Face Of Nation 10-04-2026 : નરેન્દ્ર મોદીએ જે વડોદરાના બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું તે બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર તૂટતાં એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. 114 કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશન બનાવવા કેટલા તકલાદી માલસામાનનો ઉપયોગ થયો હશે તે આ સ્ટ્રક્ચર તૂટતાં જ ઉઘાડું પડી ગયું છે. ભાજપના રાજમાં વિકાસ કાર્યો ભ્રષ્ટાચાર માટે થાય છે. પહેલા કરોડોનો પ્રોજેક્ટ જાહેર કરીને એજન્સીઓને સરકારી તિજોરીમાંથી પૈસા ચૂકવો અને તે જ પૈસામાંથી એજન્સીઓ પાસેથી પક્ષમાં ફંડ સહીત અધિકારીઓ અને નેતાઓનો ભ્રષ્ટાચાર કરો. કરોડોનો પ્રોજેક્ટ જાહેર થતા વિકાસના નામે નાગરિકોના વોટ પણ પાક્કા થઇ જાય બીજી બાજુ પૈસા પણ મળી જાય એટલે આમ એક તિર બે શિકાર કરવામાં ભાજપ માહેર છે. ભારતમાં નાગરિકોના જીવની કોઈ કિંમત નથી કેમ કે છાસવારે અહીં અક્સ્માતોથી લઈને સરકારી બાંધકામો તૂટી જવાથી લોકો મૃત્યુ પામે છે અને સરકાર કોઈ ન નકકર કાર્યવાહી કરી શકતી નથી. ભારત દેશની અને દેશના નાગરિકો માટે આ એક મોટી દુર્દશા છે કે જ્યાં સરકારને નેતાઓના ગજવા ભરવા અને પક્ષનું ફંડિગ વધારવું તેના સિવાય કશું સૂઝતું નથી. આ બધા પાછળ પ્રજાની નિષ્ક્રિયતા જવાબદાર છે. “મારે શું અને એમાં શું”ની નીતિરીતિઓથી જ આવા કિસ્સાઓ વધે છે. ચૂંટણી સમયે નેતાઓના ભાષણના મદમાં બધું ભૂલીને વોટ આપવાની નીતિરીતિ નાગરિકો માટે મોટી આફત ઉભી કરી રહી છે અને નેતાઓ જાડી ચામડીના થઇ ગયા છે.
114 કરોડના ખર્ચે બનેલા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એકને ઈજા થઈ છે. ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ, મૃતક નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે અમદાવાદના ચાંદખેડાના રહેવાસી છે. તે અંગે મૌખિક માહિતી મળી છે. અન્ય બીજી કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી. આગળ આમાં વિવિધ એજન્સીઓ જેવી કે FSLને બોલાવી, સેમ્પલિંગ કાર્યવાહી કરીશું. આ જગ્યાને અત્યારે સેનિટાઇઝ કરી છે, એકવાર સેમ્પલિંગ થઈ જશે પછી ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીની મદદથી કાટમાળ ખસેડવામાં આવશે. હાલ અમે એડી (એક્સિડેન્ટલ ડેથ) દાખલ કરી છે અને તપાસમાં જો કંઈ ગુનાહિત જણાશે તો આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું.
આવા કિસ્સાઓમાં હંમેશા માત્ર એક્સિડન્ટલ ડેથની નોંધ પોલીસ ચોપડે મુકવામાં આવે છે પરંતુ ક્યારેય આવી ઘટનાઓ પાછળ જવાબદાર અને ભ્રષ્ટાચાર કરનારા સરકારી અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવતો નથી કે નથી કોઈ નેતા સામે ગુનો નોંધવામાં આવતો. આ બાબત દેશ અને નાગરિકો માટે ખુબ જ શરમજનક છે તેમ છતાં ચૂંટણી આવતા વેંત આ બધું જ ભૂલી જનારા નાગરિકોની નિષ્ક્રિયતા જ તમામ ઘટના માટે જવાબદાર છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. નાગરિક જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટતી રહેશે અને લોકો મરતા રહેશે, સત્તાને કોઈ ફર્ક નહીં પડે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ: https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !
“તૈયાર થઇ જાઓ” : યાદી જાહેર થાય તેના એક દિવસ અગાઉ ભાજપે તમામ ઉમેદવારોને ફોન કરીને જાણ કરી



