Home News ઇટાલિયાએ મીડિયાને દલાલ કીધું અને કેટલાક લોકોએ માથે ઓઢ્યું પણ “બહિષ્કાર” શબ્દ...

ઇટાલિયાએ મીડિયાને દલાલ કીધું અને કેટલાક લોકોએ માથે ઓઢ્યું પણ “બહિષ્કાર” શબ્દ પત્રકારો ભૂલી ગયા !

Face Of Nation 28-04-2026 : એક સમય હતો, રાજકારણીઓની મીડિયાને એલફેલ બોલવાની હિંમત નહોતી, કેમ કે મીડિયા એકજુથ થઈને તેનો બોયકોટ કરતું. ખરેખર તો મીડિયાને ભાંડવાની સૌથી વધુ શરૂઆત મોદી અને અમિત શાહે કરી અને આજે મીડિયા એ જ મોદી અને અમિત શાહનું ગુલામ હોવાનું બિરુદ મેળવી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાનું નિવેદન હાલ ચર્ચામાં છે. તટસ્થતાથી વાત કરીએ તો વાત સાચી છે કે, આજે કેટલાક પત્રકારો નેતાઓના રીતસર ગુલામ બની ગયા છે અને ત્યારે જ આવા આક્ષેપો ઉઠે છે. ખરેખર ઈટાલીયા તો શું તેના જેવા પાંચસો લોકો મીડિયાને દલાલ, ચાટુકાર કે પાલતુ કુતરા પણ કેમ ના કહે. જે નથી તેને કોઈ લેવા દેવા જ નથી, પણ જે પોતાની જાતને સમજતા હોય તેમણે પ્રતિભાવ ચોક્કસ આપવો જોઈએ. આ વાત કોઈ ગોપાલ ઈટાલીયા માટેની નથી પરંતુ વાત છે, માથે ઓઢી લેવાની. જયારે કોઈ વ્યક્તિ નામ વિના કોઈના ઉપર પ્રહાર કરે છે તો, તમામ લોકો તેનો ઉત્તર આપવા દોડી જતા નથી પરંતુ તે વાત જેને લાગુ પડતી હોય તે તુરંત તેનો ઉત્તર આપવા દોડી આવે છે. ઈટાલીયા પ્રજાના બેલી બાદમાં પહેલા “રાજકારણી” છે અને રાજકારણી કોઈ પણ હદે જઈ શકે છે એ વાત પત્રકારોને બખૂબી ખબર હોવી જોઈએ. ખરેખર તો મીડિયાએ ઇટાલિયાના નિવેદનને સમાચાર બનાવીને તેની વાતને અને આક્ષેપને મહત્વ આપી દીધું. જયારે હાથી રસ્તે જતો હોય તો શેરી કુતરા અનેક ભસતા હોય છે, પરંતુ હાથી હંમેશા તેની મોજમાં જ ચાલતો હોય છે, બાકી તે ધારે તો એક જ શુંઢના ફટાકાથી કૂતરાને અધમુઓ કરી નાંખે પણ કદાચ હાથી સમજે છે કે તેની અને કુતરા વચ્ચેનું શું અંતર છે. આ વાત પ્રાણીની હતી પરંતુ મનુષ્યએ પણ આ વાત સમજવી જરૂરી છે. ખરેખર ગોપાલ ઇટાલિયાનો ઈશારો બીજા તરફ હતો અને માથે ઓઢી લીધું બીજા કોઈએ.
આખું ગુજરાત જાણે છે કે, છેલ્લા ઘણા સમયથી દરરોજે ગોપાલ ઇટાલિયાને લઈને એક મીડિયા હાઉસ સતત સમાચારો રજૂ કરી રહ્યું હતું. આ સમાચાર આપ અને ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરીને નેગેટિવ રીતે રજૂ કરવામાં આવી રહ્યા હતા. એક દિવસ છોડ્યા વિના સતત રજૂ થતા સમાચારોથી ગોપાલ ઇટાલિયાએ મીડિયાને દલાલ કહી દીધું. આ દલાલ શબ્દ બાદ કેટલાક લોકોએ તેમના માથે ઓઢીને સમાચારો રજૂ કરવાનું શરૂ કર્યું. બસ, આ જ મીડિયા સંસ્થાઓએ ભૂલ કરી. ગોપાલ ઇટાલિયા ખરેખર નામર્દ કહેવાય કે જેણે નામ લીધા વિના દલ્લા શબ્દ વાપર્યો. જો ખરેખર તેનામાં હિંમત હોત તો નામ સાથે આક્ષેપ કરતો અને જે તે સમાચાર સંસ્થા તેનો ખુલાસો કરતી, પરંતુ ના. ઇટાલિયાએ એવું ન કર્યું અને કેટલાક મીડિયાએ તેને માથે ઓઢી લીધું. ખરેખર ઇટાલિયાએ જેને ટાર્ગેટ કરીને કહ્યું તેનું નામ અમે ન લખીએ કેમ કે, ખુદ ઈટાલીયા કોઈનું નામ બોલ્યા નથી. ખરેખર તો જે જે લોકોએ ગોપાલને તેના નિવેદન બદલ સમાચારમાં સ્થાન આપ્યું તે લોકોએ તેને મહત્વ આપ્યું. જો મહત્વ આપ્યું જ ન હોત તો તેના નિવેદનની કોઈ અસર જ દેખાતી નહીં.
ઈટાલીયાએ ચૂંટણી દરમ્યાન પોલીસની કામગીરી ઉપર રોષ ઠાલવ્યો અને તે માટે તેને પોલીસને દલ્લા કીધા સાથે જ મીડિયાને પણ દલાલ કહ્યું પરંતુ જે મીડિયા કે પોલીસ દલાલીની વ્યાખ્યાયમાં આવતા હોય તેમણે આ વાત માથે ઓઢી લેવી જોઈએ તેમાં કશું ખોટું નથી. મીડિયાએ એ વાત પણ સ્વીકારવી પડશે કે, ક્યારે કોઈ નેતા જાહેરમાં હવે મીડિયાને ભાંડી રહ્યો છે. આ માત્ર આમ આદમી પાર્ટીના નેતાની વાત નથી ભાજપના નાયબ મુખ્યમંત્રીએ પણ જાહેર સ્ટેજ ઉપરથી જણાવ્યું કે, યુટુબને પૈસા આપે છે. આવા નિવેદનો મીડિયા માટે ખુબ શરમજનક છે. હવે, મીડિયાએ વિચારવાની જરૂર છે કે એવી તો શું ચૂક થઇ કે, મીડિયાને નેતાઓ જાહેરમાં ભાંડી રહ્યા છે. જાહેરાત જાહેરાત પૂરતી સીમિત હોવી જોઈએ પણ જ્યારે જાહેરાત સમાચાર ઉપર પકડ મજબૂત કરવા લાગે ત્યારે મીડિયાને ખરીદવું ખુબ સરળ બની જાય છે. આજે મીડિયામાં સમાચારોને જાહેરાત થકી દબાવી દેવામાં આવે છે અને પ્રજાહિતને પણ અભરાઈએ ચઢાવી દેવામાં આવે છે તે કદાપિ યોગ્ય નથી. અમિત શાહની એક સભામાં એક સમયે મીડિયાના કેમેરામેનો ઉપર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો. આ હુમલાના વિરોધમાં તમામ મીડિયાએ શાહની સભાનો બોયકોટ કર્યો હતો. આ બોયકોટ બાદ અમિત શાહે માફી મંગાવી પડી હતી તે પરિસ્થિતિ એક સમયે હતી અને આજે નેતાઓ ખુદ દલાલ, કુતરા જેવા શબ્દ પ્રયોગ કરે છે છતાં બોયકોટ નથી થતો. જે પત્રકારો અને મીડિયા જગત માટે શરમજનક છે.
ગોપાલે લાઈવ દ્વારા તેના નિવેદનમાં જણાવ્યું કે,
“મેં કુલ ત્રણ ચૂંટણી બંદોબસ્ત કર્યા છે. પોલીસ તરીકે મેં પોતે ક્યારેય પોલીસ તરીકે આટલી હદે દલાલી અને આટલી હદે ગુલામી મેં ક્યારેય અનુભવી નથી જોઈ નથી કે કલ્પના નથી કરી લગભગ જિલ્લાના એસપી લગભગ જિલ્લાના આઈજીઓએ દલાલી કરવામાં લગભગ કાંઈ બાકી નથી રાખ્યું. એકદમ દલ્લા કહીએ દલ્લા કરતાં પણ મોટા ઇન્ટરનેશનલ લેવલના દલ્લા બની અને આખી આ ચૂંટણી જાણે ભાજપ નહીં આઈજી, એસપી એસઓજી, એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચ ચૂંટણીમાં ઊભું હોય એટલી હદે દલ્લા વેળા કર્યા છે એક નંબરના દલ્લાઓ મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર જે દલ્લાઓ હોય એને કરતાં પણ હલકા દલ્લાઓ આ બધાય બનીને કામ કર્યું છે આ ચૂંટણીઓમાં અને મારા શબ્દો જેને કડવા લાગે અને ભલે લાગે કઈ વાંધો નહી તમારી સત્તા હોય અને તમારી સત્તામાં ગોળી મારી દેવાનું આવતું હોય તો ગોળી મારી દેજો બાકી દલ્લા દલ્લાઓને દલ્લા જ કહી શકાય બીજું તો એના માટે પરમ આદરણીય માનનીય દલ્લેશ્વરજી એવું તો કહેવાય નહી દલ્લાને તો શું કહેવાનું દલ્લા એટલે આ આખી ચૂંટણીમાં બુટલેગરો ગુંડાઓ પોલીસ ભાજપના લફંગાઓ ગોદી ટીવી વાળા ગોદી YouTube વાળા અને બધાએ ભેગા મળી લોકતંત્રની ચીરહરણ કરવામાં કશું જ કોઈ લિમિટ બાકી નથી રાખી કોઈ લિમિટ નહી એવું નતું કે આ લિમિટ પછી અમે હલકું કામ નહી કરીએ હરીફાઈ હાલતી તી કે ગોદી ટીવી વધારે હલકું કામ કરશે કે ગોદી વધારે હલકું કામ કરશે કે ગોદી એસપી હલકું કામ કરશે કે ગોદી ક્રાઈમ બ્રાંચ હલકું કામ કરશે બધાની વચ્ચે હરીફાઈ હતી કે કોણ વધારે હલકાઈ ભર્યું કામ કરી અને હર્ષ સંઘવી પાસેથી મેડલ મેળવી લે ગુજરાતના ઇતિહાસમાં હલકામાં હલકું કામ અધમમાં અધમ કામ મણી પેલા સુબ્રમણ્યમ સ્વામી મણિશંકર અૈયરે કીધેલું એવું કામ આ ચૂંટણીમાં હર્ષ સંઘવીના નેતૃત્વમાં થયું છે જે ગુજરાત ઉપર એક કલંક છે બીજી વાત કે આટ આટલું થયા પછી પણ આમ આદમી પાર્ટીના સાવ સામાન્ય ગરીબ પરિવારના ઉમેદવારોએ કાર્યકર્તાઓએ જે ટક્કર લીધી છે એ સલામને પાત્ર છે બધાને મારી સલામ છે કે એમણે જે ટક્કર ટકર લીધી છે દલાઓ સામે ગોદી સામે હર્ષ સંઘવીના પગના તળિયા લાંબી જીભે ચાટનારા ગુલામો સામે જે ટક્કર લીધી છે એ ઇતિહાસમાં લખાઈ ગઈ છે અને આવી ટક્કર લગભગ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નથી થઈ” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).