Home News દેશની હકીકત જોવી હોય તો, સરકાર માત્ર એક વર્ષ સમાચાર કંપનીઓની જાહેરાતો...

દેશની હકીકત જોવી હોય તો, સરકાર માત્ર એક વર્ષ સમાચાર કંપનીઓની જાહેરાતો બંધ કરી દે !

Face Of Nation 12-05-2026 : દેશની હકીકત જેવી છે તેવી સમાચારોમાં દેખાડવામાં આવતી નથી, આ ભારત દેશનું દુર્ભાગ્ય છે કે જ્યાં સમાચારો જાહેરાતની આડશમાં દબાઈ જાય છે. ગુજરાત કે દેશના મોટાભાગના સમાચાર હાઉસો સત્તા સામે એટલે ચુપકીદી સેવીને બેઠા છે અને માત્ર વાહવાહી જ દેખાડે કે લખે છે કેમ કે, તેઓને લાખ્ખો રૂપિયામાં સરકારી જાહેરાતો મળે છે. જેમ મોદી દેશ માટે નાગરિકોને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવા સહિતના અવનવા સૂચનો આપે છે તેમ માત્ર એક વર્ષ માટે તમામ સમાચાર કંપનીઓને આપવામાં આવતી સરકારી જાહેરાતો બંધ કરે દેવામાં આવે તો હમણાં દેશની હકીકત લોકોની સામે આવી જાય તેમ કહેવામાં કોઈ બે મત નથી. સમાચાર સંસ્થાઓએ જાહેરાતની આડશમાં સમાચારો વેચીને તેમનું સ્તર ઘટાડી દીધું છે. દેશ હિતમાં માત્ર પ્રજાએ જ ભોગ ન આપવાનો હોય, ક્યારેક સરકારી તિજોરીમાંથી થતા ખોટા ખર્ચાઓ અટકાવીને પણ ભોગ આપવો જરૂરી બની જાય છે. સમાચાર પત્રોમાં આવતી લાખ્ખો રૂપિયાની એક એક જાહેરાતથી પ્રજાનું શું ભલું થાય છે ? જો સરકારમાં બેઠેલી રાજકીય પાર્ટીઓને એટલો જ જાહેરાતોનો અને વાહવાહીનો શોખ હોય તો તેમની રાજકીય પાર્ટીના ફંડમાંથી જાહેરાતો આપે. શું કામ પ્રજાના પૈસે સરકારી તિજોરીના નાણાંનો ઉપયોગ એવી જગ્યાએ કરવામાં આવે છે જેનાથી પ્રજાને કોઈ ફાયદો જ નથી.
માત્ર વાત સરકારી જાહેરાતો પૂરતી સીમિત નથી પરંતુ સરકારી તિજોરીમાંથી થતા નેતાઓની જાહેર સભાઓથી માંડીને એવા તમામ ખર્ચાઓ કે જે પ્રજા માટે કોઈ પણ હીત વિનાના છે તે અટકાવવા જોઈએ. દુર્ભાગ્ય છે ભારતનું કે એવા કોઈ નેતાઓ આજદિન સુધી સત્તાની ગાદીએ બેઠા નથી કે જેઓએ આ તમામ ખર્ચાઓ અટકાવવાની હિંમત કરી હોય. કેમ કે, ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓથી ખરડાયેલા છે. કોઈ દૂધનું ધોયેલું નથી. આ બધા એટલે તાજામાજા થઇ ગયા છે કેમ કે પ્રજાનો ડર આ નેતાઓ કે રાજકીય પક્ષોને નથી. આ બધું જોતી સુપ્રીમ કોર્ટ પણ સુઓમોટો રિટ લઈને પ્રજાનું હીત જળવાઈ રહે તે માટે સરકારને ખોટા ખર્ચાઓ બંધ કરવાનું કહેવાનું મુનાસીબ માની રહી નથી. આજે દેશમાં એવા ઘણા ખોટા ખર્ચાઓ છે જેની ઉપર અંકુશ લાવવામાં આવે તો કદાચ દેશની જનતાને ઘણી રાહત મળી શકે તેમ છે પરંતુ તેમ નહીં થાય અને નેતાઓ પ્રજાને આમ ન કરશો તેમ ન કરશો તેવી સુફિયાણી વાતોથી ભરમાવશે.
આવા સમાચારો મોટા મીડિયા હાઉસોના માલિકોને ગમતા હોતા નથી. આવા સમાચારોથી તેઓ પણ નેતાઓને ભલામણો કરે છે કે આ સમાચારો લખનાર ઉપર ખોટા કેસો ઉભા કરીને ફિટ કરી દો એટલે તમારું અને અમારું ગુજરાન ચાલે. કોઈ મીડિયા હાઉસે ક્યારેય ગમે તેવી આપત્તિમાં એવી જાહેરાત નથી કરી કે, અમે સરકારી જાહેરાતો નહિ લઈને પ્રજાની તિજોરીને થતું નુકસાન અટકાવીશું કે નેતાઓની વાહવાહી વાળી જાહેરખબરો નહિ છાપીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

જયારે વડાપ્રધાન ખુદ જાહેરમાં આવીને અપીલ કરે ત્યારે સમજી જવું કે દેશ વિકટ પરિસ્થિતિમાં છે

બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર

Video : ગુજરાતમાં મધરાત્રે ગાયોની તસ્કરી, પોલીસ નિષ્ક્રિય, હિન્દુત્વની વાતો કરનાર નેતાઓ અને સરકારને ગાલે તમાચો