Home News મંદિર કે કથામાં જતા નેતાઓને વ્યસન મુક્તિની જેમ ભ્રષ્ટાચાર મુક્તિના શપથ કેમ...

મંદિર કે કથામાં જતા નેતાઓને વ્યસન મુક્તિની જેમ ભ્રષ્ટાચાર મુક્તિના શપથ કેમ નથી લેવડાવતા ?

Face Of Nation 25-04-2026 : સ્વામિનારાયણ મંદિરમાં કે વિશ્વના કોઈ પણ મંદિરમાં અને કથામાં જ્યારે કોઈ વ્યક્તિ જાય ત્યારે સ્વામીઓ, કથાકારો કે ધર્મગુરુઓ ખાસ એવો આગ્રહ રાખતા હોય છે કે, તેમની પાસે આવેલો વ્યક્તિ વ્યસન મુક્ત બને અને તે અંગે જ્ઞાન આપીને તેને વ્યસન મુક્ત થવા સમજાવવામાં આવે છે અથવા તો ક્યારેય વ્યસન નહીં કરે તે માટે શપથ લેવડાવવામાં આવે છે. વ્યસન વ્યક્તિને ચોક્કસ નુકસાન કારક છે અને ભ્રષ્ટાચાર સમગ્ર દેશને નુકશાન કારક છે તેમ છતાં આજદિન સુધી ક્યારેય કોઈ સ્વામી, ધર્મગુરુ કે કથાકારે તેમના દ્વારે આવેલા નેતાઓને ભ્રષ્ટાચાર મુક્ત થવા કે રહેવા સમજાવ્યા નથી કે શપથ લેવડાવ્યા નથી. ગજબ ગણિત છે ધર્મનું. જે દરવાજે ભક્તિભાવથી આમ નાગરિક જાય છે, ત્યાં તેને પાપ પુણ્યના હિસાબ અંગેની સમજો આપીને ભગવાનના નામે ડરાવવામાં આવે છે અને જ્યારે કોઈ નેતા જાય ત્યારે તેની વાહવાહી કરવામાં આવે છે અને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવે છે. આજે અમે અહીં એક તસ્વીર રજૂ કરી છે. નડિયાદ ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈ સ્વામિનારાયણ સમ્પ્રદાયના એક કાર્યક્રમમાં દેખાય છે. આશ્ચ્રર્યજનક બાબત એ છે કે, આ કાર્યક્રમમાં પંકજ દેસાઈ ઉર્ફે ગોટીયો ભગવો શર્ટ પહેરીને સ્વામીજીની સરખામણીએ જ સ્થાન લીધું હતું. આ ચિત્ર જોતા સ્વભાવિક પ્રશ્ન થાય કે, શું ખરેખર સ્વામી અને નેતા બંનેનું એક સરખું સ્થાન છે ?
ભારતમાં અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં આપડે જોયું છે કે, ધર્મ અને જ્ઞાનની સુફિયાણી વાતો કરતા સ્વામી, ધર્મગુરુ કે કથાકારો નેતાઓ આગળ નતમસ્તક બની જાય છે. ખુબ જ શરમજનક આ તસ્વીર હોય છે કે જ્યાં રાજ સત્તા આગળ ધર્મ સત્તા ઘૂંટણિયે પડી જાય છે. આજે ધર્મ સત્તા ખુદ સવાલથી ઘેરાયેલી છે અને અનેક અનૈતિક કામકાજોથી ચાલી રહી છે તેથી તેને રાજસત્તાનો ડર લાગે છે. રાજ સત્તાએ બેઠેલો રાજકીય પક્ષ એવી બુમરાણ મચાવે છે કે, હિન્દૂ ખતરામાં છે, હિન્દૂ ખતરામાં છે પરંતુ ખરેખર સ્થિતિ જોતા એવું લાગે છે કે, હિન્દૂ અને તેનો ધર્મ ખતરામાં છે અને તેમને ખતરામાં લઇ જવા પાછળ નેતાઓનો જ સિંહ ફાળો છે. ઇતિહાસ સાક્ષી છે કે, ગુજરાતની ધરતી ઉપર કદાચ આજદિન સુધી કોઈ એવા સાધુ, સંત, ધર્મગુરુ કે કથાકારો પેદા નથી થયા જેઓએ નેતાઓને ખોટું કરવા બદલ કે નેતાઓને ભ્રષ્ટાચાર ન કરવા બદલ શપથ લેવડાવ્યા હોય કે સમજાવ્યા હોય. અહીં એવું લાગે છે કે, તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ. ધાર્મિક સંસ્થાઓ વિરુદ્ધ રાજસત્તા આંખ આડા કાન કરે અને રાજસત્તાઓ આગળ ધાર્મિક સંસ્થાઓ આંખ આડા કાન કરે એટલે બેઉનું સચવાઈ જાય.
ઘણા સ્વામી, કથાકારો અને ધર્મગુરુઓ તેમના દ્વારે આવતા ભક્તોને તમાકુ, દારૂ જેવા વ્યસનો છોડવા માટે પ્રેરિત કરે છે અને શપથ પણ લેવડાવે છે. પરંતુ આ જ રીતે રાજકારણીઓ અને નેતાઓને “ભ્રષ્ટાચાર મુક્તિ”નો શપથ લેવડાવવાનો પ્રયાસ કેમ ક્યારેય થતો નથી? જો આવો પ્રયાસ થાય તો કદાચ મંદિરમાં ઇડીની રેડ પડી જાય અથવા તો મંદિરોના કોઈ સરકારી કામકાજો થાય નહી. નેતાઓ અને રાજકારણીઓ મંદિરમાં જવાનું પણ બંધ કરી દે. જે રાજસત્તા કે ધર્મસત્તા બંનેમાંથી એકેયને પરવળે તેમ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

ભગવાધારી રાજકારણી, ધર્મનો નહીં સત્તાનો એજન્ટ : વડતાલનો નૌતમ ધર્મને છોડી સત્તાના પ્રચારમાં વ્યસ્ત

ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે : જીગ્નેશ ઠાકરની કથાનો વહીવટદાર તેનો જ ભાઈ ભાર્ગવ ઠાકર !

વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓએ 33 વર્ષથી સત્સંગ સભા કરનારા વડીલોને હાંકી કાઢ્યા !

જેવો યજમાન તેવો ભાવ : જીગ્નેશ ઠાકર કશું લેતા નથી પણ સાજિંદા-લાઈવ સહીત કથા કરવાના 25થી 51 લાખ !