Face Of Nation 05-04-2026 : કથાને ધંધો બનાવીને પૈસા ઉઘરાવી રહેલા જીગ્નેશ ઠાકરને તેમના અનુયાયીઓએ “દાદા” અને “રાધે રાધે”નું ઉપનામ આપી દીધું છે. હિન્દૂ ધર્મમાં એક જ ભગવાનને દાદા તરીકે ઓળખવામાં આવે છે અને તે છે “હનુમાનજી દાદા”. કથાને ધંધો બનાવી દેનારા લોકોને દાદાના ઉપનામથી કેવી રીતે લોકો નવાજે છે તે સમજાતું નથી. જયારે કોઈ હનુમાનજીનું અપમાન કરે ત્યારે લોકો રોષે ભરાય છે અને તેમની ધાર્મિક લાગણી દુભાયાની બુમરાણ મચાવે છે તેવામાં જીગ્નેશ ઠાકર જેવા લોકો પોતાની જાતને દાદા તરીકે ઓળખાવે ત્યારે કેમ કોઈની લાગણી નથી દુભાતી ? મોટાભાગના લોકો જીગ્નેશ ઠાકરની નીતિરીતિ જાણી ચુક્યા છે અને આ પૈસાના પૂજારી કથાકાર વિરુદ્ધ અનેક કટાક્ષ કરી રહ્યા છે. જો કે, બ્રાહ્મણો આ કથાકારની પડખે આવ્યા છે કેમ કે જીગ્નેશ ઠાકર પોતે બ્રાહ્મણ છે અને કર્મકાંડ બાજુમાં રાખીને કથાકાર બની ગયા છે કેમ કે, કથાકારોને પૈસા ખુબ મળે છે. આ કથાકારે પૈસા ઉઘરાવીને બ્રાહ્મણો માટે તથાસ્તુઃ વિદ્યાપીઠ બનાવતા બ્રાહ્મણ સમાજના મસીહા બની ગયા છે. પૈસા માટે તેઓએ હંમેશા પટેલ, ઠક્કર અને પૈસાદાર લોકોને ટાર્ગેટ કર્યા છે.
માત્ર બ્રાહ્મણો માટે વિદ્યાપીઠ બનાવનારા જીગ્નેશ ઠાકરે છેલ્લા પંદર વર્ષમાં પૈસાદાર લોકોને ટાર્ગેટ કરીને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે. કથાના આયોજનથી માંડીને પૈસાની લેવડદેવડ સુધીની તમામ કામગીરી જીગ્નેશ ઠાકરે તેના જ સગા ભાઈ ભાર્ગવ ઠાકરને સોંપી છે. કદાચ આ પહેલા એવા કથાકાર હશે કે જેમના આયોજનમાં વહીવટદારમાં પણ તેમનો જ પરિવાર છે, બે ભાઈઓએ ભેગા મળીને લોકોને હિન્દૂ ધર્મના નામે સોફ્ટ ટાર્ગેટ કરવામાં ગજબ મગજ દોડાવ્યું છે તેમ કહેવામાં કોઈ અતિશક્યોક્તિ નથી. કથાનું સમગ્ર આયોજન અને રકમ જીગ્નેશનો ભાઈ ભાર્ગવ ઠાકર નક્કી કરે છે. બંને ભાઈઓ હંમેશા એકસાથે હોય છે. કથા હોય કે જીગ્નેશ ઠાકરને મળવું હોય, પહેલા તેના ભાઈનો સંપર્ક કરવો પડે છે અને બાદમાં જીગ્નેશ ઠાકર સુધી મુલાકાત થઇ શકે છે. કથામાં આવતી રકમોનો વહીવટ કે હિસાબ પણ ભાર્ગવ ઠાકર કરે છે. બહારના કોઈ માણસો કે અનુયાયીઓને કશી ખબર નથી હોતી કે જીગ્નેશ ઠાકર પાસે આવી રહેલા દાનના પૈસા ક્યાં જાય છે અને કોને આપવામાં આવે છે તેથી જ કદાચ સગા ભાઈને જ વહીવટદાર બનાવી દેવામાં આવ્યો છે. ધર્મની આડશ લઈને બેઠેલા આવા કથાકારોને લોકો પ્રોત્સાહન આપતા હોવાથી મીડિયા પણ તેની સામે લખવાની કે બોલવાની હિંમત રાખતું નથી પરંતુ ફેસ ઓફ નેશન હંમેશા સત્યની પડખે હોય છે. ધર્મની નામે ધજાગરા કરનારા કે પાખંડ કરનારાને તો ઉઘાડા પાડવા ફેસ ઓફ નેશન ક્યારેય પાછીપાની કરતું નથી કે કરશે પણ નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
સત્તા વિરોધી લહેરનો લાભ લઈ ભાજપ ધાર્મિક ધ્રુવીકરણના માર્ગે ચાલ્યું અને બંગાળ જીત્યું
VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો
પૈસા માટે પાખંડ : કથાકાર જીગ્નેશ ઠાકર સનાતની દેવીદેવતાઓનું અપમાન કરનારાઓની શરણે



