Home News ધંધુકામાં ભારેલો અગ્નિ, અમદાવાદથી પોલીસનો કાફલો પહોંચ્યો, યુવાનની હત્યા બાદ કોમી માહોલ

ધંધુકામાં ભારેલો અગ્નિ, અમદાવાદથી પોલીસનો કાફલો પહોંચ્યો, યુવાનની હત્યા બાદ કોમી માહોલ

Face Of Nation 18-04-2026 : ધંધુકામાં દુકાનો, હોટેલો અને લારીઓ સળગાવવામાં આવી રહી છે. ઠેર ઠેર આગજનીના બનાવો છે અને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. યુવાનની હત્યા બાદ કોમી માહોલ સર્જાયો છે. આ સમગ્ર મામલે તોફાનો અને તોફાનીઓને કાબુમાં લેવા માટે અમદાવાદ પોલીસની પણ મદદ લેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને પોલીસે તોફાનીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ફાયર બ્રિગેડનો કાફલો પણ ઠેર ઠેર આગ બુઝાવવા માટે દોડાદોડ કરી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસનો કાફલો હાલ સમગ્ર ધંધુકામાં પેટ્રોલિંગ કરી રહ્યો છે. સ્થાનિક ધારાસભ્ય કાળુભાઇ ડાભીએ નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
બાઈક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

જુઓ 8.30 Live : મહિલા અનામત બિલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન, કોંગ્રેસ સહીત વિરોધ પક્ષ નિશાન

જીગ્નેશ ઠાકર સહીતના કથાકારોની કથાનો યજમાન આજદિન સુધી કોઈ ગરીબ કે મધ્યમવર્ગનો માણસ નથી બન્યો