Home News વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપ ભેરવાઈ : પ્રમુખને લોકોએ “શાકબકાલું વેચનાર” ગણાવ્યા...

વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપ ભેરવાઈ : પ્રમુખને લોકોએ “શાકબકાલું વેચનાર” ગણાવ્યા !

Face Of Nation 06-04-2026 : ગુજરાતમાં કદાચ ભાજપનો નિર્ણય ખોટો સાબિત થઇ રહ્યો છે. વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપ ભરવાઈ ગયું છે. તાજેતરમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ગુજરાતીઓએ ખુબ રમુજી કોમેન્ટો કરી છે. ભાજપ દ્વારા સોશિયલ સાઇટ ઉપર મુકવામાં આવેલા આ નિવેદનને કારણે ભાજપને નીચું જોવા જેવું થયું છે અને લમણે હાથ દઈને પસ્તાવવાનો વારો આવ્યો છે કે, આ વ્યક્તિને ક્યાં પ્રદેશ પ્રમુખ બનાવ્યા. જે વ્યક્તિના બોલવા ઉપર પ્રજા “શાકબકાલું વેચવા નીકળ્યા છો” તેવી કોમેન્ટો કરે તે ખુબ જ શરમજનક કહેવાય. જોરજોરથી બૂમ બરાડા પાડીને લાંબા લહેકા કરીને આપવામાં આવેલું જગદીશ વિશ્વકર્માનું નિવેદન હાલ પ્રજા માટે રમૂજનો મુદ્દો બની ગયું છે.
જો કોંગ્રેસના કોઈ નેતાએ આવું નિવેદન આપ્યું હોત તો મીડિયાએ તેને સમાચારોની હેડલાઈનમાં સ્થાન આપીને ડિબેટ કરી નાખી હોત પરંતુ ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખે એવું નિવેદન આપ્યું કે જેને પ્રજા વખોડી રહી છે અને રમુજી કોમેન્ટો કરી રહી છે ત્યારે આ બાબતના સમાચારો જલ્દી ક્યાંય જોવા મળશે નહિ. કેમ કે મીડિયાને સત્તાની નારાજગી પસંદ નથી. ખેર ! વાત કરીએ મૂળ મુદ્દાની તો, ગઈકાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેઓ લહેકા કરી કરીને અને ઊંચા અવાજે બોલતા લોકોએ સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ કર્યા હતા. આ નિવેદન બાદ ખુદ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ શરમ અનુભવી રહ્યા હતા. અંદરખાને એક બીજા નેતાઓ અને કાર્યકરો વિશ્વકર્માના આ નિવેદનને લઈને ભારે બળાપો ઠાલવી રહ્યા હતા. કેટલાક જુના ભાજપના દિગ્ગ્જ નેતાઓએ તો નામ ન લખવાની શરતે એવો બળાપો કાઢ્યો કે, વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપ ખરેખર ભેરવાઈ ગઈ છે. ભાજપનો વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવવાનો નિર્ણય ખોટો છે અને આ નિર્ણય ચૂંટણી બાદ સુધારવો પડશે.
પ્રદેશ પ્રમુખના નિવેદન સામે પ્રજાએ કરેલી કોમેન્ટો :
1. ઢોલી સાદ પડતો હોય એમ લાગે છે
2. પેલો લારી વાળો શેરીઓમાં કંઈક વહેંચવા આવે ત્યારે આવા લહેકાઓ કરીને બોલતો હોય છે
3.બે ગુજરાતી એ દેશની સંપત્તિ ઘણીખરી વેચી મારી
4.અલ્યા કોક અને બોલતા શીખવાડો પ્રમુખ બનાવી દીધો
5.કેમ અટકી અટકીને બોલે છે ?? સાહેબના વાદે ચડ્યો છે
6.ગુજરાતની જનતા જાણી ગઈ છે
7.કથાકાર
8.તું કેટલો ભણેલો છે બોલ ને બીજેપીમાં આવાજ ફેંકુ ભેગા કર્યા છે
આ સાથે ઘણી બધી કોમેન્ટો લોકોએ લખી છે. અહીં તમામ રજૂ કરવા જઈએ તો પેજ ભરાઈ જાય તેવી સ્થિતિ છે. આ કોમેન્ટો ખરેખર ભાજપે ગંભીરતાથી લેવી જોઈએ કેમ કે, જે પ્રજા ભાજપના નિવેદનો ઉપર વાહવાહી કરતી હતી તે હવે વિરોધ કરતી થઇ ગઈ છે. આ બાબત ઘણું કહી જાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કેમ ડરપોક BJP દર વખતે જવાબ આપવાને બદલે વિરોધીઓના નિવેદનોને “જનતાનું અપમાન” બનાવે છે ?

જેતલપુર ગુરુકુળ ન લખી આપનારા મોટા પી.પી સ્વામીના શિષ્યને શિરપાવ ?