Home News લંડન જતા ગુજરાતી પરિવારને બંધક બનાવી એજન્ટે પુત્રનો લોહીથી લથપથ ફોટો મોકલ્યો...

લંડન જતા ગુજરાતી પરિવારને બંધક બનાવી એજન્ટે પુત્રનો લોહીથી લથપથ ફોટો મોકલ્યો : 1 કરોડની માંગ

Face Of Nation 10-05-2026 : વિદેશ જઈને સ્થાઈ થવાના સપના સાથે નીકળેલો ગુજરાતી પરિવાર બંધક બનાવવામાં આવ્યો છે. અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ બની છે ત્યારે ગોમતીપુરમાં રહેતા એક પરિવારને દુબઈથી બંધક બનાવીને એક કરોડની માંગ કરવામાં આવી હોવાની ઘટનાએ પોલીસ દોડતી થઇ ગઈ છે. લંડન જતા પરિવારને બંધક બનાવીને એક પુત્રનો લોહીથી લથપથ ફોટો મોકલીને એજન્ટ દ્વારા એક કરોડની માંગ કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં એક એજન્ટની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું દંપતી તેના બે પુત્રો સાથે લંડન જવા નીકળ્યા બાદ દુબઈથી ગુમ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા છે. એજન્ટો તરફથી પરિવારજનોને ફોન કરી અને એક પુત્રનો લોહીથી લથપથ ફોટોગ્રાફ મોકલી 1 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી રહી છે. અમદાવાદમાં રહેતા પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે અમદાવાદના એજન્ટને ઝડપી પૂછપરછ શરૂ કરતા વલસાડના એજન્ટનું નામ ખૂલ્યું છે. બંધક બનાવાયેલા લોકોને કોઈ કેન્યા કે ઈથોપિયામાં કોઈ અજાણ્યા સ્થળ પર રાખ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. 20 એપ્રિલના રોજ એજન્ટ દ્વારા આ પરિવારના સભ્યોને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. દિલ્હીથી શ્રીલંકા અને તે બાદ દુબઇ લઈ જવામાં આવ્યા હતા. દુબઇ ગયા બાદ પરિવારજનો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. એજન્ટોએ આ તમામ સભ્યોને બંધક બનાવી અમદાવાદમાં રહેતા પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. દુબઈ ગયા બાદ વિદેશના નંબર ઉપરથી ફોન આવ્યો હતો કે બાબા ખાન બોલું છું દોઢ કરોડ રૂપિયાની ખંડણી આપો એવી માંગ કરી હતી. ત્યારબાદ તેઓ એક કરોડ ઉપર આવ્યા હતા અને છેવટે 70 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. જે નંબર ઉપરથી મેસેજ આવ્યા છે અને ફોન આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

દારૂ કરતા ડ્રગ્સની ડિમાન્ડ વધારે : સુરત એરપોર્ટ પરથી 2.80 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

ઉનાવામાં મહાકાળીનું હળહળતું અપમાન, માંની મૂર્તિ આગળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની આરતી ઉતારાઈ !

હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય