Home News ચૂંટણી ટાણે પ્રજાનો વિરોધ ખાળવા ભાજપ નેતાનો આદેશ, “આરોપીને જાહેરમાં લઇ જઈને...

ચૂંટણી ટાણે પ્રજાનો વિરોધ ખાળવા ભાજપ નેતાનો આદેશ, “આરોપીને જાહેરમાં લઇ જઈને મારો”

Face Of Nation 25-04-2026 : મતદાનને આડે 24 કલાક જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિએ ભાજપની ઊંઘ હરામ કરી નાખી છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે શહેરમાંથી આવે છે તે શહેર સુરતમાં એક બાળકી સાથે છેડતીની ઘટના ઘટતા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. જો કે, લોકોનો રોષ પારખી ગયેલી પોલીસે ટોળા ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને લોકોને વિખેરી નાખ્યા હતા. જેને લઈને પ્રજામાં રોષ વધુ ઉગ્ર બન્યો હતો. આ સમગ્ર બાબત ઉપર બારીકાઈથી ભાજપના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નજર રાખી રહ્યા હતા. મતદાનના આગલા દિવસે જ બનેલી ઘટનાને લઇ સંઘવીની ઊંઘ હરામ થઇ ગઈ હતી, રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સંઘવીએ પોલીસને મૌખિક હુકમ કર્યો હતો કે “આરોપીને જાહેરમાં લાવીને મારો” જેથી પ્રજાના વિરોધને ખાળી શકાય. હાલ સુરતમાં આ મુદ્દે લોકો ઉગ્ર રોષે ભરાયેલા છે અને માહોલ તંગ છે.
રિકન્સ્ટ્રક્શનના નામે આજે પોલીસ આરોપીઓનો વરઘોડો કાઢે છે અને પ્રજાને દેખાડે છે કે તેઓએ આરોપીની ધોલાઈ એટલે કે સર્વિસ કરી છે. બોલ બચ્ચન બની બેઠેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ઘણી વાર જાહેરમાં અનેક ડંફાસો મારી છે. આ ડંફાસો મારવા કરવા કરતા ખરેખર જો પોલીસને સ્વતંત્ર રાખી હોત તો આજે કદાચ ગુનાખોરીએ માથું ન ઊંચક્યું હોત. પાટીદાર સમાજનો ગઢ ગણાતા સુરતમાં પાટીદાર સમાજની જ બાળકી સાથે છેડતી થતા સ્થિતિ વધારે ગંભીર બની હતી. આ ડેમેજ કંટ્રોલને ખાળવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખે મહેનત શરૂ કરી છે, પરંતુ તેમની મહેનત લેખે લાગે તેમ નથી કેમ કે, પ્રજા ખુબ જ રોષે ભરાઈ છે.
રાત્રિના સમયે સમયે 4 હજારથી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો. પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં SPGના સભ્યોને ઈજા પહોંચતા મજુરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે.આજે એટલે કે, 25મી એપ્રિલે આરોપી મહંમદ અઝીઝ લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળે પહોંચે તે પહેલાં જ પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. અહીં કેટલાંક લોકોએ ભાજપ જિંદાબાદ અને પોલીસ જિંદાબાદના નારા લગાવતા પાટીદારો આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. પાટીદારોએ જય સરદારના નારા સાથે ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે, અહીં કોઈ ભાજપના લોકો નથી, તમામ પાટીદારો છે. અહીં પક્ષ લઈને આવવો નહીં. જ્યારે મહિલાઓએ પણ બંગડી બતાવીને ભાજપ હાય…ગુજરાત પોલીસ હાય…હાય…ના નારા લગાવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

નાયબ મુખ્યમંત્રી શરમ કરો ! : સુરતમાં ધોરણ 10માં ભણતી સગીરાની છેડતી, લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

મંદિર કે કથામાં જતા નેતાઓને વ્યસન મુક્તિની જેમ ભ્રષ્ટાચાર મુક્તિના શપથ કેમ નથી લેવડાવતા ?

ભગવાધારી રાજકારણી, ધર્મનો નહીં સત્તાનો એજન્ટ : વડતાલનો નૌતમ ધર્મને છોડી સત્તાના પ્રચારમાં વ્યસ્ત