Face Of Nation 21-04-2026 : જયારે લોકશાહીની હત્યા થઇ રહી હોય કે રાજકીય પક્ષની આડમાં નિમ્ન રાજકારણ ખેલાઈ રહ્યું હોય ત્યારે પ્રજાની જાગૃતતા ખુબ જ મહત્વની બની જાય છે. મીડિયા ગમે તેવા બૂમબરાડા પાડે કે સોશિયલ સાઇટોમાં ગમે તેટલા પ્રજા જાગૃતતાના સંદેશાઓ વહેતા થાય પરંતુ જ્યાં સુધી ખરેખર પ્રજા જાગૃત નહીં બને ત્યાં સુધી કશું જ થશે નહીં. રાજકીય લોકો દ્વારા ઉભી કરવામાં આવતી તમામ પરિસ્થિતિ સામે અંતે પ્રજા જ જવાબદાર હોય છે. આજે સત્તાધારી ભાજપ પક્ષ અને તેના નેતાઓ 700થી વધુ સીટો બિનહરીફ થવા બદલ જાહેરમાં પોતાની પીઠ થબથબાવીને પ્રજા સામે અટ્ટહાસ્ય કરી રહ્યું છે કે લ્યો અમે તમારો મતાધિકાર જ છીનવી લીધો, તમે અમારું શું ઉખાડી લીધું ? ખરેખર આ લોકશાહીનું પતન કહેવાય અને પ્રજાની જાગૃતતાનો અભાવ કહેવાય કે, જયારે પ્રજાનો વારો આવ્યો ત્યારે તે લોકો પાસેથી મતાધિકાર છીનવી લેવામાં આવ્યો. મીડિયા ગમે તેટલા સમાચારો રજૂ કરશે કે, સોશિયલ સાઈટો ઉપર ગમે તેટલા વિડીયો વાયરલ થશે પરંતુ જ્યાં સુધી પ્રજા તેમના મતાધિકારનો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી રાજકીય નીતિરીતિઓ ક્યારેય બદલાશે નહીં કે નેતાઓ સુધરશે પણ નહીં. હાલ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ ખેલાઈ રહી છે કે જેની કોઈ સીમા નથી.
દર પાંચ વર્ષે પ્રજાનો મતાધિકાર જાહેર કરવાનો પર્વ એટલે ચૂંટણી, પરંતુ આ ચૂંટણીમાં જો પ્રજાનો મતાધિકાર જ છીનવી લેવામાં આવે તો શું ? ખરેખર આ મામલે ચૂંટણીપંચે કે ભારતની કોર્ટોએ પ્રજાનો અવાજ બનવાની જરૂર હતી. ઠેર ઠેર શામ, દામ અને દંડના સહારે ભાજપ બિન્દાસ્ત ઉમેદવારોને તોડી રહ્યું હતું. જો ભાજપે પ્રજા લક્ષી કામકાજો કર્યા છે તો પછી શું કામ આજે ઉમેદવારોને તોડવાની નોબત આવી. આ ખરેખર ખુબ જ ગંભીર બાબત છે અને જો પ્રજા આ મામલે સતર્ક નહીં બને તો આવનારી ચૂંટણીમાં આથી પણ વધારે લોકો બિનહરીફ થશે અને એક દિવસ એવો આવશે કે, ડરના લીધે ભાજપ સામે કોઈ ઉમેદવાર જ નહીં હોય. આ મામલાને લોકશાહીમાં ખુબ જ ગંભીર રીતે લેવો જરૂરી છે. ખરેખર તો પ્રશ્ન એ થાય કે, ઉમેદવારો ખરીદવાના આટલા બધા પૈસા રાજકીય પક્ષો પાસેથી આવે છે ક્યાંથી ? ઉમેદવારોને તોડવા જેટલા પૈસા ખર્ચાય છે તેટલા અદ્યતન હોસ્પિટલ કે શાળા બનાવવા વપરાય તો પ્રજાને કામ પણ આવે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વધતા બિનહરીફ ઉમેદવારોના મુદ્દે ઠેર ઠેર ચર્ચા ઉઠી છે. મોટાભાગની સામાન્ય જનતા એવી ચિંતા વ્યક્ત કરી રહી છે કે, જો મતદારો અને સમાજ જાગૃત નહીં બને, તો આવનારી ચૂંટણીઓમાં બિનહરીફ જીતનો આંકડો 700થી વધીને 1500 કે 2000 સુધી પહોંચી શકે છે. બિનહરીફ જીતનું વધતું પ્રમાણ એ સંકેત છે કે ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે, ભલે તે રાજકીય હોય કે સામાજિક. ખરેખર તો વધી ગયેલા બિનહરીફ ઉમેદવારોની સંખ્યા જોઈને હાઇકોર્ટે આ મામલે સુઓમોટો રિટ દાખલ કરીને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગવો જોઈએ પરંતુ તેવું કશું થયું નહીં અને બિનહરીફ થનારા પક્ષો ગેલમાં આવી ગયા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
જજો ખુદ લાલચનો શિકાર થઇ રહ્યા છે ત્યાં ઉમેદવારોનું શું ગજું, શિસ્ત અને ઈમાનદારી જરૂરી



