Face Of Nation 09-05-2026 : કેટલીક ઘટનાઓ અને પ્રસંગો ખરેખર ધર્મ અને આસ્થા સામે સવાલો ઉભા કરે છે ખુબ જ દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદય આજથી માત્ર 200 વર્ષ પહેલા થયો છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના વંશજ એટલે કે આચાર્યને મહાકાળી કરતા વધારે સ્થાન આપી દેવામાં આવ્યું હોવાની ઘટનાએ સનાતનીઓની અને સનાતન ધર્મને હચમચાવી નાંખ્યા છે. સામાન્ય રીતે જયારે સ્વામિનારાયણ મંદિરોમાં અભિષેકનો પ્રસંગ હોય ત્યારે આચાર્ય અને તેમના સંતો સોળે (સોળે એટલે ધોઈને કોઈ અડ્યું ન હોય તેવા વસ્ત્રો પહેરીને કોઈને પણ અડ્યા વિના સીધા ભગવાનનો સ્પર્શ કરવો) થયા બાદ મૂર્તિને અભિષેક કરવામાં આવે છે. જયારે મહાકાળી માતાના અભિષેક માટે આવું કશું કરવામાં આવ્યું નહીં. હદ તો ત્યારે થઇ કે, મહાકાળી માતાજીની આગળ ખુરશી નાખીને આચાર્યને સ્થાન આપવામાં આવ્યું અને તેમની આરતી ઉતારવામાં આવી. અહીં નોંધનીય બાબત છે કે, અભિષેક પછી કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કોશલેન્દ્ર પાંડેની સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી તેમની સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગવાતી આરતી ઉતારી. અહીં હાજર અનેક લોકોને આ સમગ્ર કાર્યક્ર્મથી દુઃખ થયું પણ સનાતનનો પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયે તેમના હસ્તગત કરી સ્વામિનારાયણનો જયકારો કરી માં શક્તિનું હળહળતું અપમાન કર્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
સૌથી આઘાતજનક વાત એ હતી કે,જયારે આચાર્યની આરતી ઉતારવામાં આવી હતી ત્યારે તેઓ તેમના વિવાદિત સંતો (કાલુપુર મંદિરના મહંત કે જેમની વિરુદ્ધ સેક્સ સીડી કાંડનો આરોપ લાગી ચુક્યો છે) સાથે વાતો કરતા હતા ખળખળાટ હસતા હતા. આ દ્રશ્ય ખરેખર સનાતનીઓ માટે ખુબ જ ખરાબ હતું. સ્વામિનારાયણ મંદિરમાં આચાર્યની આરતી ઉતારાય તે વાજબી છે કેમ કે, લોકો તેમને સ્વામિનારાયણ ભગવાનના વંશજ માને છે પરંતુ માં મહાકાળીના મંદિરમાં જ મૂર્તિની આગળ તેઓ સ્થાન ગ્રહણ કરે અને લોકો તેમની આરતી ઉતારે તે કેટલું વાજબી હતું ? શું ખુદ સનાતનીઓએ જ સનાતનનું અપમાન કર્યું ન કહેવાય ? ગાંધીનગરના ઉનાવામાં મહાકાળી માતાજીનો રજત જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં કથાકાર તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયના જમિયતપુરા મંદિરના મહંત યજ્ઞપ્રકાશને બેસાડવામાં આવ્યા હતા. આ યજ્ઞપ્રકાશે કથામાં કબુલ્યું હતું કે, મને આ કથાનો અનુભવ નથી. યજ્ઞપ્રકાશે પહેલા નરનારાયણ દેવની જય અને બાદમાં મહાકાળીની જય બોલાવતા ઉપસ્થિત કેટલાક લોકો પણ ચોંકી ગયા હતા. આ સમગ્ર ઉત્સવ જાણે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ તેમના હસ્તગત કરી લીધો હોય તેમ તેમને શક્તિની કથાનું કોઈ જ્ઞાન ન હોવા છતાં તેમને કથા સ્થાને બેસાડી દેવામાં આવ્યા હતા. જો કે, આટલેથી વાત અટકી નહોતી. મહાકાળી માતાજીના અભિષેક માટે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત આચાર્ય કોશલેન્દ્ર પાંડેને બોલાવવામાં આવ્યા હતા. અભિષેક બાદ મંદિરમાં જ મહાકાળીની મૂર્તિ આગળ તેમને બેઠક આપવામાં આવી હતી અને તેમની આરતી ઉતારવામાં આવી હતી. આ દ્રશ્યથી અનેક લોકોને ખુબ દુઃખ પહોંચ્યું હતું કેમ કે, મહાકાળી માતાજીના મંદિરમાં જ મૂર્તિ આગળ આ આચાર્યની આરતી ઉતારવામાં આવી હતી. આ બાબત અનેક લોકોએ વખોડી કાઢી હતી. બ્રહ્મણોને સાઈડમાં રાખી દેતા તેમની પણ નારાજગી દેખાઈ રહી હતી.
અમારો આ લેખ કોઈની ધાર્મિક લાગણી દુભાવવા માટે નથી, પરંતુ જે રીતે મહાકાળી મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વર્તન કર્યું છે તેને શબ્દોમાં અહીં અમે રજૂ કર્યું છે. માતાજીના મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની આરતી ઉતારવામાં આવી તે તદ્દન ખોટું છે કેમ કે આજદિન સુધી ક્યારેય એવું નથી બન્યું કે સ્વામિનારાયણ મંદિરોમાં માં શક્તિની આરતી ગવાઈ હોય કે હિન્દૂ ધર્મના કોઈ મહાન સંતની આરતી ઉતારવામાં આવી હોય. સ્વામિનારાયણ મંદિરોમાં કે ઉત્સવોમાં કોઈ હિન્દૂ ધર્મના મોટા સંત મહાત્મા જાય છે ત્યારે ત્યાં તેમની આરતી ઉતારવામાં નથી આવતી તો પછી શું કામ સનાતની મંદિરમાં જયારે આચાર્ય આવે છે ત્યારે તેમની આરતી ઉતારવામાં આવે છે તે સમજાતું નથી. આ સમગ્ર બાબત પાછળ લોકો પણ એટલા જ જવાબદાર છે જે મહાકાળી માતાની આગળ આચાર્યની આરતી ઉતારી રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા. ગામના અનેક લોકોને આ દ્રશ્યોથી ખુબ દુઃખ થયું છે પણ કોઈ સામે આવીને બોલવા તૈયાર નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય
જેલની હવા ખાઈ ચૂકેલા રામપાલને પાખંડી કહેતા અનુયાયીઓ ઉશ્કેરાયા, ફેસ ઓફ નેશનને ધમકીઓ



