Home Uncategorized પ્રજા સાથે દ્રોહ : ધારાસભ્યોથી માંડીને પેપરો બધું ફૂટી જાય છે :...

પ્રજા સાથે દ્રોહ : ધારાસભ્યોથી માંડીને પેપરો બધું ફૂટી જાય છે : NEETનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ : ફરીથી લેવાશે

Face Of Nation 13-05-2026 : ભાજપના રાજમાં સ્થાનિક નેતાઓથી માંડીને પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે. આશ્વર્યજનક બાબત છે કે, સત્તાધીશોની ભુલોનું પરિણામ નિર્દોષ વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ 3 મે,2026ના રોજ યોજાયેલી NEETની પરીક્ષા રદ કરી દીધી છે. આ નિર્ણય પેપર લીક થવાના આરોપને કારણે લેવામાં આવ્યો છે. CBIને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. NTA એ કહ્યું છે કે, પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રદ્દ કરવામાં આવેલી પરીક્ષામાં 22.79 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.
NTAએ કહ્યું છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. તેમના પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. ફરીથી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓની ફી પણ પરત કરવામાં આવશે. NEET પરીક્ષા 2013 માં શરૂ થઈ હતી. NTA એ તેને પ્રથમ વખત 2019માં યોજી હતી. 2024માં પેપર લીક થવાને કારણે કેટલાક કેન્દ્રો પર પરીક્ષા રદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આખી પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો હતો. 1539 ઉમેદવારોની ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સોમવારે દેહરાદૂન, સીકર અને ઝુનઝુનુમાંથી 15 શંકાસ્પદોને અટકાયતમાં લીધા. તેમાં જયપુરથી મનીષ નામના વ્યક્તિને પકડ્યો છે. તેને જ પેપર છપાય તે પહેલાં પ્રશ્નો લીક કરવાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે. તેના આખા નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. તેના ઘણા અન્ય રાજ્યોમાં ફેલાયેલા હોવાની આશંકા છે. ગેંગે છપાય તે પહેલાં જ લીક થયેલા પ્રશ્નોમાં બીજા પ્રશ્નો ભેળવીને એક ‘ક્વેશ્ચન બેંક’ તૈયાર કરી. આ કામ મનીષે તેના સાથીઓ સાથે મળીને પાર પાડ્યું. SOG આ બધાની ધરપકડ કરવામાં વ્યસ્ત છે. તેને લેનારા ઘણા વિદ્યાર્થીઓ પાસેથી એજન્સીએ પૂછપરછ કરી છે. તેમાં તેમણે પૈસાની લેવડદેવડની વાત સ્વીકારી છે. એજન્સી તેની આખી મની ટ્રેલ શોધી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

જયારે વડાપ્રધાન ખુદ જાહેરમાં આવીને અપીલ કરે ત્યારે સમજી જવું કે દેશ વિકટ પરિસ્થિતિમાં છે

બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર

Video : ગુજરાતમાં મધરાત્રે ગાયોની તસ્કરી, પોલીસ નિષ્ક્રિય, હિન્દુત્વની વાતો કરનાર નેતાઓ અને સરકારને ગાલે તમાચો

VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો