Home News પાકિસ્તાનમાં યોજાશે અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણા, US તરફથી ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ કરશે નેતૃત્વ

પાકિસ્તાનમાં યોજાશે અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણા, US તરફથી ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ કરશે નેતૃત્વ

AI IMAGE

Face Of Nation 09-04-2026 : અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સીઝફાયર જાહેર કરવામાં આવ્યું છે. આ સીઝફાયર દરમ્યાન અમેરિકા અને ઈરાન વચ્ચે કેટલીક શરતો મુકવામાં આવી છે. જેને લઈને બંને દેશોએ મંત્રણાનું આયોજન કર્યું છે જે પાકિસ્તાનમાં યોજાવાની છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થઇ રહેલી આ મંત્રણામાં અમેરિકાનું નેતૃત્વ ઉપ રાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ કરશે અને ઈરાનનું નેતૃત્વ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ અને વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી કરશે. આ મંત્રણાની સુરક્ષા સહિતની વ્યવસ્થાઓને લઈને પાકિસ્તાન સરકાર દ્વારા અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ રાજનૈતિક પગલું સામે આવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને અંત તરફ લઈ જવા માટે પાકિસ્તાનમાં ઉચ્ચ સ્તરની મંત્રણા યોજાવાની છે, જેમાં અમેરિકાની તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ નેતૃત્વ કરશે.
ઇસ્લામાબાદમાં યોજાનારી આ બેઠકને છેલ્લા કેટલાય દાયકામાં અમેરિકા-ઈરાન વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ સીધી રાજનૈતિક પહેલ તરીકે જોવાઈ રહી છે. વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે આ મંત્રણા માટે અમેરિકી પ્રતિનિધિમંડળમાં ઉપરાષ્ટ્રપતિ જે.ડી વેન્સ ઉપરાંત વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાશે. આ મંત્રણા એવા સમયે યોજાઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે તાજેતરમાં જ તાત્કાલિક સીઝફાયર લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ પરિસ્થિતિ હજી પણ અતિ સંવેદનશીલ છે. બંને દેશો વચ્ચે યોજાનારી આ ચર્ચાઓ નિર્ધારિત કરશે કે તણાવ લાંબા ગાળે શાંતિ તરફ વળે છે કે ફરી સંઘર્ષ તરફ ધકેલાય છે.
આ બેઠકના મુખ્ય મુદ્દાઓમાં
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ફરી શરૂ કરવી
ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ
અને પ્રાદેશિક સ્થિરતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ખડગેએ કહ્યું, “ગુજરાતમાં જેઓ અભણ છે તેમને મૂર્ખ બનાવી શકો” અને ભાજપે આખું ગુજરાત “અભણ” ગણાવ્યું !

“ખાખી”નો લક્ષ્ય “ખાદી”, કામગીરી ઉપર શંકા : નિનામા જેવા અનેક IPS-IAS સત્તા માટે દલાલી કરે છે ?

હાર્દિક કે રાજુ : પહેલા વિરોધી બની પ્રજાનો સહકાર મેળવે બાદમાં ભાજપના ખોળામાં બેસે, શું ગુજરાતીઓ અભણ છે ?

સરદાર માટે ન બોલનારા ડાયરા કલાકારોની ગુજરાત માટે લાગણી દુભાઈ !, પ્રજાના પ્રશ્નો ઉપર પડદો પાડવા પ્રયાસ