Face Of Nation 24-04-2026 : ગુજરાતમાં અનેક જગ્યાએ ભાજપના ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે. કેટલાક લોકોએ તો ઉમેદવારોને સોસાયટીમાં પ્રવેશ પણ આપ્યો નથી. આ વખતે ચૂંટણી પ્રચારમાં પ્રજાના વિરોધને કારણે ભાજપને પરસેવો પડી ગયો છે. આ રોષ મતમાં પ્રતિવર્તિત થશે કે ઈવીએમ ખુલતાની સાથે જ ભાજપની ભવ્ય જીત થશે તે પ્રશ્ન સૌ કોઈને છે. આ વખતની ચૂંટણી ભાજપ માટે હિન્દૂ વાદ કે મહિલાઓના અપમાન કે ગુજરાતના અપમાનના મુદ્દાઓ ઉપર આધારિત નથી. આ વખતની ચૂંટણીમાં પ્રજા સ્થાનિક પ્રશ્નોને જ મહત્વ આપી રહી છે અને ભાજપના જુના પદાધિકારીઓ પ્રજા વચ્ચે ક્યારેય ડોકાયા નથી તે અત્યારે તેમને નડી રહ્યું છે.
વડોદરાના બીલ ગામમાં ભાજપના કાર્યકરો રેલી લઈ પહોંચતા સ્થાનિકોએ વિરોધ કરતા બબાલ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. બાપુનગર વોર્ડમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આમને સામને આવી જતા કાર્યકર્તાઓએ ઉગ્ર નારેબાજી કરી હતી. અમદાવાદના અસારવા ગામમાં ચૂંટણીને લઈ બેનર લગાવવામાં આવ્યા છે.અસારવા વોર્ડ અને વિધાનસભા જે અસારવા ગામથી ઓળખાય છે કે જે અસારવા ગામના કોઈ પણ વ્યક્તિને ભાજપે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટના આપી હોવાથી અસારવા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને સ્થાનિક વ્યક્તિને ટિકિટ ના મળવાના કારણે ગામમાં ચૂંટણીનો પ્રચાર કરવા આવનાર દરેક વ્યક્તિનો વિરોધ કરીએ છીએ. આ બેનરમાં નીચે મોટા અક્ષરે સમગ્ર અસારવા ભાજપ પરિવાર લખવામાં આવ્યું છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને શિક્ષણ મંત્રીએ નાના બાળકો અને વિદ્યાર્થીનો રાજકીય પ્રચારમાં દુરુપયોગ કરતા NSUIએ સખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે હાથોમાં પુસ્તક હોવા જોઈએ ત્યાં પક્ષના ઝંડા પકડાવી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ચૂંટણી પંચ અને બાળ આયોગ આ મામલે તાત્કાલિક કડક પગલાં લે તેવી માગ NSUIએ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
પ્રચારનો છેલ્લો દિવસ, મતદાનના દિવસે “મોદીકાર્ડ” : આવતીકાલે રાત્રે મોદી ગુજરાત આવશે



