Face Of Nation 11-05-2026 : વિશ્વમાં જો સૌથી મોંઘી લાઈફ સ્ટાઇલ ધરાવતા નેતાઓનું લિસ્ટ બનાવવામાં આવે તો નરેન્દ્ર દામોદર દાસ મોદી કે જે ચા વેંચતા વેંચતા વડપ્રધાન બન્યા તેમનું નામ મોખરે આવે. આ હાઈફાઈ લાઇફસ્ટાઇલ ધરાવતા વડાપ્રધાન પોતે નિષ્ફ્ળ જાય ત્યારે પ્રજાને સલાહ આપી પ્રજા પાસે કામ કઢાવવા દોડી આવે છે. દેશ આપત્તિમાં હોય ત્યારે ત્યારે પ્રજાના માથે ખો આપવાની આવડત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે બખૂબી છે. તાજેતરમાં જ ગુજરાતની મુલાકાત દરમ્યાન તેમણે દેશવાસીઓને પેટ્રોલ, ડીઝલનો વપરાશ ઓછો કરવા, ખાવામાં તેલનો ઉપયોગ ઓછો કરવા અને સોનુ નહિ ખરીદવા માટે વિનંતી કરી છે. જો કે આ વિનંતી દેશ હિતમાં છે કે મોદીની મજબૂરી છે તે અંગે અનેક સવાલો ઉભા થાય છે. વડાપ્રધાનની જવાબદારી છે કે કોઈ પણ આપત્તિમાં દેશનું સંતુલન પ્રજાને આગળ કર્યા વિના જાળવી રાખે. મોદી ભારતના નિષ્ફ્ળ વડાપ્રધાન રહ્યા છે કેમ કે જયારે જયારે ભારતને માથે કોઈ આપત્તિ આવી છે ત્યારે ત્યારે મોદીએ પ્રજાને ક્યારેક થાળીઓ વગાડતી કે ક્યારેક લાઈનમાં ઉભી કરી દીધી છે. આજે વધુ એક વાર મોદીએ પ્રજાના માથે ખો કરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,પહેલા કોરોનાનું સંકટ પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું. આ તમામ વિપરિત પરિસ્થિતિની સામાન્ય લોકો પર ઓછામાં ઓછી અસર થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. અત્યારે દેશને જનભાગીદારીની શક્તિની જરુર છે. આપણે ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ દેશ યુદ્ધની કે અન્ય સંકટમાંથી પસાર થયો છે ત્યારે સરકારની અપીલ પર દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવી છે. આજે પણ જરુર છે કે આપણે સૌ સાથે મળીને આપણી જવાબદારી નિભાવીએ.દેશના સંશાધનો પર પડી રહેલા બોજને ઓછો કરીએ. ‘ઓફિસમાં વર્કફ્રોમ હોમ અને શાળામાં ઓનલાઈન ક્લાસ કરો’, ‘ગોલ્ડ જરૂરિયાત નથી, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળો’, ‘વિદેશમાં ડેસ્ટિનેશન વેડીંગના બદલે દેશમાં જ લગ્ન કરો’.
એક તરફ મોદી આ નિવેદન થકી સભા સંબોધી રહ્યા હતા અને લોકોને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવા તથા વર્ક ફ્રોમ હોમની સલાહ આપી રહ્યા હતા ત્યારે બીજી બાજુ તેમની આ સભામાં બસો ભરી ભરીને લોકોને દૂર દૂરથી અહીં લાવવામાં આવ્યા હતા અને કેટલીય બસોમાં ડીઝલનો ધુમાડો કરવામાં આવ્યો હતો. ખુદ મોદીએ જંગી રોડશો કરીને કેટલીય ગાડીઓનો પેટ્રોલનો ધુમાડો કર્યો હતો. જો ખરેખર સ્થિતિ વિકટ છે તો કેમ મોદીએ રોડ શો રદ્દ ન કર્યો ? કેમ મોદીએ સભા સંબોધવાનું મુલતવી રાખીને બસોમાં બળતું ડીઝલ ન અટકાવ્યું ? બધા નિયમો અને સલાહ માત્ર પ્રજા માટે જ કેમ છે ? મોદી ખરેખર પ્રજાને એટલી હદે ભોઠ સમજી રહ્યા છે કે તેઓ જે કહે તે પ્રજા સ્વીકારી લે ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર
ઉનાવામાં મહાકાળીનું હળહળતું અપમાન, માંની મૂર્તિ આગળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની આરતી ઉતારાઈ !
VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો
ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓ સરદારનું અપમાન કરનાર મોદીનું કરશે સન્માન !



