Home Uncategorized સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ, વાતાવરણ અને ટકાવારીથી ભાજપની નેતાગીરી ચિંતાગ્રસ્ત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ, વાતાવરણ અને ટકાવારીથી ભાજપની નેતાગીરી ચિંતાગ્રસ્ત

Face Of Nation 26-04-2026 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. 50 લાખથી પણ વધુ મતદારોએ મતદાન નહીં કરીને પોતાની નારાજગી દેખાડી છે, તેવામાં ટકાવારી અને મતદાનના દિવસે સર્જાયેલા રાજકીય વાતાવરણને લઈને ભાજપની નેતાગીરી ચિંતાગ્રસ્ત બની છે. મોટાભાગના ભાજપના નેતાઓ અને કાર્યકરો બંધબારણે સ્વીકારી રહ્યા છે કે, આ વખતે પક્ષને નુકસાન થશે. ગત વર્ષ કરતા આ વર્ષે ભાજપની સીટોમાં ઘટાડો થશે. જો કે, ઈવીએમ ખુલતા જ સાચું ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે. તે અગાઉ કશું પણ કહેવું નિર્થક નીવડે તેમ છે. આ વર્ષે કદાચ પહેલી એવી ચૂંટણી હતી કે જેમાં ભાજપના સર્વે સર્વ નરેન્દ્ર મોદી મતદાન કરવા અમદાવાદ આવ્યા નહોતા. કદાચ તેઓને જમીની રાજકીય પરિસ્થતિનો અણસાર આવી ગયો હશે એટલે જ અંતર રાખવાનું મુનાસીબ માન્યું હશે.
લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીએ માજા મૂકી હતી તેવામાં 58% મતદાન નોંધાયું હતું. 15 મહાનગરપાલિકામાં 49%, 84 નગરપાલિકામાં 58.12%, 34 જિલ્લા પંચાયતમાં 60.21% અને 260 તાલુકા પંચાયતમાં 61% મતદાન નોંધાયું છે. આ આંકડાને લઈને ભાજપના નેતાઓ વિચારમાં પડી ગયા છે. પ્રજાએ કોને જનાદેશ આપ્યો છે તેને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થઇ ગયા છે. ભાજપને જીત મળશે પરંતુ સીટોમાં ઘટાડો થશે તેવી શક્યતાઓ છે. આમ આદમી પાર્ટી સતત બીજી વાર કોંગ્રેસને બાજુમાં રાખીને મજબૂત વિરોધ પક્ષ બનશે તેવું લાગી રહ્યું છે. આ વખતની ચૂંટણી રસાકસીભરી રહી છે સાથે જ 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે. તેવામાં મતદાનના પરિણામો ગુજરાતની આગામી રાજકીય પરિસ્થિતિની દશા અને દિશા નક્કી કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

નાયબ મુખ્યમંત્રી શરમ કરો ! : સુરતમાં ધોરણ 10માં ભણતી સગીરાની છેડતી, લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

મંદિર કે કથામાં જતા નેતાઓને વ્યસન મુક્તિની જેમ ભ્રષ્ટાચાર મુક્તિના શપથ કેમ નથી લેવડાવતા ?

ભગવાધારી રાજકારણી, ધર્મનો નહીં સત્તાનો એજન્ટ : વડતાલનો નૌતમ ધર્મને છોડી સત્તાના પ્રચારમાં વ્યસ્ત

ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે : જીગ્નેશ ઠાકરની કથાનો વહીવટદાર તેનો જ ભાઈ ભાર્ગવ ઠાકર !