Home News Video : ગુજરાતમાં મધરાત્રે ગાયોની તસ્કરી, પોલીસ નિષ્ક્રિય, હિન્દુત્વની વાતો કરનાર નેતાઓ...

Video : ગુજરાતમાં મધરાત્રે ગાયોની તસ્કરી, પોલીસ નિષ્ક્રિય, હિન્દુત્વની વાતો કરનાર નેતાઓ અને સરકારને ગાલે તમાચો

Face Of Nation 12-05-2026 : ગુજરાતના અનેક ગામડાઓમાંથી મોડી રાત્રે ગાડીઓમાં ગાયોને ભરીને લઇ જતા તસ્કરોએ કાળો કેર વર્તાવ્યો છે. સ્થાનિક પોલીસના હપ્તા રાજથી ચાલતું ગાયોને કસાઇવાડે લઇ જવાનું કૌભાંડ ખુબ જ મોટું છે. નાની ગાડીઓની ડેકીમાં શહેરોના સુમસામ રસ્તાઓથી માંડીને ગામડાઓમાંથી લઇ જવામાં આવી રહી છે. જે લોકો ગૌ માતા માટે લડી રહ્યા છે કે હિન્દુત્વની વાતો કરી રહ્યા છે તે લોકો માટે આ બાબત ખુબ જ શરમજનક છે. ગાયોની તસ્કરી કરવા આવનારા લોકો એટલા ખૂંખાર હોય છે કે જો કોઈ તેમનો પ્રતિકાર કરવા જાય તો તેની સામે હથિયાર ઉગામી દેવામાં આવે છે. આવી ટોળકીઓ હથિયાર અને પથ્થરોથી સજજ થઈને આવે છે. ઉત્તર ગુજરાતમાં આવેલા ક્લોલ તાલુકાના નાંદોલી ગામનો વિડીયો ફેસ ઓફ નેશનને મળ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે કસાઇઓ ગાડીમાં ગાયને ભરીને કસાઇવાડે લઇ જાય છે. આ વિડીયો શનિવાર રાતનો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગાયોને કસાઈ વાડે લઇ જનારા લોકોની ગાડીઓ પકડવાની હિંમત પોલીસની પણ હોતી નથી કેમ કે આ લોકો એટલા ખૂંખાર હોય છે કે તેઓ ગાડી પોલીસ ઉપર ચઢાવી દેતા પણ ખચકાતા નથી. ઘણી વાર આવી ઘટનાઓ બહાર પણ આવતી નથી. અહીં નોંધનીય છે કે, ભાજપના રાજ બાદ ગાયોની તસ્કરી વધી ગઈ છે.

જો કોઈ આમ નાગરિક ગાડી કે બાઈક લઈને રોડ ઉપર નીકળે તો પોલીસ તેને અટકાવી તેની પુછપરછ કરીને ખોટા દમ મારે છે, પરંતુ શહેરો કે ગામડાઓના રસ્તાઓમાંથી ગાયોની તસ્કરી કરવામાં આવે તેમ છતાં આવી ગાડીઓ કે ટ્રકો પોલીસ પકડતી નથી. જયારે પકડાય ત્યારે કેટલાક ગૌ રક્ષકોની મહેનતથી પકડાય છે પરંતુ આજદિન સુધી ક્યારેય પોલીસે શહેરો કે ગામડાના સુમસામ રસ્તાઓમાંથી ગાડીઓમાં ગાયો ભરી જતા લોકોને કે આવી ગેંગને ઝડપી નથી. આ એક આશ્વર્યજનક વાત છે કે શું પોલીસને ઉપરથી આદેશ છે કે કોઈ ગાય ભરેલી ટ્રકો કે ગાડીઓ પકડવાની નહીં ? કે પછી ગુજરાતની કહેવાતી બહાદુર પોલીસની આવા તત્વોને પકડવા કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરતા ડર લાગે છે ? ભાજપના નેતાઓ પણ ગૌમાતા માટેની સુફિયાણી વાતો કરે છે પરંતુ આજદિન સુધી ગૌ તસ્કરી અંગે કડક કાયદો બનાવવામાં આવ્યો નથી કે પછી ગૌ તસ્કરી કરનારા ઉપર સકંજો કસવામાં આવી રહ્યો નથી. આ સત્તાની એક મોટી નબળાઈ કહેવાય કે તસ્કરો ગામમાં અને શહેરની સુમસામ ગલીઓમાંથી બિન્દાસ્ત પણે ગાયોની તસ્કરી કરી રહ્યા છે.
સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ પોલીસ માટે નકામી છે કેમ કે પોલીસ આવા તત્વોને પકડી શકતી નથી અને પ્રજા આવા તત્વોના વિડીયો બનાવીનેસચ્ચાઈ ઉજાગર કરે છે ત્યારે તંત્રની પોલ ખુલી જાય છે. આ મામલે સરકારે અને પોલીસે ખરેખર કડકાઈ દાખવવાની જરૂર છે. જો સત્તા અને પોલીસ આ સમગ્ર કાંડમાં એક હોય કે મળેલી હોય તો આ બાબતે ક્યારેય કોઈ પગલાં નહીં લેવાય. નાયબ મુખ્યમંત્રી માત્ર વાતો કરે છે કે, કોઈ પણ ચમરબંધીને નહિ છોડવામાં આવે પરંતુ જયારે બિન્દાસ્ત ગાયોની તસ્કરી થઇ રહી છે ત્યારે તેમની પીપુડી વાગતી નથી, તેમની પોલીસ પણ મૂકપ્રેક્ષક બની જાય છે કેમ કે પોલીસની પણ આવા તસ્કરોથી ફાટે છે, અને એટલે જ કદાચ તસ્કરો આમ બિન્દાસ્ત બેફામ બનીને ગામડાઓ અને શહેરોની ગલીઓમાંથી ગાયોને કસાઇવાડે લઇ જઈને કાપી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

સૌથી મોંઘી લાઇફસ્ટાઇલ ધરાવનાર મોદીની પ્રજાને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા સલાહ

બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર

VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો

લંડન જતા ગુજરાતી પરિવારને બંધક બનાવી એજન્ટે પુત્રનો લોહીથી લથપથ ફોટો મોકલ્યો : 1 કરોડની માંગ