Face Of Nation 09-04-2026 : હાર્દિક પટેલ અને રાજુ કરપડા સહિતના નેતાઓ કે જેઓ ભાજપના ખોળે બેસી જાય છે તે શું ગુજરાતીઓને ખરેખર અભણ માને છે ? જે વ્યક્તિઓ સત્તાના વિરોધનો ઝંડો લઈને પ્રજાના હીત માટે નીકળતા હોવાનો દેખાવડો કરે છે અને પ્રજાનો ભરપૂર સહયોગ મેળવે છે તે લોકો બાદમાં ભાજપમાં જઈને MLA બની જાય છે તેવામાં સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું તેઓના ટેકેદારો કે તેમને સહયોગ કરનારી ગુજરાતની જનતાને તેઓ મૂર્ખ સમજે છે ? ભાજપમાં એવા ઘણા નેતાઓ છે કે જેઓએ મોદી સહીત ભાજપનો ખોબલે ખોબલે વિરોધ કર્યો હતો અને આજે તેમના માટે ભાજપીઓએ આસન પાથરવા પડ્યા છે. આમ તો ભારતને કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા નીકળેલી ભાજપે કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવી દીધું. ભાજપમાં નેતાગીરીની જવાબદારી મૂળ ભાજપીઓ કરતા પક્ષ બદલીને ભાજપમાં આવ્યા હોય તેવાને માથે વધારે છે. તેમનું માનપાન પણ જુના ભાજપીઓ કરતા વધારે છે.
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એક સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં એક સમયે ભાજપના કટ્ટર વિરોધી તરીકે ઉભેલા નેતાઓ બાદમાં એ જ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ પરિવર્તન માત્ર વ્યક્તિગત રાજકીય નિર્ણયો સુધી મર્યાદિત નથી, પરંતુ તે મતદારોના વિશ્વાસ અને રાજકીય નૈતિકતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આવા લોકો જનતાને અભણ અને મૂર્ખ સમજી રહ્યા છે. સત્તાનો વિરોધ કરનારા આવા નેતાઓનો વિકાસ આજે આસમાને છે. હાર્દિક પટેલ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પાટીદાર સમાજને અનામતના નામે મૂર્ખ બનાવી રોડ ઉપર લાવી દીધી અને બાદમાં ભાજપના ખોળામાં બેસીને તેને MLA બની સમાજનો અગ્નિદાહ કરીને પોતાનો રોટલો શેકી લીધો. આવા દ્રોહીઓને સમાજ કે પ્રજા પાઠ ભણાવી શકતી નથી એટલે દિવસે દિવસે તેમાં વધારો જોવા મળી રહ્યો છે.
હાર્દિક પટેલ, રાજુ કરપડા જેવા કેટલાક નેતાઓએ પહેલા ભાજપની નીતિઓ અને નેતૃત્વનો ખુલ્લેઆમ વિરોધ કર્યો, લોકોમાંથી સમર્થન મેળવ્યું, અને પોતાને “વિકલ્પ” તરીકે રજૂ કર્યા. પરંતુ સમય જતાં તેઓએ પોતાનું વલણ બદલ્યું અને ભાજપમાં જોડાઈ ગયા. આ બદલાવને ઘણા લોકો “રાજકીય તકવાદ” તરીકે જોવે છે. ગુજરાતમાં આવા પરિવર્તનના કેટલાક ઉદાહરણો છેલ્લા સમયમાં ખાસ ચર્ચામાં રહ્યા છે. કેટલાક યુવા નેતાઓએ આંદોલનોથી લોકપ્રિયતા મેળવી, પરંતુ બાદમાં રાજકીય રીતે પોતાનો માર્ગ બદલ્યો. એ જ રીતે, કોંગ્રેસના કેટલાક નેતાઓએ ચૂંટણી પહેલાં કે પછી ભાજપમાં જોડાઈને રાજકીય સમીકરણો બદલ્યા છે. આ પ્રવૃત્તિ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશમાં અન્યત્ર પણ જોવા મળે છે. કેટલાક જાગૃત લોકો માને છે કે, મતદારોના વિશ્વાસનો ઉપયોગ માત્ર રાજકીય લાભ માટે થઈ રહ્યો છે.
“શું ગુજરાતીઓ અભણ છે?” જેવા સવાલો સોશિયલ મીડિયા અને રાજકીય ચર્ચાઓમાં ઉઠી રહ્યા છે. તાજેતરમાં ખડગેના નિવેદનથી ગુજરાતીઓની લાગણી દુભાઈ પરંતુ ગુજરાતમાં જ ગુજરાતીઓ સાથે રહીને ગદ્દારી કરનારા પક્ષ પલટુઓથી લોકોની લાગણી દુભાતી નથી તે ખુબ જ શરમજનક બાબત છે. મતદારો સતત બદલાતી રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય લે છે, પરંતુ જ્યારે નેતાઓ વારંવાર પક્ષ બદલતા હોય ત્યારે વિશ્વાસમાં ભંગ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
“ખાખી”નો લક્ષ્ય “ખાદી”, કામગીરી ઉપર શંકા : નિનામા જેવા અનેક IPS-IAS સત્તા માટે દલાલી કરે છે ?
![202604093741231[1]](https://www.faceofnation.news/wp-content/uploads/2026/04/2026040937412311-640x427.jpg)


