Home News બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ...

બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર

Face Of Nation 11-05-2026 : આજે શિક્ષણ, સંસ્થા કે સારવારના નામ હેઠળ તમે કાર્યો શરૂ કરો તો ટૂંક સમયમાં પૈસાદાર બની જશો. આ કોઈ અતિશયોક્તિ ભરી વાત નથી પરંતુ આજે ગુજરાતમાં સૌથી વધુ જોર સંસ્થા, સંસ્થા અને સારવાર કરનારાઓનું છે. ખેર ! ટૂંક સમયમાં જ લાખ્ખોમાં રાચતા થઇ ગયેલા આવા જ એક ગુજરાતના કથાકાર એટલે કે જીગ્નેશ ઠાકર. એક સમયે જેમનો પરિવાર માંડ ચાલી રહ્યો હતો તે જીગ્નેશ ઠાકરની કથા કરવાનો ચાર્જ આજે 25 થી 50 લાખ જેટલો છે. બે ભાઈઓએ ભેગા મળીને ધર્મની આડમાં શરૂ કરેલો આ ધંધો જામી ગયો છે. જીગ્નેશનો ભાઈ પૈસાની લેતીદેતી અને મેનેજમેન્ટ સાંભળે છે અને જીગ્નેશ પોતે કથા કરે છે. ફેસ ઓફ નેશને આ મામલે તપાસ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. અહેવાલો લખતા પહેલા ફેસ ઓફ નેશને સૌ પ્રથમ જીગ્નેશ ઠાકરના ભાઈ ભાર્ગવ ઠાકરનો વિદેશમાં કથાના આયોજન માટે સંપર્ક કર્યો હતો. આ સંપર્કમાં ભાર્ગવે અન્ય એક વ્યક્તિનો નંબર મોકલ્યો હતો અને વિદેશની કથા અંગેની ડીલ તેના દ્વારા થતી હોવાનું જણાવ્યું હતું. ફેસ ઓફ નેશને આ વ્યક્તિનો સંપર્ક કરતા તેણે જીગ્નેશ ઠાકરની એક કથાનો ચાર્જ 25 હજાર ડોલર જણાવ્યો હતો. કથા પહેલા પેમેન્ટ આપી દેવાથી માંડીને ઉઘરાણા સહિતની શરતો નક્કી કરવામાં આવી હતી.
શ્રદ્ધા અને આસ્થાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર છે બસ આ વાતનો કેટલાક લોકો આબાદ લાભ ઉઠાવે છે. આજે એવી પરિસ્થિતિ છે કે બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવશો તો તે વધારે પૈસા કમાતો થઇ જશે અને સમાજમાં નામના તથા લોકો પગે લાગશે તે નફાનું. જીગ્નેશ ઠાકર એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. જે જીગ્નેશ ઠાકર કર્મકાંડ કરતા સમાજમાંથી આવતા હતા તે સમાજના કર્મકાંડ કરતા તેમણે કથાને કમાણીનું સાધન બનાવવાનું પસંદ કર્યું અને બસ, તેમનો ધંધો જોરદાર જામી ગયો. શિક્ષણ, સંસ્થા અને સારવારના નામે શરૂ કરવામાં આવતા કાર્યોમાં પૈસો જ પૈસો છે. આજે ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે કે લોકો પૈસો કમાવવા શાળાઓ, સંસ્થાઓ કે સારવાર માટેની હોસ્પિટલો ખોલીને બેસી ગયા છે. જ્યાં ભરપૂર આવક થઇ રહી છે. જીગ્નેશ ઠાકર અને તેના ભાઈએ બહુ સમજી વિચારીને તેમની જ્ઞાતિનો ઉપયોગ કરીને કથાકારનો ધંધો શરૂ કર્યો અને તે સફળ પણ થયો. હાલમાં હિન્દૂ ધર્મના નામે ચાલતા આ ધંધામાં હિન્દૂ મંદિર બનાવવા માટે પણ પૈસો લેવાય છે. કશું જ અહીં સેવાર્થે થતું નથી કે કશું જ વિનામૂલ્યે થતું નથી. વૈભવી કથાકારનું બિરુદ જેમને મળ્યું છે તે જીગ્નેશ ઠાકરે તેમની જાતને દાદા અને રાધે રાધેનાં હુલામણા નામથી લોકો વચ્ચે પ્રખ્યાત કરી લીધી છે એટલે હવે લોકો ઠાકર બંધુઓને પગે લાગે છે અને જાણે કે બે હાથ જોડીને તેમનો દયાભાવ માંગે છે.
દેશ કે વિદેશમાં જીગ્નેશ ઠાકરની કથાનો ચાર્જ નક્કી છે. વિદેશમાં 25 હજાર ડોલરથી શરૂ થતો આ ચાર્જ 41 હજાર ડોલર સુધી છે. જો કે કથા દરમ્યાન ઉઘરાણું કોણ કરશે અને તે પૈસા કોણ લઇ જશે તે અંગેની પણ ચોખવટ કરી પ્રશ્નો કરવામાં આવે છે. કથા દરમ્યાન પણ જીગ્નેશ ઠાકર અને તેમની ટિમ દ્વારા “તથાસ્તુ પ્રોજેક્ટ”ના નામે લાખ્ખો કરોડોના ઉઘરાણા કરી લેવામાં આવે છે. કથાની ફી સહીત મળતી સુવિધા તો ઠાકર બંધુઓ માટે સોને પે સુહાગા જેવી છે. કેમ કે, કથા બેસાડનાર પણ પૈસા આપે અને કથા દરમ્યાન પણ ઉઘરાણું થઇ જાય. આજે દેશમાં અનેક એવા પરિવારો છે કે જે ભૂખ્યા ઊંઘે છે અને પૈસાના અભાવે સારવાર કરાવી શકતા નથી. આ લોકો પાસે તમારો પૈસો વાપરશો તો તેમના અંતરના આશીર્વાદ અનેક અણધાર્યા કામો સફળ કરાવશે જયારે વૈભવી કથાકારોની કથા દ્વારા લાખ્ખો રૂપિયાનું શક્તિ પ્રદર્શન સમાજ કે દેશને કોઈ ઉપયોગી નથી. ખેર ! આ વાતો લોકો સમજે તે ખુબ જરૂરી છે. આવા લોકોની દુકાન ત્યારે જ ધમધમે છે જયારે માં-બાપને પગે ન લાગનારા લોકો આવા કથાકારોને પગે લાગવા દોડે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓ સરદારનું અપમાન કરનાર મોદીનું કરશે સન્માન !

VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો

ઉનાવામાં મહાકાળીનું હળહળતું અપમાન, માંની મૂર્તિ આગળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની આરતી ઉતારાઈ !