોના ટોળેટોળા કાર્યાલયે આવીને વિરોધ નોંધાવશે. આ દરમ્યાન કોઈ તોડફોડ ન થાય કે કોઈનો રોષ ઉગ્ર ન બને તેને ધ્યાનમાં લઈને હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ ઉમેદવારોને ગુરુવારથી જ ફોન દ્વારા જાણ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. મોટાભાગના તમામ ઉમેદવારોને ફોન કરીને તૈયારી કરવા સૂચના આપી દેવામાં આવી છે. જો કે યાદી જાહેર ન થાય ત્યાં સુધી આ મામલે કોઈએ પણ કશું કહેવું નહીં તેવી પણ સૂચના આપવામાં આવી છે. આજ મધરાત સુધીમાં અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવશે જેને લઈને કોઈ નારાજગી સાથે કે તેમના ટેકેદારો સાથે કાર્યાલયે ધસી જઈ તોડફોડ કે રોષ ન ઠાલવે તે માટે પોલીસ ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપને ભીંસ પડી ગઈ છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં ઉમેદવારોની જાહેરાતને લઈ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ: https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપ ભેરવાઈ : પ્રમુખને લોકોએ “શાકબકાલું વેચનાર” ગણાવ્યા !

ભાજપના ભ્રષ્ટાચારે એક નાગરિકનો જીવ લીધો : વડોદરા બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર તૂટ્યું : પ્રજાની નિષ્ક્રિયતા જવાબદાર

ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !

સરદાર માટે ન બોલનારા ડાયરા કલાકારોની ગુજરાત માટે લાગણી દુભાઈ !, પ્રજાના પ્રશ્નો ઉપર પડદો પાડવા પ્રયાસ