Face Of Nation 25-04-2026 : ચૂંટણી સભાઓ સંબોધતા ગુજરાતના નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવી ફાંકા ફોજદારી કરે છે અને તેમના જ વિસ્તાર સુરતમાંથી ધોરણ 10માં ભણતી સગીરાની છેડતીની ઘટના પ્રકાશમાં આવે છે. આ ઘટના એ વાતની સાક્ષી પુરે છે કે, રાજ્યમાં સગીર બાળકીઓ પણ સુરક્ષિત નથી. ખરેખર આ ઘટના ખુબ જ શરમજનક કહેવાય. છતાં નેતાઓના પેટનું પાણી હાલતું નથી અને પોલીસ આ નેતાઓની રખેવાળ બની બેઠી છે. આવી ઘટનાઓ હંમેશા સામાન્ય નાગરિકની દીકરીઓ સાથે જ બને છે. ક્યારેય આવી ઘટનાઓ નેતાઓની કે પોલીસ અધિકારીઓની દીકરીઓ સાથે બનતી નથી, તેથી કદાચ તેઓને દિવસે દિવસે વધતી આવી ઘટનાઓની ગંભીરતાનું ભાન નથી. માત્ર ધોરણ 10માં ભણતી સગીરાની છેડતી થાય ત્યારે પોલીસ તંત્રનો ગુનાખોરી ઉપર ડર નથી તે વાત ઉજાગર થાય છે. પોલીસ પણ આજે સત્તાધારી પાર્ટીની સેવામાં લાગી ગઈ છે. જયારે પ્રજા ઉગ્ર બને છે અને તેનું ત્રીજું નેત્ર ખોલે છે ત્યારે પોલીસથી પણ સહન થતું નથી અને લાઠીચાર્જની સહારો લે છે. સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈ ગયા હતા. લોકોનો રોષ એટલો ઉગ્ર હતો કે, આરોપીને પોલીસની જીપમાંથી બહાર કાઢીને મારી મારીને અધમુઓ કરી નાખ્યો હતો. ધોરણ-10માં અભ્યાસ કરતી એક સગીરા જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે બારડોલીના રહેવાસી 39 વર્ષીય મોહંમદ અઝીઝ ઇલિયાઝે તેનો હાથ પકડ્યો હતો.
વિદ્યાર્થિનીની છેડતીની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, પોલીસની 112 વાન ઘટનાસ્થળે પહોંચતા જ ત્યાં હાજર ઉશ્કેરાયેલી ભીડ બેકાબૂ બની હતી અને પોલીસની હાજરીમાં જ આરોપી પર તૂટી પડી તેને ઢોરમાર માર્યો હતો. પોલીસ વાન પાસે જ લોકો દ્વારા કાયદો હાથમાં લેવાની આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી અને પરિસ્થિતિ વધુ તંગ બની હતી, જેને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલાને થાળે પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
મંદિર કે કથામાં જતા નેતાઓને વ્યસન મુક્તિની જેમ ભ્રષ્ટાચાર મુક્તિના શપથ કેમ નથી લેવડાવતા ?
ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે : જીગ્નેશ ઠાકરની કથાનો વહીવટદાર તેનો જ ભાઈ ભાર્ગવ ઠાકર !
ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થશે તેવી શક્યતા



