Face Of Nation 12-05-2026 : દેશના વડાપ્રધાન જયારે પોતે પ્રજાને સલાહ આપી રહ્યા હોય કે જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓનો વપરાશ ઓછો કરવા જણાવી રહ્યા હોય ત્યારે સમજી જવું કે, દેશની પરિસ્થિતિ ખુબ જ વિકટ છે, અર્થતંત્ર ડામાડોળ છે. મોદી એવા નેતા છે કે, જે દેશ આપત્તિમાં હોય તો સત્તા માટે થઈને પ્રજાને ગંધ શુધ્ધા ન આવવા દે. પણ જો મોદી જાહેરમાં આવીને બોલે એટલે સમજી લેવું કે પાણી પાળ વટાવી ચૂક્યું છે અને હવે મોદીના હાથમાં કશું છે નહીં. ગમે તેવી આપત્તિ હોય મોદી જ્યારે પ્રજાના ખભે હથિયાર મૂકી દે એટલે સમજી લેવું કે પરિસ્થિતિ વિકટ છે. મોદી ભારતના રાજકારણના એક એવા નેતા છે કે જે સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે છે. સમય આવ્યે પ્રજાના પગ પણ પકડી લે અને સમય આવ્યે પ્રજાના પગ ખેંચી પણ લે તેવી રાજકીય ચાલ મોદી રમવામાં માહેર છે. જ્યારથી ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારથી દેશની પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જઈ રહી છે પરંતુ બંગાળ, તમિલનાડુ સહિતના રાજ્યોની ચૂંટણી માથે હોવાથી મોદીએ એક શબ્દ શુધ્ધા આ અંગે ઉચ્ચાર્યો નહોતો પરંતુ જેવી ચૂંટણી પુરી થઇ કે તુરંત જ મોદીએ પ્રજાને કહી દીધું કે, પેટ્રોલ-ડીઝલ અને ખાવામાં તેલનો વપરાશ ઓછો કરો, સોનુ ખરીદવાનું બંધ કરી દો, વર્ક ફ્રોમ હોમ શરૂ કરો.
દેશના વડાપ્રધાન જયારે ખુદ જાહેરમાં આવીને પ્રજાને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો વપરાશ ઓછો કરવા સલાહ આપે ત્યારે સામાન્ય નાગરિકોએ સમજી જવું જોઈએ કે દેશની પરિસ્થિતિ સામાન્ય નથી. કોઈપણ દેશના વડાપ્રધાન સરળતાથી આવી અપીલ કરતા નથી. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ, ખાવાના તેલ અને સોનાની ખરીદી જેવી બાબતો ઉપર નિયંત્રણ રાખવા માટે કહેવામાં આવે ત્યારે તે દેશના આર્થિક સંતુલન ઉપર ગંભીર દબાણ હોવાની નિશાની માનવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા રાજકારણી માનવામાં આવે છે કે, જે કોઈપણ વિકટ પરિસ્થિતિને પણ જાહેરમાં સામાન્ય બતાવવાનો પ્રયાસ કરે છે. દેશમાં આપત્તિ હોય, આર્થિક દબાણ હોય કે વૈશ્વિક સંકટ હોય ત્યારે પણ મોદી સરકાર મોટાભાગે “બધું કાબૂમાં છે” એવી છાપ ઉભી કરવાનો પ્રયાસ કરતી રહી છે. પરંતુ હવે ખુદ વડાપ્રધાન પ્રજાને પેટ્રોલ-ડીઝલ ઓછું વાપરવા, ખાવામાં તેલનો ઉપયોગ ઘટાડવા અને સોનાની ખરીદી ટાળવા સલાહ આપી રહ્યા છે, ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આખરે એવું શું બન્યું કે વડાપ્રધાનને ખુદ આવી અપીલ કરવી પડી ? શું દેશનું અર્થતંત્ર અંદરથી દબાણ અનુભવી રહ્યું છે ? શું વૈશ્વિક યુદ્ધની અસર ભારત ઉપર ગંભીર રીતે પડી રહી છે ? કે પછી સરકારને આવનારા દિવસોમાં મોંઘવારી અને પુરવઠા સંકટનો ડર સતાવી રહ્યો છે ? આવા અનેક સવાલોના જવાબ સરકાર કે મોદી આપી શકે તેમ નથી. ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક વેપાર ઉપર અસર પડી રહી છે. ભારત જેવા દેશો, જે મોટા પ્રમાણમાં તેલ આયાત ઉપર આધારિત છે, તેમના માટે આવી પરિસ્થિતિ ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, જયાં સુધી બંગાળ અને તમિલનાડુ જેવી મહત્વની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યાં સુધી કેન્દ્ર સરકાર કે વડાપ્રધાન દ્વારા આ મુદ્દે કોઈ ગંભીર ચેતવણી આપવામાં આવી નહોતી. ચૂંટણી પૂર્ણ થતાં જ અચાનક પ્રજાને બચત અને નિયંત્રણની સલાહ આપવામાં આવવા લાગી છે.
મોદી ભારતીય રાજકારણના એવા નેતા માનવામાં આવે છે કે, જે સત્તા માટે કોઈપણ રાજકીય ચાલ રમવામાં માહેર છે. સમય પડે ત્યારે પ્રજાની લાગણીઓ સાથે જોડાઈ જાય અને સમય પડે ત્યારે જવાબદારીનો ભાર પણ પ્રજાના ખભા ઉપર મૂકી દે તેવી ટીકા તેમના વિરોધીઓ કરતા રહ્યા છે. કોરોના કાળ દરમિયાન લોકો થાળીઓ વગાડતા જોવા મળ્યા હતા, બેંક અને ATMની લાઈનોમાં લોકો ઉભા રહ્યા હતા અને હવે ફરી એકવાર પ્રજાને પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવા કહેવામાં આવી રહ્યું છે. સવાલ એ નથી કે બચત કરવી જોઈએ કે નહીં. સવાલ એ છે કે, શું સરકાર ખુદ પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જઈ રહી છે ? શું પ્રજાને અગાઉથી સત્ય જણાવવાને બદલે ચૂંટણી સુધી રાહ જોવામાં આવી ? અને જો પરિસ્થિતિ એટલી ગંભીર છે તો શું માત્ર સલાહોથી દેશનું સંકટ દૂર થઈ જશે ? દેશની પ્રજાએ હવે માત્ર ભાષણો નહીં પરંતુ હકીકતો સમજવાની જરૂર છે. કારણ કે જયારે વડાપ્રધાન ખુદ ખુલ્લેઆમ આવી અપીલ કરવા લાગે, ત્યારે સમજી જવું જોઈએ કે દેશ ખરેખર વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
સૌથી મોંઘી લાઇફસ્ટાઇલ ધરાવનાર મોદીની પ્રજાને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા સલાહ
બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર



